Table of Contents
નમસ્તે મિત્રો! 🙏
Alchemix (અલ્કેમિક્સ) WazirXપર સૂચિબદ્ધ છે અને તમે USDTમાર્કેટમાં ALCX ની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો.
ALCX/USDT ટ્રેડિંગ WazirX પર લાઇવ છે!
ALCX ડિપોઝિટ અને ઉપાડ કેવી રીતે કરી શકાય?
અલ્કેમિક્સ એ અમારી રેપિડ લિસ્ટિંગ પહેલનો એક ભાગ છે. આથી, અમે બિનાન્સ મારફતે WazirX પર તેને ડિપોઝિટ કરવાનું સક્ષમ કરીને ALCX ટ્રેડિંગ શરૂ કરીશું.
તમારા માટે તેનો અર્થ શું છે?
- ડિપોઝિટ – તમે બિનાન્સ વૉલેટમાંથી WazirX પર ALCX જમા કરી શકો છો.
- ટ્રેડિંગ – તમે અમારા USDT માર્કેટમાં ALCX ની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો. જ્યારે તમે ALCX ખરીદો છો, ત્યારે તે તમારા “ફંડ્સ” માં દેખાશે.
- ઉપાડ — તમે લિસ્ટિંગ પછી થોડા દિવસોમાં ALCX ઉપાડી શકશો.
ALCX વિશે
અલ્કેમિક્સ એ નવો DeFi ધિરાણ પ્રોટોકોલ છે. તેની ખાસ વાત: લોન કે જેની પુનઃચુકવણી આપમેળે થાય છે. અલ્કેમિક્સ દેવું ચૂકવવાની નવી રીત રજૂ કરે છે. તે ડિપોઝિટમાંથી મળેલી ઉપજનો ઉપયોગ વપરાશકર્તાઓના દેવાની ઋણમુક્તિ કરવા માટે કરે છે. જેટલો સમય તમે તમારી ડિપોઝિટ રાખો છો, તેટલી વધુ ઉપજ તમે કમાઈ શકો છો અને પરિણામે તમારી લોનની વધુ ચૂકવણી થઈ શકે છે. અલ્કેમિક્સ સાથે, તમે પ્રોટોકોલમાં ડિપોઝિટ કરો છો, અને તે ડિપોઝિટ તમે જે લોન લઈ શકો છો તેના માટે કોલેટરલ બની જાય છે: તમે જમા કરો છો તે દરેક $2 માટે $1 સુધી. અલ્કેમિક્સ તમારી ડિપોઝિટ લે છે અને ઉપજ મેળવવા માટે તેને યર્નના વૉલ્ટમાં મૂકે છે.સમય જતાં, તે ઉપજ — લખવાના સમયે લગભગ 12% APY — આપમેળે (અથવા “સ્વ-જાદુઇ રીતે,” અલ્કેમિક્સ સમુદાય શબ્દનો ઉપયોગ કરવા માટે) તમારું દેવું ચૂકવે છે.
- ટ્રેડિંગ કિંમત (આલેખન સમયે): $76.84 USD
- વૈશ્વિક માર્કેટ કેપ (આલેખન સમયે): $95,973,099 USD
- વૈશ્વિક ટ્રેડિંગ વોલ્યુમ (આલેખન સમયે): $9,149,918 USD
- સર્ક્યુલેટિંગ સપ્લાય: 1,248,674.61 ALCX
- કુલ સપ્લાય: 1,480,526 ALCX
હેપ્પી ટ્રેડિંગ! 🚀
જોખમની ચેતવણી: ક્રિપ્ટો ટ્રેડિંગ ઉચ્ચ બજાર જોખમને આધીન છે. કૃપા કરીને ખાતરી કરો કે નવા સૂચિબદ્ધ ટોકન્સને ટ્રેડ કરતી વખતે તમે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણીવાર ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. WazirX ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કોઇન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ તમારા વેપારના નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.