Table of Contents
એક નવા ક્રિપ્ટોકરન્સી રોકાણકાર તરીકે, તમે નિઃશંકપણે પોતાને આવા પ્રશ્નો પૂછી રહ્યાં હશો જેમ કે:
- શું બિટકોઇનનો પરપોટો ફૂટી ગયો?
- શું શરૂ કરવામાં બહુ મોડું થઈ ગયું છે? અને
- આ સતત વિકસતા રોકાણના ક્ષેત્રમાં સફળ થવા માટે શ્રેષ્ઠ વ્યૂહરચના શું છે?
જ્યારે તમે આ બાબતો વિશે વિચારી રહ્યાં હોવ, ત્યારે તમે ક્રિપ્ટોકરન્સી માર્કેટની વોલેટિલિટી પણ જોઈ જ હશે. જો કે, ક્રિપ્ટોકરન્સીથી સંબંધિત દરેક સમાચારો ભલે તેની તરફેણમાં હોય કે વિરુદ્ધમાં, આપણે જાણીએ છીએ કે તે બંધ થઈ જાયે એવી શક્યતાઓથી દૂર છે, અને નિર્વાણ માટે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનો માર્ગ પહેલા કરતાં વધુ આશાસ્પદ છે.
તેથી, તમે ક્રિપ્ટો રોકાણ માટે તમારી સફર શરૂ કરો તે પહેલાં, અહીં કેટલીક જાણવા જેવી આવશ્યક ટિપ્સ આપેલી છે જે તમે રોકાણ કરતા પહેલા ધ્યાનમાં લઈ શકો છો. આગળ વાંચો!
જો તમે ક્રિપ્ટો શબ્દો અને શબ્દસમૂહો વિશે જાણવા માંગતા હો, તો અહીં એક ટૂંકી માર્ગદર્શિકા છે.
ક્રિપ્ટો રોકાણકારો માટે જાણવા જેવી 5 ટિપ્સ
- એટલું જ રોકાણ કરો જેટલું તમે નુકસાન સહન કરી શકો
તમારી લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, SIP, ડેબ્ટ ફંડ, વીમા અને ઈમરજન્સી ફંડમાં રોકાણ કરો. જો આ સિક્યોરિટી પછી પણ તમારી પાસે પૈસા વધ્યા હોય, તો તમે ચોક્કસ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી શકો છો કારણ કે આ એવા પૈસા છે જે તમે ગુમાવો તો આર્થિક રીતે અપ્રભાવિત રહી શકો છો.
- જાતે રિસર્ચ કરો
મિત્રો અથવા સંબંધીઓની ભલામણોના આધારે આંખ બંધ કરીને રોકાણ કરવું સરળ છે. જો કે, ધ્યાનમાં રાખો કે તે તમારા પૈસા છે અને જો રોકાણ નિષ્ફળ જાય તો કોઈ તમારી મદદ માટે આવશે નહીં. પરિણામે, ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં કોઈપણ નાણાં રોકતા પહેલા તેને સારી રીતે સમજવું વધુ સારું છે. સૌપ્રથમ, બિટકોઇન, ઇથેરિયમ, ટેથર, પોલીગોન અને અન્ય લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી વિશે જાણો. પછી, કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા, તેમના ઉપયોગના કિસ્સાઓ અને શક્યતાઓ વિશે જાણો.
- એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર એક્સચેન્જ પસંદ કરો.
ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો વારંવાર હેક થઈ જતાં હોય છે અથવા તેનો ઉપયોગ રોકાણકારોને ગેરમાર્ગે દોરવા માટે થઈ શકે છે. તેથી, ખાતરી કરો કે તમે સિદ્ધ ટ્રેક રેકોર્ડ ધરાવતા મોટા એક્સચેન્જમાં એકાઉન્ટ ખોલો છો અને હેક થવાના કિસ્સામાં તમારી પાસે વીમા કવરેજ હોય.
- તકનીકી બાબતો સાથે પરિચિત થાઓ.
જો તમે ક્રિપ્ટોકરન્સીના રોકાણ અંગે ગંભીર છો, તો તમારા ડિજિટલ વૉલેટને કેવી રીતે ડિઝાઇન કરવું અથવા તમારા ફંડને સુરક્ષિત રાખવા માટે પ્રતિષ્ઠિત હાર્ડ વૉલેટ કેવી રીતે ખરીદવું તે શીખવું એક સારો વિચાર છે. પછી, તમારી કુશળતા વધારવા માટે, લિક્વિડિટી માઇનિંગ, સ્ટેકિંગ, વિકેન્દ્રિત નાણાં અને અન્ય બાબતો વિશે જાણો.
- સ્કેમરોથી સાવધ રહો.
