Table of Contents
નોંધ: આ બ્લોગ એક બહારના બ્લોગર દ્વારા લખવામાં આવ્યો છે. આ પોસ્ટમાં અભિવ્યક્ત થયેલા મંતવ્યો અને અભિપ્રાયો માત્ર અને માત્ર લેખકના છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વમાં ક્રિપ્ટો સેક્ટર સૌથી ઝડપથી વિકસતા ડોમેઇનમાંનું એક રહ્યું છે. હવે લગભગ 2000 ક્રિપ્ટોકરન્સી ઉપલબ્ધ છે, જેમાં ઘણાને ખૂબ આશાસ્પદ અને અભૂતપૂર્વ વિચારોનું સમર્થન છે. તેમ છતાં, સેન્ટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મ આ સંપત્તિઓમાં વ્યવહાર કરવાના સૌથી વધુ અને સુલભ માધ્યમો રહ્યા છે.
આ સ્થિતિને પરિણામે ડિસેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જ (DEX) પ્લેટફોર્મના વિકાસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ડિસેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જ (DEX) લોકપ્રિયતા મેળવી રહ્યા છે કારણ કે તેઓ સેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જ (CEX) કરતા વધુ સારી સુરક્ષા બાંયધરી પ્રદાન કરે છે. યુનિસ્વેપ(Uniswap) આ બાબતમાં એક જાણીતું ઉદાહરણ છે.
પરંતુ ડિસેન્ટ્રલાઇઝ્ડ (વિકેન્દ્રિત) એક્સચેન્જને વધુ સારી રીતે સમજવા માટે આપણે પહેલા ડિસેન્ટ્રલાઇઝેશન (વિકેન્દ્રીકરણ) ખરેખર શું છે તેનાથી શરૂઆત કરવી જોઈએ.
ડિસેન્ટ્રલાઇઝેશન/ Decentralization (વિકેન્દ્રીકરણ) શું છે?
સ્ત્રોત: P2P Foundation
હાલમાં આપણે ડિસેન્ટ્રલાઇઝેશન વિશે ઘણું સાંભળીએ છીએ. પરંતુ તેનો વાસ્તવિક અર્થ શું છે? ઉપરની આકૃતિઓમાં ત્રણ જુદા જુદા પ્રકારના નેટવર્ક આર્કિટેક્ચર દર્શાવવામાં આવ્યા છે. આકૃતિઓમાં નેટવર્ક્સ અન્ય બાબતો ઉપરાંત સામાજિક સંબંધો, કમ્પ્યુટર નેટવર્ક્સ અને અલબત્ત, નાણાકીય વ્યવહારો જેવા વાસ્તવિક વિશ્વના કોઈપણ નેટવર્કને દર્શાવી શકે છે. દરેક નોડ (જેને પીઅર તરીકે પણ ઓળખવામાં આવે છે) એ સ્વ-સમાવિષ્ટ અસ્તિત્વ છે (દા.ત. સમાજમાં વ્યક્તિ, કમ્પ્યુટર નેટવર્કમાં કમ્પ્યુટર, જૈવિક પ્રણાલીઓમાં કોષ). દરેક લિંક બે નોડ વચ્ચેનું જોડાણ સૂચવે છે. ઉદાહરણ તરીકે, સમાજમાં બે લોકો વચ્ચે સંબંધ છે જે મિત્રો છે. કમ્પ્યુટર નેટવર્કમાં બે નોડ્સ વચ્ચે ત્યારે જોડાણ થાય છે જયારે તેઓ એકબીજા સાથે સીધો સંવાદ કરે છે.
ડાબી બાજુની આકૃતિ સંપૂર્ણપણે સેન્ટ્રલાઇઝ્ડ સંસ્થાને દર્શાવે છે. વચ્ચે આવેલા નોડ મારફતે બધા નોડ્સ એકબીજા સાથે વાતચીત કરે છે. ઉદાહરણ તરીકે, સીએક્સ(CEX)માં તમામ વ્યવહારો એક્સચેન્જ દ્વારા સંચાલિત સેન્ટ્રલ સર્વર મારફતે કરવામાં આવે છે.
વચ્ચેની આકૃતિમાં હાઈબ્રીડ સિસ્ટમ દર્શાવવામાં આવી છે. સિસ્ટમમાં અસંખ્ય નોડ છે જે હબ તરીકે કાર્ય કરે છે. નોડ વચ્ચેનો સંદેશાવ્યવહાર આ હબ મારફતે પસાર થવો આવશ્યક છે. આવા અભિગમોનો ઉપયોગ નવીનતમ ડેક્સ (DEXes) (ઉદાહરણ તરીકે, 0x અને KyberNetwork) દ્વારા ઓર્ડર મેચિંગ અને લિક્વિડિટી સપ્લાય માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 0xમાં હબ તરીકે કામ કરતા રિલેયર્સની પ્રતિબંધિત સંખ્યા મારફતે ઓર્ડર મેચિંગ પસાર થવું આવશ્યક છે. ત્યારે કાયબરનેટવર્ક (KyberNetwork) લિક્વિડિટી સેન્ટર્સ તરીકે કાર્ય કરે છે.
