WazirX P2P (પીઅર ટુ પીઅર) રોકાણકારોને તેમના ફિયાટને તરત જ ક્રિપ્ટોમાં (અને ઊલટું) કન્વર્ટ કરવામાં મદદ કરે છે. આ એકદમ મફત છે અને સલામત અને કાનૂની હોવાની સાથે જ 24×7 ઉપલબ્ધ છે!! WazirX P2P નો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવા માટે, અમારો બ્લોગ અહીં વાંચો.
અહીં એવા પ્રશ્નો છે જે અમારા વપરાશકર્તાઓ વારંવાર પૂછે છે. મને ખાતરી છે કે જો તમને કોઈ શંકા હોય, તો આ પોસ્ટ દ્વારા તે બધી દૂર થઈ જશે.
પ્રશ્ન 1: શા માટે WazirX P2P પાસે માત્ર USDT જ છે?
USDT એક સ્ટેબલ કોઇન એટલે કે સ્થિર કોઇન છે. ટ્રાન્ઝેકશનને સરળ રાખવા અને ખૂબ જ ઊંચી તરલતાની ખાતરી કરવા માટે, એકલા USDT જ સપોર્ટેડ છે.
પ્રશ્ન 2: WazirX P2P નો ઉપયોગ કોણ કરી શકે છે?
ભારતીય KYC ધરાવતા વપરાશકર્તાઓ WazirX પર P2P સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
પ્રશ્ન 3: હું સેલરની બેંક વિગતો જોવામાં અસમર્થ છું અને 10 મિનિટમાં વેપાર આપમેળે રદ થઈ જાય છે.
અહીં, તમારે પહેલા ચુકવણી વિકલ્પ પસંદ કરવાની જરૂર છે. પછી, તમારો ટ્રેડ મેચ થયા પછી “હા, હું ચુકવણી કરીશ” વિકલ્પ પર ક્લિક કરો. તમે “હા, હું ચુકવણી કરીશ” પર ક્લિક કર્યા પછી જ તમને સેલરની બેંક વિગતો દેખાશે. આ વિગતોના આધારે તમે ચુકવણી સાથે આગળ વધી શકો છો.
પ્રશ્ન 4: હું વિક્રેતાના બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવામાં અસમર્થ છું કારણ કે વિગતો ખોટી છે/નિષ્ફળ થઈ રહી છે/બેંકિંગ સમસ્યા/નેટવર્ક સમસ્યા છે.
ઓર્ડર રદ કરવા અને દંડ માફ કરવા માટે તમારે ચેટ દ્વારા અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરવો પડશે. અસલી નિષ્ફળતાને માન્ય કરવા માટે સપોર્ટ ટીમ તમને સ્ક્રીનશોટ/પ્રૂફ શેર કરવાનું કહેશે. વૈકલ્પિક રીતે, ટ્રેડ આપમેળે રદ થઈ ગયા પછી (સમય વીતી ગયા પછી) તમને એક પેનલ્ટી ઇમેઇલ પ્રાપ્ત થશે. તમે યોગ્ય પુરાવા સાથે આ ઇમેઇલનો જવાબ આપી શકો છો. જો ખાતરી થશે, તો અમારી ટીમ પેનલ્ટી ઉલટાવી દેશે.
પ્રશ્ન 5: જો તમે ચુકવણી કરો છો પરંતુ ‘મે ચુકવણી કરી છે’ પર ક્લિક કરવાનું ભૂલી જાઓ છો તો શું કરવું?
