Table of Contents
નોંધ: આ બ્લોગ એક બહારના બ્લોગર દ્વારા લખાયેલો છે. આ પોસ્ટમાં વ્યક્ત કરાયેલા અભિપ્રાયો અને મંતવ્યો ફક્ત લેખકના છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ક્રિપ્ટોકરન્સીએ સમગ્ર વિશ્વમાં ઘણું નામ મેળવ્યું છે. ઈલોન મસ્કના ટ્વિટર ફીડથી લઈને તમારા હાઈ-સ્કૂલના શ્રેષ્ઠ મિત્રની ફેસબુક વોલ સુધી ક્રિપ્ટો દરેક જગ્યાએ દેખાવા લાગી છે. અને શું કામ ન હોય? અલ સાલ્વાડોરમાં કાનૂની ટેન્ડર તરીકે બિટકોઈનના સમાવેશ થી ક્રિપ્ટોકરન્સીને ફિયાટ કરન્સીના શક્ય વિકલ્પ તરીકે અનુમાનિત કરવામાં આવ્યું છે.
ક્રિપ્ટોકરન્સીની લોકપ્રિયતા વધવાનું બીજું કારણ તેમની અત્યંત અસ્થિર પ્રકૃતિ પણ છે. વોલેટિલિટી એટલે કે અસ્થિરતા ક્રિપ્ટોને ટૂંકાગાળાના રોકાણનો આકર્ષક વિકલ્પ બનાવે છે. હકીકતમાં ભારતમાં વિસ્તરતા ક્રિપ્ટો માર્કેટમાં ઘણા વેપારીઓ ડે-ટ્રેડિંગ માટે ક્રિપ્ટોકરન્સી તરફ વળી રહ્યા છે. તેથી વધુ પડતી વાતો કર્યા વિના, ચાલો ભારતમાં સૌથી ઝડપથી વિકસતી ક્રિપ્ટોકરન્સી બનવાની ક્ષમતા ધરાવતી ક્રિપ્ટોકરન્સી પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં, ચાલો તમારી ક્રિપ્ટો અને ટ્રેડિંગ કુશળતાને ધારદાર બનાવવા માટે નિર્ણાયક શબ્દજાળ સમજીએ.
ડે ટ્રેડિંગ શું છે?
ડે ટ્રેડિંગ એવી ટ્રેડિંગ પ્રેક્ટિસ છે જેમાં વેપારી નાણાકીય સાધનને જે દિવસે ખરીદ્યું હતું તે જ દિવસે વેચે છે. આ વ્યૂહરચનાનો ઉપયોગ શેરબજારમાં પણ થાય છે. ડે ટ્રેડિંગમાં નફો મેળવવા માટે ઘણી તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે જેને ઇન્ટ્રાડે વ્યૂહરચના કહેવાય છે. તે અસ્થિર બજારમાં નફો મેળવવામાં મદદ કરે છે. ડે ટ્રેડિંગમાં સંકળાયેલા વેપારીઓને સ્પેક્યુલેટર એટલે કે સટોડિયા કહેવામાં આવે છે.
જો કે તેને એકદમ આકર્ષક કારકિર્દી માનવામાં આવે છે, પરંતુ ડે ટ્રેડિંગ શરૂઆતમાં ખૂબ જ પડકારજનક હોઈ શકે છે. તેની જોખમની સંભવિતતાને લીધે તેને ઘણીવાર જુગારની સમકક્ષ ગણવામાં આવે છે. જો કે, ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. તમારી પાસે માત્ર એસેટ્સનું સારું જ્ઞાન, થોડી વસ્તુનિષ્ઠા, સ્વ-શિસ્તતા અને શ્રેષ્ઠ સોદા મેળવવા માટે થોડા નસીબની જરૂર છે. તેમાં બસ તમારા ફાયદા માટે અસ્થિરતાનો લાભ લેવાનો છે!
ડે ટ્રેડિંગ માટે ક્રિપ્ટોકરન્સી કેવી રીતે પસંદ કરવી?
