ક્રિપ્ટો અને બ્લોકચેન પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ આખરે હવે કાળા અને સફેદ રંગમાં છે! 1 ફેબ્રુઆરી 2022 ક્રિપ્ટોના ઇતિહાસમાં એક છાપ છોડી છે. ભારત આખરે ક્રિપ્ટો સેક્ટરને કાયદેસરતા આપવાના માર્ગ પર છે. સરકારના આ પ્રગતિશીલ વલણથી ઉદ્યોગને મહદ્ અંશે માન્યતા મળી છે. સરકાર ચોક્કસપણે હવે પ્રતિબંધ વિશે વિચારી રહી નથી!
આપણાં નાણાં પ્રધાને સંકેત આપ્યો છે કે ક્રિપ્ટો ‘વર્ચુઅલ ડિજિટલ એસેટ્સ’ શ્રેણી હેઠળ આવે છે અને તે એક વિશેષ સંપત્તિ વર્ગ છે. અમે તેમના શબ્દો સાથે સહમત છીએ કે ક્રિપ્ટો એ ચલણ નથી. બીજી તરફ, RBI દ્વારા સંચાલિત ડિજિટલ ચલણ પણ આવવાની રાહ પર છે. આ એક અસાધારણ સમાચાર છે કે ભારત ટૂંક સમયમાં જ બ્લોકચેન-સંચાલિત ડિજિટલ રૂપિયો લોન્ચ કરી રહ્યું છે. આ પગલાથી ક્રિપ્ટો અપનાવવાનો માર્ગ મોકળો થશે અને ભારતને નવીનતા અને વેબ ૩.૦ ને અપનાવવામાં અગ્રેસરતા મળશે.
મોટા ભાગના ભારતીય ક્રિપ્ટો રોકાણકારો અત્યાર સુધીમાં તેમના આવકવેરા રિટર્નમાં ક્રિપ્ટો સંબંધિત આવકનો સ્વ-અહેવાલ આપી રહ્યા છે. હવે, કલમ 115BBH (વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સમાંથી થતી આવક પર કર) અને 194એસ (વર્ચ્યુઅલ ડિજિટલ એસેટના સ્થાનાંતરણ પર ચુકવણી) ની રજૂઆત સાથે, કરવેરા અને સરકારી માન્યતા પર સ્પષ્ટતા પ્રાપ્ત થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો:
- કલમ 115BBH: નાણાકીય વર્ષ (FY) 2022-23થી ક્રિપ્ટો અને એનએફટી જેવી વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતોના હસ્તાંતરણમાંથી મેળવેલી કોઈ પણ આવક (વેચાણ અવેજ (ઓછા) સંપાદન ખર્ચ) પર 30% ફ્લેટ ટેક્સ લાગશે.
- કલમ 194S: 1 જુલાઈ 2022થી, વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતના સ્થાનાંતરણ માટે અવેજ (રોકડ અથવા એ પ્રકારે) તરીકે કોઈ પણ રકમ ચૂકવવા માટે જવાબદાર કોઈપણ વ્યક્તિ (ખરીદનાર) એ 1% કર કાપવાનો રહેશે અને આ કરની રકમ સરકાર પાસે જમા કરાવવી પડશે (શરતોને આધિન). આ જોગવાઈના કાર્યકારી પાસાઓ અંગે વધુ સ્પષ્ટતા હજી સુધી પ્રાપ્ત થવાની બાકી છે.
- કલમ 56: ઉપરોક્ત ઉપરાંત, ભેટ તરીકે પ્રાપ્ત થયેલી વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતોને ‘અન્ય સ્ત્રોતોમાંથી થતી આવક’ શીર્ષક હેઠળ (ભેટ મેળવનાર દ્વારા) જાહેર કરવાની અને કર માટે ઓફર કરવાની રહેશે.
જ્યારે આ કાયદાનું સંક્ષિપ્ત અર્થઘટન છે, ત્યારે સરકાર તરફથી ટૂંક સમયમાં વધુ સ્પષ્ટતાની અપેક્ષા છે. આ દરમિયાન ક્રિપ્ટો બજારોએ આ ઘટનાક્રમો પર સકારાત્મક પ્રતિક્રિયા આપી છે અને ખરીદ બજારોમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ ઉપરાંત, આપણાં નાણામંત્રી દ્વારા એ વાત પર પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે 2022નું આ બજેટ યુવાનો માટે રોજગારની તકો ઉભી કરવા માટે છે. એક ઉદ્યોગ તરીકે અને સરકાર દ્વારા આપવામાં આવેલી માન્યતા સાથે, આપણે વિશ્વાસપૂર્વક કહી શકીએ છીએ કે ક્રિપ્ટો ક્ષેત્ર રોજગારની તકો ઉભી કરવાની સાથે સાથે ભારતના 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના દ્રષ્ટિકોણમાં ફાળો આપવાની પુષ્કળ સંભાવના ધરાવે છે. ક્રિપ્ટોથી આપણા GDPને ઘણો ફાયદો થઈ શકે છે!
બીજું એક પાસું જે આપણે ધ્યાનમાં લેવું જોઈએ તે એ છે કે, હવેથી, મોટાભાગના લોકો, ખાસ કરીને કોર્પોરેટ્સ, જેઓ અનિશ્ચિતતાઓને કારણે સાઈડલાઈન પર હતા, તેઓ હવે ક્રિપ્ટોમાં ભાગ લઈ શકશે. એમાં કોઈ શંકા નથી કે, બજારમાં કેટલાક ટૂંકા ગાળાના ઘટાડાની અપેક્ષા રાખી શકાય છે. પણ પછી, અત્યારથી જ ચિંતા કરવા જેવું કંઈ નથી; અમે ઘણા અનુભવી અને ગંભીર રોકાણકારોને પ્રવેશ કરતા જોઈ શકીએ છીએ.
તદુપરાંત, અમને વઝીરએક્સ(WazirX) જેવા એક્સચેન્જોને ટેકો આપતી ઘણી બધી બેંકો અને નાણાકીય ભાગીદારોની પણ આશા છે.
બજેટની જાહેરાત સાથે આ પરિદ્રશ્યની નોંધ લેવામાં આવી છે, અમે ભારતમાં આ ઉભરતી એસેટ ક્લાસના કાનૂની અમલીકરણની રાહ જોઈ રહ્યા છીએ. આ માત્ર શરૂઆત છે, કોઈ અંત નથી. અહીં ઘણી બધી હકારાત્મક વસ્તુઓની સંભવિતતા રહેલી છે. અમે વિકાસના દરેક તબક્કે તમને પોસ્ટ કરતાં રહીશું. કોઈ પ્રશ્રો હોય તો તમે અહીં અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો.
સૌને અભિનંદન, આ જીત માટે!
આ સમય દરમિયાન અમારી પડખે ઊભા રહેવા બદલ આપનો આભાર, અને અમને તમારા સતત સહકારની આશા છે કારણ કે #IndiaWantsCrypto 🇮🇳
અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.