‘Raise Dispute (વિવાદ લખાવો)’ વિકલ્પ પર ક્લિક કરવા માટે તમારી પાસે 10 મિનિટનો સમય હશે. તમે વિવાદ લખાવી દો પછી તમને અમારી વિવાદ ટીમ તરફથી ચુકવણીના પુરાવાની વિનંતી કરતી ઇમેઇલ તરત જ મળશે. પછી, આગલી 15 મિનિટમાં, કૃપા કરીને ઇમેઇલમાં દર્શાવેલ સૂચનાઓને અનુસરીને, ચેટ દ્વારા અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરો. વિવાદ ટીમ પછી અન્ય વિગતો સાથે તમારા ચુકવણી પુરાવાની સમીક્ષા કરશે અને તમારા વિવાદ પર અંતિમ નિર્ણય લેશે. વિવાદ ટીમનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે અને તેને ઉલટાવી શકાતો નથી.
કૃપા કરીને નોંધ કરો: અમારી પાસે મલ્ટિ-ચેક ફૂલ-પ્રૂફ પ્રક્રિયા છે જે વિવાદની સમીક્ષા કરતી વખતે સંપૂર્ણ સચોટતા સુનિશ્ચિત કરે છે.
પ્રશ્ન 6: જો WazirX P2P પર કોઈ ટ્રાન્ઝેકશન નિષ્ફળ જાય તો પુનઃપ્રાપ્તિ (ફંડની) કેવી રીતે કાર્ય કરે છે – જ્યારે ખરીદનાર વેપારની પુષ્ટિ કરવાને બદલે વેપારને રદ કરે છે?
જ્યારે ખરીદનાર ચુકવણી કરે છે અને પછી ટ્રાન્ઝેકશન રદ કરે છે, ત્યારે અમે ખરીદનારની ચુકવણીની વિગતો સેલર સાથે શેર કરીએ છીએ અને તેમને ખરીદનારને ચુકવણી પરત કરવા માટે કહીએ છીએ. ખરીદનારને તેમનું ફંડ પાછું મળે તેની ખાતરી કરવા માટે, અમે વિક્રેતાના ફંડ અને/અથવા એકાઉન્ટને લૉક કરીએ છીએ અને ચુકવણીના પુરાવા સાથેની તમામ માહિતી સાથેનો ઇમેઇલ મોકલીએ છીએ. અમે દર 24 કલાકમાં એકવાર વિક્રેતાને કુલ 3 રીમાઇન્ડર્સ મોકલીએ છીએ. 3જા અને અંતિમ રીમાઇન્ડર પછી, અમે ફંડની પુનઃપ્રાપ્તિ સાથે આગળ વધીએ છીએ, જેમાં 13 કામકાજી દિવસો સુધીનો સમય લાગે છે (જો કે, ફંડ ઉપલબ્ધ હોય ત્યારે જ આ કામ કરે છે).
પ્રશ્ન 7: ચુકવણી કર્યા પછી પણ, મારો વેપાર વિવાદ તરફ ગયો છે; શું કરવું?
તમારા વેપારને બહુવિધ કારણોસર વિવાદમાં ખસેડવામાં આવી શકે છે. આ કિસ્સામાં, તમે પેમેન્ટ પ્રૂફ સાથે ચેટ પર અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો. ખાતરી રાખો કે તમારું ફંડ સુરક્ષિત રહેશે.
પ્રશ્ન 8: હું વિક્રેતા/ખરીદનાર છું, અને હું અજાણ્યા ખરીદદારો/વિક્રેતાઓ સાથે આપમેળે-મેચ થવા માંગતો નથી. શું કરવું?
જો તમે કોઈની સાથે તમારા ક્રિપ્ટોનો વેપાર કરવા માંગતા હો, તો ખાસ કરીને, તમે તેમના XIDને પ્રથમ પગલામાં જ ઉમેરી શકો છો. XID વપરાશકર્તા નામની જેમ કામ કરે છે! આ સાથે, ખરીદનાર/વિક્રેતા તમારી પસંદગીના હશે, અને તે ચોક્કસ ટ્રાન્ઝેક્શન દરમિયાન તમે અન્ય કોઈની સાથે મેચ થશો નહીં.