ક્રિપ્ટોકરન્સીમાં ભાવની ગતિવિધિ ત્રણ પરિબળો નક્કી કરે છે. આ છે – અસ્થિરતા, વોલ્યુમ અને કોઈનની વર્તમાન પ્રવૃત્તિ. ડે ટ્રેડિંગ માટે સારી ક્રિપ્ટો નક્કી કરવા તેમજ ડે ટ્રેડિંગ માટે ક્રિપ્ટો કેવી રીતે પસંદ કરવી તે શીખવા માટે, તમારે આ ત્રણ બાબતોને ધ્યાનમાં લેવાની જરૂર છે.
1. વોલેટિલિટી
આ ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં દૈનિક વધઘટને દર્શાવે છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે સામાન્ય રીતે ક્રિપ્ટો અત્યંત અસ્થિર બજાર છે. આથી, તમે 10% થી 50% સુધી કોઈપણ દરની અપેક્ષા રાખી શકો છો – જેટલી વધુ વોલેટિલિટી, તેટલો વધુ નફો. જો કે, તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આનો અર્થ એ પણ છે કે રોકાણમાં વધુ જોખમ સામેલ છે.
ક્રિપ્ટોકરન્સી માર્કેટ માં પ્રવેશવા ઈચ્છતા ટ્રેડર ઉપર જતી કિંમતની અસ્થિરતા ધરાવતી એસેટ પર તેમના પૈસા લગાવવા માંગે છે. આમ કરવાથી એ સુનિશ્ચિત થશે કે જ્યારે એસેટમાં વધારો થશે, ત્યારે તમને સારો નફો થશે.
2. વોલ્યુમ
ક્રિપ્ટોકરન્સીનું વોલ્યુમ તેની આસપાસ કેવા પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે તે નક્કી કરવા માટે જવાબદાર છે. વોલ્યુમ નિર્ધારિત કરે છે કે શું પર્યાપ્ત લોકો તે ક્રિપ્ટોકરન્સી ખરીદી અથવા વેચી રહ્યાં છે કે કેમ. ઊંચા ટ્રેડિંગ વોલ્યુમ સૂચવે છે કે વધુ લોકો ખરીદી કરી રહ્યા છે અને તેનાથી વિપરીત નીચા વોલ્યુમ નીચું પ્રમાણ દર્શાવે છે. ઉચ્ચ વોલ્યુમ તકનીકી સૂચકાંકોને પણ વધુ વિશ્વસનીય બનાવે છે અને અણધાર્યા ઉછાળ અથવા ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઘટાડે છે.
3. વર્તમાન સમાચાર
ક્રિપ્ટો તેની આસપાસ થતી ચર્ચાઓથી ખૂબ પ્રભાવિત થાય છે. અને કેટલીકવાર, તેની સાથે કોઈ લેવાદેવા ન હોય તેવી ચર્ચાઓ દ્વારા પણ. દાખલા તરીકે, SHIB કોઈન ની કિંમતમાં વધારાની વાત કરીએ તો જ્યારે ઈલોન મસ્કે તેમની શિબુના બચ્ચાની માલિકીની ઇચ્છા વિશે ટ્વિટ કર્યું. ક્રિપ્ટો રોકાણોમાં સફળ થવા માટે, તમારે તમારા એકદમ તૈયાર રહેવું જોઈએ. ક્રિપ્ટોના સ્થાપકો વિશે વાંચવું, સોશિયલ મીડિયામાં થઈ રહેલી વાતચીતનો ટ્રૅક રાખવો અને ક્રિપ્ટોકરન્સી વિશે કોઈપણ નવી ચર્ચાઓ જોવાનું ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ તમને આગામી ક્રિપ્ટોકરન્સી નક્કી કરવામાં મદદ કરશે કે જે ભારતમાં વિસ્ફોટક બનશે.
