
નમસ્તે મિત્રો!
અમે ઘણા લાંબા સમયથી WazirX મોબાઇલ એપ્લિકેશન્સમાં ડાર્ક મોડ ધરાવીએ છીએ અને આ મોડ બધાને તે બહુ ગમ્યો છે. આપણે ડાર્ક મોડની સરાહના કરીએ છીએ અને તેને પસંદ કરીએ છીએ તે અંગે કોઈ બે મત નથી. તેથી, તમારા તરફથી અસંખ્ય ભલામણો પછી અમે હવે WazirX વેબ માટે પણ આતુરતાથી રાહ જોવાઈ રહેલા ડાર્ક મોડને રજૂ કરી રહ્યા છીએ!
મોટાભાગના એકાઉન્ટ્સમાં વેબસાઇટ પર ડિફૉલ્ટ રૂપે ડાર્ક મોડ સક્ષમ કરવામાં આવશે; પરંતુ જો એવું ન હોય તો તમે તેને તમારા એકાઉન્ટ માટે તેને સક્રિય (અથવા નિષ્ક્રિય) કરવા માટે આ પગલાંને અનુસરી શકો છો.
WazirX વેબ માટે ડાર્ક મોડને કેવી રીતે ચાલુ કરવો?
- WazirX વેબસાઇટ પર તમારા એકાઉન્ટમાં લૉગિન કરો.
- લાઇટ મોડમાંથી ડાર્ક મોડમાં બદલવા માટેનું ટૉગલ એક્સચેન્જ પેજ પર ઉપરના જમણા ખૂણે ઉપલબ્ધ છે.
- ટૉગલ બટન પર ક્લિક કરો.
- લાઇટ મોડને ફરીથી ચાલુ કરવા માટે, તમે તે જ ટૉગલ પર ફરીથી ક્લિક કરી શકો છો.
અમે આશા રાખીએ છીએ કે આ આતુરતાથી રાહ જોવાઈ રહેલી સુવિધાનો પરિચય તમારા અનુભવને સમૃદ્ધ બનાવશે અને તમારી ક્રિપ્ટો સફરમાં તમને મદદ કરશે.
હેપ્પી ટ્રેડિંગ!