પ્રશ્ન 9: શું હું એક દિવસમાં કરી શકું તેવા P2P ટ્રાન્ઝેકશનની સંખ્યા/મૂલ્ય પર કોઈ દૈનિક મર્યાદા છે?
ના! તમે WazirX પર એક દિવસમાં ગમે તેટલા P2P ટ્રાન્ઝેકશન કરી શકો છો. જો કે, તમારી બેંકની અમુક મર્યાદાઓ હોઈ શકે છે જેનું તમારે પાલન કરવું પડશે.
પ્રશ્ન 10: હું ખરીદનાર છું. ચુકવણી કર્યા પછી, મારું ટ્રાન્ઝેકશન ‘પ્રોસેસિંગ’ પર અટકી ગયું છે. મારે શું કરવું જોઈએ? મને ખબર નથી કે ફંડ કાપવામાં આવ્યું છે કે નહીં.
એવા કિસ્સાઓમાં જ્યારે તમે ચુકવણી કરી હોય પરંતુ ચુકવણીની સ્થિતિ ‘પ્રોસેસિંગ’ બતાવે છે, તમે WazirX પર ‘હા, મેં ચુકવણી કરી છે’ પર ક્લિક કરી શકો છો અને ચુકવણીનો પુરાવો (પ્રોસેસિંગ) જોડી શકો છો અને સેલર ચુકવણીની રસીદની પુષ્ટિ કરે ત્યાં સુધી રાહ જોઈ શકો છો. જો વિક્રેતા ચુકવણી પ્રાપ્ત કરે છે, તો ટ્રાન્ઝેકશનની પ્રક્રિયા કરવામાં આવશે. જો ચુકવણી રદ કરવામાં આવે તો, તમે ચેટ દ્વારા અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો, અને અમે તમારા માટેનો ઓર્ડર રદ કરીશું અને દંડ પણ ઉલટાવીશું કારણ કે આ એક સાચી ભૂલ હતી.
વધુ સારી ઝાંખી મેળવવા માટે, WazirX દ્વારા P2P પર આ વિડિઓ જુઓ.
પ્રશ્ન 11: WazirX દ્વારા શું સલામતીનાં પગલાં લેવામાં આવે છે?
અમે સમજીએ છીએ કે અજાણ્યા સાથીદારો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તમારા ફંડ સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે, WazirX પાસે સમગ્ર ટ્રાન્ઝેકશનને સુરક્ષિત રાખવા માટે એક એસ્ક્રો સિસ્ટમ છે જેથી કરીને કોઈપણ પક્ષ બીજા સાથે છેતરપિંડી ન કરી શકે. જો તમે વિક્રેતા હોવ તો – જ્યાં સુધી તમે ચુકવણીની રસીદની પુષ્ટિ ન કરો ત્યાં સુધી WazirX ખરીદનારને તમારી USDT રીલીઝ કરશે નહીં, અને જો તમે ખરીદનાર છો તો – જ્યારે તમે સેલરને ચુકવણી કરશો ત્યારે WazirX વિક્રેતાની USDT પકડી રાખશે. અમે દરેક વપરાશકર્તાને WazirX પર વેપાર કરવાની મંજૂરી આપતા પહેલા તેમની KYC વિગતો પણ ચકાસીએ છીએ. અમારા એક્સચેન્જમાં થતા દરેક ટ્રાન્ઝેકશનનો રેકોર્ડ રાખવામાં આવે છે.
પ્રશ્ન 12: પ્રાપ્ત થયેલ USDT આપવામાં આવેલ ઓર્ડર કરતા ઓછા છે. આવું કેમ છે?
જ્યારે ઓર્ડર સફળતાપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે તમને તમારા ખાતામાં આપમેળે ખાતરીપૂર્વકની USDT પ્રાપ્ત થશે. જો કોઈ કપાત હોય તો, તે દંડ અથવા બાકી ટ્રેડિંગ ફી હોઈ શકે છે. આ કપાત વિશે વધુ જાણવા માટે તમે ટ્રેડિંગ રિપોર્ટમાં ખાતાવહી તપાસી શકો છો.