ભારતમાં ડે ટ્રેડિંગ માટે શ્રેષ્ઠ ક્રિપ્ટોકરન્સી
આ આપણે ચર્ચાના મહત્ત્વપૂર્ણ ભાગ પર લાવે છે. ચાલો સંભવિત ક્રિપ્ટો એસેટ પર એક નજર કરીએ.
#1 ઇથેરિયમ
ઇથેરિયમ એ બજારમાં સૌથી વધુ લોકપ્રિય અલ્ટકોઈન છે. ઇથેરિયમની માંગ ક્યારેય બંધ થતી નથી, જે 2021 માં તેની આકર્ષક કિંમત વૃદ્ધિ દ્વારા પ્રતિબિંબિત થાય છે. આ ક્રિપ્ટોસ્ફિયરમાં સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ અને dApps માર્કેટનો શાસક છે જે અગાઉના વર્ષે કિંમતમાં આશ્ચર્યજનક 425% વધ્યો હતો.
એટલું જ નહીં, ઇથેરિયમ સારી વોલેટિલિટી પણ પ્રદાન કરે છે અને ઝડપથી નોંધપાત્ર નફો મેળવવાની ઉત્તમ તક પૂરી પાડે છે. રસપ્રદ વાત એ છે કે, ઇથેરિયમ 2022 માં ધરખમ ફેરફારની ધાર પર છે, બ્લોકચેન આ વર્ષે ETH-2 પ્રોટોકોલ અપનાવવા માટે સજ્જ છે. આ અપનાવવાની પ્રતિક્રિયાના સંદર્ભમાં ઉદ્યોગમાં અસ્પષ્ટતાને કારણે આ પહેલેથી જ બજારમાં ઇથેરિયમની અસ્થિરતાને વેગ આપી રહ્યું છે. આ છે ડે ટ્રેડિંગ માટે ક્રિપ્ટોકરન્સીની શોધ કરતી વખતે ઇથેરિયમની પસંદગી કરવાના તમામ કારણો!
#2 MATIC (મેટિક)
MATIC આ વર્ષની સૌથી આશાસ્પદ ક્રિપ્ટોકરન્સીમાંની એક છે. 1 જાન્યુઆરી 2021 ના રોજ $0.01 થી 2021 ના અંતમાં $2.9 ના સ્તર પર તેની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો! હવે, શા માટે મેટિક એ ડે ટ્રેડિંગ માટે આટલી આકર્ષક પસંદગી છે? કેટલીક ફોરકાસ્ટિંગ સેવાઓએ 2022 અને તેનાથી આગળ પણ મેટિક પર બુલિશ વ્યુ એટલે કે મોટી લેવાલીની આગાહી કરી છે. જાન્યુઆરી 2022 ના અંતમાં આ કોઈન ધીમે ધીમે ઘટી રહ્યો હતો.
અને આ જ તેને ભારતમાં સંભવિત સૌથી ઝડપથી વિકસતી ક્રિપ્ટોકરન્સી બનાવે છે! ઇથેરિયમના આગામી અપગ્રેડને પગલે મેટિકની બ્લોકચેન, પોલીગોનની આસપાસની ચર્ચા વધી રહી છે. જ્યારે મંદીનું વાતાવરણ દૂર થઈ જશે ત્યારે કોઈન વિકાસ પામશે. તમારી ડે ટ્રેડિંગ પોઝિશનને વધારવા માટે MATIC ખરીદવા માટે WazirX ની મુલાકાત લો.
#3 સોલાના (SOL)
સોલાના 2021 માં મુખ્ય પ્રવાહની ક્રિપ્ટોકરન્સી બની. આ ક્રિપ્ટો માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા 5મી સૌથી મોટી ક્રિપ્ટો એસેટના સ્થાને પહોંચી ગયું છે, જેમાં સોલાના વર્ષમાં કિંમતમાં 11,000% ની વૃદ્ધિ પામી છે! આ ક્રિપ્ટોને તેના ઝડપી ટ્રાન્ઝેક્શન અને ઓછી કિંમતને કારણે ઘણીવાર ‘ઇથેરિયમ-કિલર’ તરીકે ઓળખવામાં આવે છે.