જમણી બાજુની આકૃતિ સંપૂર્ણપણે ડિસેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમને દર્શાવે છે. નેટવર્કમાં દરેક નોડ નાની સંખ્યા હોય એવા અન્ય નોડ્સ સાથે લિંક હોય છે અને એક સરખા સભ્ય તરીકે કાર્ય કરે છે. તે સૌથી ડાબી બાજુની આકૃતિ જેવી કોઈ સેન્ટ્રલાઇઝ્ડ સંસ્થાઓ નથી, કે વચ્ચેની આકૃતિની જેમ તેમાં હબ નથી. ડેક્સ (DEXes) ઓર્ડર મેચિંગ, ટ્રાન્ઝેક્શન સેટલમેન્ટ વગેરે સહિત તમામ કાર્યક્ષમતાઓ માટે આદર્શ રીતે આવા લક્ષ્યોને પૂર્ણ કરવા જોઈએ.
ડેક્સ (DEX- ડિસેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જ) શું છે અને તે કેવી રીતે અલગ છે?
સૌથી મૂળભૂત અર્થમાં ડિસેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જ એક નવી પ્રકારની જોડી-મેચિંગ સેવા પ્રદાન કરે છે, જે ટ્રેડર્સને ફંડ મેનેજ કરવા માટે વચેટિયા સંસ્થાની જરૂરિયાત વિના ઓર્ડર અને ક્રિપ્ટોકરન્સીનો વેપાર કરવાની મંજૂરી આપે છે.
સ્વ-અમલીકરણ સ્માર્ટ કરારો પરની તેની નિર્ભરતાને કારણે સામાન્ય રીતે સેન્ટ્રલાઇઝ્ડ ક્રિપ્ટો એક્સચેન્જ પર ઓફર કરવામાં આવતી કિંમત કરતા નોંધપાત્ર સસ્તા ખર્ચે આ ડિસેન્ટ્રલાઇઝ્ડ ડાયનામિક સિસ્ટમ ઝડપી ટ્રેડ માટે સક્ષમ બનાવે છે.
સેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જ માટે ગ્રાહકોને ડિપોઝીટ બનાવવી પડે છે અને પછી આઇઓયુ (IOUs (જે “હું તમારો ઋણી છું” માટે છે અને એક અનૌપચારિક દસ્તાવેજનો ઉલ્લેખ કરે છે કે એક પક્ષ બીજા પક્ષનો ઋણી છે)) જારી કરવું પડે છે કે જે એક્સચેન્જ પર મુક્તપણે એક્સચેન્જ કરવામાં આવે છે. જ્યારે ક્લાયન્ટ ઉપાડની વિનંતી કરે છે, ત્યારે આ આઇઓયુ (IOUs)ને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને લાભદાયી માલિકને પહોંચાડવામાં આવે છે.
આ ઉપરાંત, સેન્ટ્રલાઇઝ્ડ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ તેમના ગ્રાહકોની ક્રિપ્ટો સંપત્તિ રાખે છે, જેમાં ખરીદનાર અને વેચનાર બંનેનો સમાવેશ થઈ શકે છે, અને તેઓ ફંડને એક્સેસ કરવા માટે જરૂરી ખાનગી ચાવીઓને નિયંત્રિત કરે છે.
શા માટે ડિસેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જનો ઉપયોગ કરવો જોઈએ?
નવા લોકો માટે તમારી ખાનગી ચાવીઓ રાખવાની ક્ષમતાને ગોપનીયતા-સભાન યુઝર્સ માટે એક અગત્યની સુવિધા તરીકે જોવામાં આવે છે કે જેઓ તેમની ક્રિપ્ટો સંપત્તિ પર સંપૂર્ણ નિયંત્રણની ઇચ્છા રાખે છે. સેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જ મોડેલમાં એક એન્ટિટી યુઝર્સની ખાનગી ચાવીઓ જાળવે છે અને વેપારને સક્ષમ બનાવે છે. બીજી તરફ, ડિસેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જ યુઝર્સને તેમની પોતાની ખાનગી ચાવીઓ અને નાણાં પર નિયંત્રણ જાળવતા વિતરિત લેજર પર ક્રિપ્ટોકરન્સીનો વેપાર કરવાની મંજૂરી આપે છે.
બીજું, સેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જથી વિપરીત ડિસેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જમાં ફી નોંધપાત્ર રીતે ઓછી છે અને ઘણા કિસ્સાઓમાં તો શૂન્ય છે. ઓટોમેટેડ માર્કેટ મેકર્સ તરીકે ઓળખાતા ઇનોવેશન મારફતે ડિસેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જ ખર્ચ (AMM)માં ધરખમ ઘટાડો કરી શકે છે.