યાદ રાખવાના મુદ્દા
તમારા ટ્રાન્ઝેકશન રદ કરવામાં અથવા નકારવામાં ન આવે તેની ખાતરી કરવા માટે, કૃપા કરીને આ મુદ્દાઓને ધ્યાનમાં રાખો:
- ખરીદનાર તરીકે:
- માત્ર મેળ ખાતા સેલરને જ ચુકવણી કરવાની ખાતરી કરો. એકવાર તમારો ટ્રેડ મેચ થઈ જાય પછી કોઈપણ અન્ય વિક્રેતાને ચુકવણી કરશો નહીં.
- ચૂકવવામાં આવતી રકમને રાઉન્ડ ઓફ કરશો નહીં. આનો અર્થ એ છે કે જો તમારે 1198.20 ચૂકવવા પડશે, તો કૃપા કરીને ચોક્કસ આંકડો જ ચૂકવો જે 1198.20 છે (અને 1199 અથવા 1200 નહીં).
- તમારે ફક્ત તમારા પોતાના ખાતામાંથી જ ચુકવણી કરવી જોઈએ અને અન્ય કોઈ (ઉદા: કુટુંબ/મિત્રો) ખાતાઓમાંથી નહીં, કારણ કે આ અમાન્ય ગણવામાં આવશે. એકવાર આ કેસમાં ચુકવણી અટકી જાય, પછી પુનઃપ્રાપ્તિ તૃતીય પક્ષની ચુકવણી તરીકે થશે અને P2P તરીકે નહીં. વધુમાં, જો ચુકવણી તૃતીય પક્ષના ખાતામાંથી કરવામાં આવે છે, તો વેપાર હંમેશા સેલરની તરફેણમાં પતાવટ કરવામાં આવશે. WazirX P2P પર તૃતીય પક્ષની ચુકવણી કરવાની મંજૂરી નથી અને પરિણામે તમારું એકાઉન્ટ પ્લેટફોર્મ પર ફ્લેગ થઈ શકે છે.
- એકવાર તમે ચુકવણી કરી લો તે પછી, ખાતરી કરો કે તમે એપ્લિકેશન પર તેની પુષ્ટિ કરો છો. અહીં, પેમેન્ટ પ્રૂફ અપલોડ કરતી વખતે, ખાતરી કરો કે UTR (યુનિક ટ્રાન્ઝેક્શન રેફરન્સ) નંબર દેખાય છે.
- સ્ક્રીન પરની સૂચનાઓ યોગ્ય રીતે વાંચવાની ખાતરી કરો. ઉદાહરણ તરીકે, ‘આંશિક ઓર્ડર મેચિંગ’ના કિસ્સામાં, ખાતરી કરો કે ઉલ્લેખિત રકમ જ યોગ્ય પક્ષને ચૂકવવામાં આવે છે.
- એવા કિસ્સાઓમાં જ્યારે તમારી P2P ચુકવણી નિષ્ફળ ગઈ હોય, તો અમે સૂચવીએ છીએ કે તમારે તરત જ ફરીથી ચુકવણી કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તેના બદલે, તમે ચુકવણીની નિષ્ફળતા દર્શાવતા સ્ક્રીનશોટ સાથે અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો. અમારી ટીમ તમને વેપાર રદ કરવામાં મદદ કરશે અને દંડ પણ ઉલટાવી દેશે કારણ કે આ એક સાચી ભૂલ હતી. એકવાર આ રદ થઈ જાય, તમે નવો ઓર્ડર આપી શકો છો.
- વિક્રેતા તરીકે:
- જ્યારે ચુકવણી પ્રાપ્ત થાય છે, ત્યારે ચુકવણીની રસીદની પુષ્ટિ ફરજિયાત છે. જો આ કરવામાં ન આવે તો, વિવાદ નિરાકરણ ટીમ યોગ્ય પગલાં લેશે.