આ અત્યંત ગતિશીલ ઇતિહાસ તેને ડે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ શ્રેષ્ઠ ક્રિપ્ટોકરન્સીનો યોગ્ય ભાગ બનાવે છે. તેનું કારણ અહીં આપેલું છે. સોલાના ઇકોસિસ્ટમ દરરોજ વધી રહી છે, જેમાં બ્લોકચેનમાં નવા પ્રોજેક્ટ જોડાઈ રહ્યા છે. NFT ટ્રાન્ઝેક્શનની ચૂકવણી કરવા માટે સોલાના સૌથી વધુ માંગ ધરાવતી ક્રિપ્ટોકરન્સીમાંની એક છે. આ બધું સોલાનાની અસ્થિરતાને વધુ વેગ આપે છે, જે તેને ભારતમાં ડે ટ્રેડિંગ માટે ઉત્તમ ક્રિપ્ટોકરન્સી બનાવે છે.
#4 રિપલ (XRP)
રિપલ, હાલમાં જેની કિંમત ₹61.89 છે તે, તેના અન્ય સમકક્ષોની તુલનામાં સસ્તું રોકાણ છે. 2021 માં કોઈનની કિંમતમાં ઘટાડો થવાનું શરૂ થયું હોવા છતાં, આ એક વખતનું મનપસંદ ક્રિપ્ટો એસેટ માટે કંઈ ખરાબ નથી. રિપલ માટે બજાર મંદીભર્યું લાગે છે, પરંતુ આ તેના માટે ક્ષણિક આંચકો હોઈ શકે છે.
ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોની આગાહી છે કે આગામી મહિનાઓમાં રિપલમાં ઘટાડો ચાલુ રહેશે. આ રિપલ અને તેના સ્થાપકો સામેના SEC મુકદ્દમાને કારણે છે. બજારમાં રોકાણકારની ભાવના જ છે જે એસેટની સાચી કિંમત નક્કી કરે છે. ક્રિપ્ટોકરન્સી માટે પણ આવું જ છે. અને તે હજુ સુધી રિપલના સમર્થનમાં નથી.
જો કે, નિષ્ણાતો સૂચવે છે કે 2022ના મધ્ય સુધીમાં પરિસ્થિતિ બદલાશે. રિપલ ટીમ SEC સામેના તેમના વલણથી ખુશખુશાલ દેખાઈ રહી છે, અને આ પહેલેથી જ બજારના સેન્ટિમેન્ટને પ્રભાવિત કરી રહી છે. અગ્રણી બેંકો સાથેના નવા કરારો એ રિપલની કિંમતના મુખ્ય ચાલકો છે તે ભૂલશો નહીં. ઉદાહરણ તરીકે, ઓગસ્ટ 2021 માં, ભારતની સૌથી મોટી બેંક HDFC બેંક લિમિટેડ RippleNet માં જોડાઈ. અને બેન્કિંગ સેક્ટર એસેટ પાછળ દોડી રહ્યું છે. ભારતમાં વિસ્ફોટ થઈ શકે તેવી સંભાવના ધરાવતી આગામી ક્રિપ્ટોકરન્સીમાંની એક રિપલ હોઈ શકે છે.
#5 બિનાન્સ કોઈન (BNB)
બિનાન્સ કોઈન બજારનો ત્રીજો સૌથી મોટો કોઈન બની ગયો છે અને ઉપલબ્ધ સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ – બિનાન્સ દ્વારા સપોર્ટેડ છે. ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટમાં બિનાન્સની પ્રભુત્વ ધરાવતી હાજરી સાથે, બિનાન્સ કોઈન એ ડે ટ્રેડિંગ માટે સલામત રોકાણ છે. તેનું કારણ અહીં આપેલું છે.