સ્કેમરો રોકાણકારોને તેમના નાણાંની છેતરપિંડી કરવા માટે સતત નવી પદ્ધતિઓ શોધી રહ્યા હોય છે. નકલી એરડ્રોપ્સ, પંપ-એન્ડ-ડમ્પ સ્કેમ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી આવતા મેસેજ આ બધાને ટાળવા જોઈએ. સ્કેમરો રોકાણકારો સાથે છેતરપિંડી કરવા માટે નકલી વેબસાઇટ્સનો પણ ઉપયોગ કરે છે.
તમારી માહિતી સબમિટ કરતા પહેલા, એક્સચેન્જનું URL બે વાર તપાસો. ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર જેવી પ્રતિષ્ઠિત સાઇટ્સ પરથી જ હંમેશા ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો. સોશિયલ મીડિયા પર અન્ય ક્રિપ્ટો ચાહકો અને પ્રભાવકો સાથે કનેક્ટ થવું ફાયદાકારક છે, પરંતુ તેમની ભલામણોના આધારે ક્યારેય રોકાણ કરશો નહીં.
રોકાણ કરતા પહેલા આ ટિપ્સને ધ્યાનમાં રાખો અને હંમેશા એલર્ટ મોડમાં રહો.
નવા ક્રિપ્ટો રોકાણકાર તરીકે ટાળવા જેવી 5 ભૂલો
જ્યારે તમે ક્રિપ્ટો ટ્રેડિંગમાં તમારી સફર શરૂ કરો છો, ત્યારે ભૂલો કરવી અનિવાર્ય બની જાય છે. પરંતુ, અહીં અમે પાંચ ભૂલોની યાદી આપી છે જે તમે એક નવા રોકાણકાર તરીકે ટાળી શકો છો. યાદી નીચે આપેલ છે:
- માત્ર ઓછી કિંમતના આધારે રોકાણ કરવું
જરૂરી નથી કે નીચા ભાવો સારો જ સોદો સૂચવે. જો કે, કિંમતો ક્યારેક કોઈ કારણસર ઓછી હોય છે! વપરાશકર્તાની સંખ્યા ઘટતી હોય તેવા કોઇન્સ પર નજર રાખો.
અવારનવાર, ડેવલપર્સ પ્રોજેક્ટને છોડી દે છે, અને તે અપગ્રેડ કરવામાં નિષ્ફળ જાય છે જેથી ક્રિપ્ટો અસુરક્ષિત રહી જાય છે.
- બધું એક જ જગ્યાએ મૂકવું
કેટલાક સલાહકારો તમને તમારા નફાને વધારવા માટે શક્ય તેટલો વધુ દાવ લગાવવાની સલાહ આપી શકે છે. પરંતુ, સાવચેત રહો, એવી શક્યતાઓ છે કે તમે નાદાર બની શકો છો.
ક્રિપ્ટો રોકાણની બહેતર સલાહ એ છે કે તમારા રોકાણના નાણાંને ચોક્કસ ટકાવારી સુધી મર્યાદિત કરો — જેમ કે, 5% અથવા 10% — અને બાકીના નાણાં તમારા બચત ખાતામાં રાખી શકાય જે તમારા ઈમરજન્સી કેશ રિઝર્વ તરીકે કાર્ય કરશે.
- એવું માનવું કે ક્રિપ્ટોકરન્સી એ “સરળ પૈસા” છે.
કોઈપણ નાણાકીય વસ્તુનો વેપાર કરીને પૈસા કમાવવા, પછી ભલે તે શેર, સ્ટોક હોય કે પછી ચાંદી અને સોનું, તે સરળ નથી. પરંતુ કમનસીબે, ક્રિપ્ટોકરન્સી એ જ હરોળમાં છે.
કોઈપણ વ્યક્તિ કે જે અન્યથા દાવો કરે છે તે તમને ક્રિપ્ટોમાં ભૂલો કરવા માટે છેતરવાનો પ્રયાસ કરે છે.
- તમારી ક્રિપ્ટો કીનો ટ્રૅક ગુમાવવો
જો તમે તમારી ક્રિપ્ટોકરન્સીને હાર્ડવેર વૉલેટમાં રાખો છો, તો તમારી ચાવી ભૂલી જવી એ સલામતી ડિપોઝિટ બોક્સમાં ચાવી મૂકવા જેવું છે.
જો તમે તમારી કી ખોટી જગ્યાએ મૂકો છો, તો તમારી બધી ક્રિપ્ટોકરન્સી કાયમ માટે ગુમાવાઈ જશે. આ ધ્યાનમાં રાખો!