- જો તમને તૃતીય પક્ષ (ખરીદનાર સિવાયના કોઈપણ) તરફથી ચુકવણી પ્રાપ્ત થઈ હોય, તો ટ્રેડની પુષ્ટિ કરશો નહીં અને ચેટ દ્વારા અમારો સંપર્ક કરો.
- પ્રતીક્ષા સમય નીચે મુજબ છે:
- એકવાર ટ્રેડ મેચ થઈ જાય પછી, ખરીદદાર તરીકે, તમે ટ્રાન્ઝેકશન સાથે આગળ વધવા માંગો છો અને તેના માટે ચુકવણી કરવા માંગો છો તે કન્ફર્મ કરવા માટે તમારી પાસે 10 મિનિટ છે.
- ચુકવણી પૂર્ણ કરવા અને તેની પુષ્ટિ કરવા માટે, તમને (ખરીદનાર) 60 મિનિટનો સમય મળે છે.
- વેચાણકર્તાએ વાસ્તવિક રસીદના 2 કલાકની અંદર ચુકવણીની રસીદની પુષ્ટિ કરવી પડશે. જો તે/તેણી આમ કરવામાં નિષ્ફળ જાય, તો ટ્રાન્ઝેક્શન આપમેળે વિવાદના નિરાકરણ માટે ખસેડવામાં આવશે.
- મોટાભાગના કેસોમાં 24-48 કલાકમાં વિવાદ ઉકેલની અપેક્ષા રાખી શકાય છે. જો કે, જો કોઈ કેસ ચોક્કસ બેંકિંગ કારણોસર અટવાયેલો હોય, તો રિઝોલ્યુશનમાં 3-5 બેંકિંગ દિવસ લાગી શકે છે.
આ સમયગાળો સમાપ્ત થઈ ગયા પછી તમે અમારી સપોર્ટ ટીમોનો સંપર્ક કરી શકો છો.
- સંબંધિત દંડ નીચે મુજબ છે:
- જો તમે ચુકવણી કરવાની પુષ્ટિ કરી છે પરંતુ તેમ કરવામાં નિષ્ફળ ગયા છો અને ટ્રાન્ઝેકશન પણ રદ કર્યું નથી, તો તમે 10 USDT અથવા ટ્રાન્ઝેક્શન મૂલ્યના 1.2% દંડ, બેમાંથી જે વધારે હોય તે ચૂકવવા માટે જવાબદાર રહેશો.
- જો તમે ચુકવણી ન કરી હોય અને હજુ પણ પુષ્ટિ કરી હોય કે તમે તેમ કર્યું છે, તો તમારે 20 USDT અથવા વ્યવહાર મૂલ્યના 2.4%, બેમાંથી જે વધુ હોય તે દંડ ચૂકવવો પડશે.
વાસ્તવિક સંજોગોમાં, દંડ ઉલટાવી શકાય છે. અમારી સપોર્ટ ટીમ અહીં નિર્ણાયક અધિકારી હશે.
- જ્યારે તમે સપોર્ટ ટિકિટો વધારો અથવા ચેટ દ્વારા અમારો સંપર્ક કરો, ત્યારે કૃપા કરીને તમારી ચિંતાને વિગતવાર જણાવવાનો પ્રયાસ કરો. ઝડપી રિઝોલ્યુશન માટે યોગ્ય સ્ક્રીનશૉટ્સ આપવાથી ફાયદો થશે.
અમે આશા રાખીએ છીએ કે આ જવાબો અને નિર્દેશકો તમને તમારી P2P સફરમાં મદદ કરશે. જો તમારી પાસે વધુ પ્રશ્નો હોય, તો કૃપા કરીને નીચેની ટિપ્પણીઓમાં તેમને વિના સંકોચે જણાવો.
હેપ્પી ટ્રેડિંગ
અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.