Binance ગેમિંગ અને ફાર્મિંગના સંદર્ભમાં વિકસતા NFT ઉદ્યોગ માં ઘણું રોકાણ કરે છે. એક્સચેન્જ એવું પ્લેટફોર્મ ઓફર કરે છે જ્યાં તમે સમગ્ર ક્રિપ્ટો ઉદ્યોગના કોઈપણ ઉત્પાદન હિસ્સાના વેપારમાં ભાગ લઈ શકો છો. આ એક સૂચક છે કે BNBની માંગમાં વધારો થશે.
આ ક્રિપ્ટોકરન્સીમાં સફળ રોકાણ કરવા માટે, તમારે તેની સાથે સંકળાયેલા ક્રિપ્ટો એક્સચેન્જના સમાચારોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ એટલા માટે છે કારણ કે એક્સ્ચેન્જ દ્વારા કોઈપણ હિલચાલ કોઈનની કિંમત પર નોંધપાત્ર અસર કરશે. રસપ્રદ રીતે, આ કોઈન ઇથેરિયમ કરતાં વધુ અસ્થિરતા દર્શાવે છે.
ભારતમાં ડે ટ્રેડિંગ માટે શ્રેષ્ઠ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કેવી રીતે કરવું?
હવે જ્યારે તમે જાણો છો કે ક્યાં રોકાણ કરવું, તે કેવી રીતે કરવું તેનો જવાબ જાણવાની જરૂર છે.
ભારતમાં હજુ પણ ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ માટે સ્થાપિત માળખાની હાજરીનો અભાવ છે. આ જગ્યાએ ક્રિપ્ટો એક્સચેન્જો તમારા બચાવમાં આવે છે. તમે શરૂઆત કરી શકો એ માટે કેટલાક એક્સચેન્જોમાં યુઝર-ફ્રેંડલી ઇન્ટરફેસ હોય છે. આમાંનું એક છે WazirX. તમારે ફક્ત એક એકાઉન્ટ બનાવી, તમારું KYC પૂર્ણ કરી, ફંડ જમા કરાવી તમે જેમાં રોકાણ કરવા માંગો છો તે ક્રિપ્ટો પસંદ કરવાની જરૂર છે. બસ આટલું સરળ! જો તમે પ્લેટફોર્મ પર આપવામાં આવેલી તમામ નીતિઓને ધ્યાનથી વાંચો તો તે શ્રેષ્ઠ રહેશે. ખાતરી કરો કે તમારી પાસે જરૂર પડી શકે તેવા તમામ દસ્તાવેજો તૈયાર છે.
અને પછી, તમારે ફક્ત તમારું રોકાણ કરવાનું છે. આ આટલું સરળ પહેલા ક્યારેય ન હતું!
નિષ્કર્ષ
ભારતમાં ડે ટ્રેડિંગ માટે શ્રેષ્ઠ ક્રિપ્ટોકરન્સીના જ્ઞાન સાથે, તમે તમારા બજેટ અને જોખમના આધારે તમે જેમાં ટ્રેડિંગ કરવા માંગો છો તે પસંદ કરી શકો છો. તમે એક દિવસના ટ્રેડિંગ ક્રિપ્ટોમાં બનાવી શકો તે પૈસા પર કોઈ કેપ નથી. જો કે, તમારે વધુ નોંધપાત્ર લાભ મેળવવા માટે દાવ પરની નોંધપાત્ર મૂડી ગીરવે મુકવાની જરૂર છે. અહીં તમારે તમારી નિષ્પક્ષતાનો ઉપયોગ કરીને તે નિર્ધારિત કરવાની જરૂર છે કે તમારી પસંદગીના ક્રિપ્ટો તેના માટે યોગ્ય છે કે નહીં. ક્રિપ્ટો ઉદ્યોગ વૃદ્ધિ પામી રહ્યો છે અને સમૃદ્ધ થઈ રહ્યો છે. તમારે ફક્ત વલણોનો અભ્યાસ કરવાની અને વિશ્વાસના આધારે રોકાણ કરવાની જરૂર છે.
અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.