પરંપરાગત ઓર્ડર બુક લિક્વિડિટી પૂલથી બદલવામાં આવે છે જે AMMsનો ઉપયોગ કરતી વખતે ટ્રેડિંગ જોડીમાં બંને ક્રિપ્ટો એસેટ્સ માટે અગાઉથી ફંડ પૂરું પાડવામાં આવેલ છે. લિક્વિડિટી યુઝર્સના નેટવર્ક દ્વારા પૂરી પાડવામાં આવે છે, જે તેઓ જે લિક્વિડિટી પૂલમાં હિસ્સો લે છે તેના ટકાના આધારે ટ્રેડિંગ ફી મારફતે તેમની ડિપોઝીટ પર પેસિવ આવક મેળવી શકે છે.
આજે બધા સેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જ ક્રિપ્ટો કસ્ટોડિયલ સર્વિસ તરીકે કામ કરે છે. આનો અર્થ એ છે કે તેઓ યુઝર્સની ક્રિપ્ટો સંપત્તિને સંભાળે છે, અને ક્રિપ્ટોકરન્સીનો મોટો જથ્થો એક જ સ્થળે સંગ્રહિત હોવાથી સેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જ હુમલાઓ માટે સંવેદનશીલ છે. ડિસેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જ ફંડ ધરાવતા નથી, તેથી તે આવા હુમલાખોરો માટે ઇચ્છનીય લક્ષ્ય નથી.
ડેક્સ થકી સમગ્ર યુઝરમાં કસ્ટડી વહેંચવામાં આવે છે, જે હુમલાઓને વધુ ખર્ચાળ, ઓછા લાભદાયક અને વધુ મુશ્કેલ બનાવે છે. એકલો યુઝર સંપૂર્ણપણે ફંડ મેનેજ કરતો હોવાથી વચેટિયાનો અભાવ એ પણ સૂચવે છે કે મોટાભાગના ડેક્સ (DEXes)માં સમકક્ષ જોખમ ઓછું હોય છે કારણ કે ફંડ એકલા યુઝરની સંપૂર્ણ માલિકીનું છે, જે એકલા ક્રિપ્ટો ટ્રેડરને સંપૂર્ણ સ્વતંત્રતા અને સત્તા પ્રદાન કરે છે.
જ્યારે ડિસેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જના ઘણા નવીન લાભ છે, તેની કેટલીક નકારાત્મક બાબત છે.
ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ માટે લિક્વિડિટીનો આવશ્યક સ્ત્રોત છે, જે દૈનિક ટ્રેડ પ્રવૃત્તિમાં અબજો ડોલરને સપોર્ટ આપે છે. જો તમે ભૂતકાળમાં ક્રિપ્ટોકરન્સી ખરીદી હોય, તો તમે નિઃશંકપણે વઝીરએક્સ અને બિનાન્સ જેવા એક્સચેન્જ મારફતે તે કર્યું છે.
આ ઉપરાંત, ડેક્સ (DEXes) અપ્રશિક્ષિત નજરને એકદમ જટિલ લાગી શકે છે. ઉપરાંત, યુઝરે તેની ખાનગી ચાવીઓ અને ફંડ યોગ્ય રીતે મેનેજ કરવાની જરૂર છે, જે ઘણીવાર ઘણા યુઝર્સ માટે સમય અને ખર્ચ-અસરકારક નથી. તેથી, એ વિચારી શકાય કે જ્યારે ડેક્સની વાત આવે છે ત્યારે પ્રવેશ કરવામાં બૌદ્ધિક અવરોધ આવે છે.
જોકે, ક્રિપ્ટો ઉદ્યોગ તેની સતત નવીનતાઓ માટે જાણીતો છે અને ટૂંક સમયમાં યુઝર-ફ્રેન્ડલી પ્લેટફોર્મ ઉભરી આવશે, જે ક્યાંક જાણ્યા/અજાણ્યા સ્ટાર્ટ-અપ દ્વારા બનાવવામાં આવ્યું હોય.
હવે, મુખ્ય સિદ્ધાંત તરીકે ડિસેન્ટ્રલાઇઝ્ડ સાથે એક્સચેન્જની નવી પેઢી ક્રિપ્ટો વિશ્વ તરફથી લોકપ્રિયતા અને ધ્યાન આકર્ષિત કરી રહી છે. સ્ક્વેર અને ટ્વિટરના સીઇઓ જેક ડોર્સીએ પણ તાજેતરમાં તેમના 5.6 મિલિયન સોશિયલ મીડિયા ફોલોઅર્સને જણાવ્યું હતું કે તેઓ ક્રિપ્ટોકરન્સી ડિસેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જ (BTC) પર કામ કરી રહ્યા છે.
અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.