- છેતરપિંડી કરનારા દ્વારા મૂર્ખ બનવું
એવા ક્રિપ્ટો સોદાઓથી સતર્ક રહો જે શરૂઆતમાં આકર્ષક લાગે. અમે ચાર સામાન્ય ક્રિપ્ટોકરન્સી કૌભાંડો બતાવ્યા છે જેનાથી વાકેફ રહેવું જોઈએ:
- ક્લાઉડ મલ્ટિપ્લાયર્સ સાથેના કૌભાંડો
છેતરપિંડી કરનારાઓ પ્રસંગોપાત “રોકાણની તક” સાથેના ઇમેઇલ અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા એમના શિકારનો સંપર્ક કરે છે. તેઓ એવા રોકાણકારોને બિટકોઇનમાં કરેલા રોકાણને બમણું અથવા ત્રણ ગણું વળતર આપવાનો દાવો કરે છે જેઓ તેમના નાણાં ચોક્કસ ડિજિટલ વૉલેટમાં જમા કરે છે.
યાદ રાખો: મફત નાણાંની ઓફર અંગે હંમેશા સાવધાની સાથે વર્તવું જોઈએ.
- પમ્પ એન્ડ ડમ્પ
ગુનેગારો અપવાદરૂપે નાના અથવા અજાણ્યા કોઇન્સની કિંમત ઝડપથી વધારી અથવા તોડી શકે છે, કેટલાક કિસ્સાઓમાં તેમની કિંમત વધારી દે છે.
ગુનેગારો કોઈપણ ક્ષણે મોટી માત્રામાં ક્રિપ્ટોકરન્સી હોલ્ડ કરી શકે છે (તે દરેકને ઉપલબ્ધ થાય તે પહેલાં તેમાંથી મોટાભાગનીનું પ્રી-માઈનિંગ કરીને).
જ્યારે અસંદિગ્ધ વેપારીઓ નફામાં કાપ મૂકવાનો પ્રયાસ કરવા દોડી જાય છે, ત્યારે ગુનેગારો તેમના તમામ કોઇન્સ વેચતા પહેલા ભાવ વધવાની રાહ જુએ છે, જેના કારણે કિંમત ઘટી જાય છે.
તેઓ તેને વધુ કિંમતે વેચતા પહેલા સોશિયલ મીડિયા પર તેનું માર્કેટિંગ કરીને કિંમતમાં વધારો કરી શકે છે.
- ખતરનાક વૉલેટ સૉફ્ટવેર
જાણીતા ક્રિપ્ટો વૉલેટ્સને વળગી રહો.
ગૂગલ પ્લે અથવા એપ સ્ટોર પર મળતા ભળતા અથવા અજાણ્યા વૉલેટ્સ તમારી ક્રિપ્ટો એસેટ ચોરવા માટે નકલી પ્રોગ્રામિંગનો ઉપયોગ કરી શકે છે.
- બનાવટી કોઇન્સ
બજારમાં ઘણી બધી ક્રિપ્ટોકરન્સીની શું વાસ્તવિક છે અને શું નથી તે પારખવું અશક્ય છે.
જો તમે બોગસ કોઇન્સ ખરીદો તો ગુનેગારો તમારી ઓળખ અને કેટલાક કિસ્સાઓમાં, તમારી મહેનતથી કમાયેલા પૈસા પણ મેળવી શકે છે.
કોઈની વાત ન માનો; કોઇન ખરીદતા પહેલા શક્ય તેટલા સ્ત્રોતોનો ઉપયોગ કરીને તેના પર તમારું રિસર્ચ કરો.
નિષ્કર્ષ
ક્રિપ્ટોકરન્સી એ નાણાકીય સ્વતંત્રતા હાંસલ કરવાનું એક સાધન છે, અને વિશ્વવ્યાપી ક્રિપ્ટો સમુદાય દિવસેને દિવસે વધી રહ્યો છે. 2021 માં, વિશ્વએ ક્રિપ્ટોકરન્સીમાં $30 બિલિયન કરતાં વધુનું રોકાણ કર્યું. બીજી બાજુ, ક્રિપ્ટો એ સતત અસ્થિરતા સાથે ઉચ્ચ જોખમયુક્ત, ઉચ્ચ વળતર આપતી રમત છે.
પોતાને મૂળભૂત બાબતો વિશે શિક્ષિત કરવું અને તમારા રોકાણને વિસ્તૃત કરવા માટે વિકાસશીલ વલણો સાથે જોડાયેલા રહેવું મહત્ત્વપૂર્ણ છે. ક્રિપ્ટો રોકાણકારોને તેમના નાણાં પર સ્વાયત્તતા આપવાનો ઇરાદો ધરાવે છે, પરંતુ હાઈપના આધારે રોકાણ કરવાનું ટાળવું જોઈએ.
અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.