Table of Contents
ક્રિપ્ટોકરન્સીએ વિશ્વભરમાં ઓળખ મેળવી છે અને તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેને સ્ટોક એક્સચેન્જ સિસ્ટમ જેવું જ ગણવામાં આવે છે. તમે સ્ટોક એક્સચેન્જમાં સ્ટોક સાથે કરો છો તેમ જ તમે તમારી ક્રિપ્ટોકરન્સીને ક્રિપ્ટો એક્સચેન્જમાંથી ઉપાડી શકો છો અને તેને એક્સટર્નલ વૉલેટમાં રાખી શકો છો.
નિયમિતપણે ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન સાથે વ્યવહાર કરતી વખતે ક્રિપ્ટો વૉલેટના પ્રકારો વિશે જાણવું એ પણ એક આવશ્યક પગલું છે. શ્રેષ્ઠ ક્રિપ્ટો વૉલેટ્સ પસંદ કરવાથી તમારા ક્રિપ્ટોકરન્સી પોર્ટફોલિયોને સ્ટોર અને મેનેજ કરવાનું સરળ બને છે (અને કદાચ આનંદપ્રદ પણ).
આ લેખમાં, ચાલો આપણે ઉપલબ્ધ વિવિધ પ્રકારના ક્રિપ્ટો વૉલેટ્સ વિશે સમજીએ.
ક્રિપ્ટો વૉલેટ શું છે?
“વિવિધ પ્રકારના ક્રિપ્ટો વૉલેટ્સ” વિશે જાણો તે અગાઉ તમારે તેમની સમજણ મેળવવી આવશ્યક છે.
સૌપ્રથમ બાબત એ કે ક્રિપ્ટોકરન્સીની માલિકી એ નિયમિત નાણાંની માલિકી કરતાં અલગ છે. ક્રિપ્ટોકરન્સી એ કોડ્સનો સંગ્રહ છે જે મૂર્ત સ્વરૂપમાં અસ્તિત્વમાં નથી અને અનન્ય એડ્રેસ સાથે બ્લોકચેન પર હાજર હોય છે.
બે પ્રકારની કી હોય છે, પ્રાઇવેટ અને પબ્લિક કી, જે તમને ક્રિપ્ટોકરન્સીના ટ્રાન્ઝેક્શન અને વ્યવહારોમાં મદદ કરે છે. પબ્લિક કીનો ઉપયોગ અન્ય વપરાશકર્તાઓને ક્રિપ્ટો એસેટને સ્થાનાંતરિત કરવામાં મદદ કરવા માટે થાય છે, અને પ્રાઇવેટ કીનો ઉપયોગ તેમને એકસાથે વૉલેટમાં અનલૉક કરવા માટે થાય છે.
તમારા ફંડને સુરક્ષિત રાખવા માટે ક્રિપ્ટો વૉલેટ પ્રમાણભૂત વૉલેટ જેવું જ હોય છે. બીજી બાજુ, ક્રિપ્ટો વૉલેટના વિવિધ પ્રકારો નિયમિત વૉલેટ કરતાં વધુ સુરક્ષા પ્રદાન કરે છે. વાસ્તવમાં, ક્રિપ્ટો વૉલેટ્સમાં ક્યારેય વાસ્તવિક કોઇન્સ હોતા નથી; તેઓ માત્ર ક્રિપ્ટો-એસેટ કીની સલામતીની ખાતરી આપે છે. લોકોને ફંડ સાથે જોડવા અને તેમની સલામતીની ખાતરી કરવા માટેની માહિતી ક્રિપ્ટો વૉલેટમાં સંગ્રહિત થઈ શકે છે.
ક્રિપ્ટો વૉલેટમાં પબ્લિક અને પ્રાઇવેટ કીનું મહત્ત્વ
આપણે ક્રિપ્ટો વૉલેટના પ્રકારો વિશે શીખીએ તે પહેલાં, ચાલો જોઈએ કે પ્રાઇવેટ અને પબ્લિક કી ક્રિપ્ટો વૉલેટ સાથે કેવી રીતે સંબંધિત છે. જ્યારે તમે ક્રિપ્ટો વૉલેટની સ્થાપના કરો છો, ત્યારે તમને તમારા વૉલેટ સાથે લિંક કરેલી એક પ્રાઇવેટ કી અને પબ્લિક કી પ્રદાન કરવામાં આવશે. ઉદાહરણ તરીકે તમારા ઇમેઇલને ધ્યાનમાં લો. તમે ઇમેઇલ મેળવવા ઈચ્છો છો તે વ્યક્તિને તમારું ઇમેઇલ એડ્રેસ આપો છો.
જો કે, તમારું ઇમેઇલ એડ્રેસ શેર કરો એનો અર્થ એમ નથી કે અન્ય લોકોને તમારા એકાઉન્ટમાંથી ઇમેઇલ મોકલવાની મંજૂરી આપવામાં આવશે. આવું કરવા માટે કોઈને તમારા ઇમેઇલ એકાઉન્ટનો પાસવર્ડ જાણવાની જરૂર પડશે. ક્રિપ્ટો વૉલેટ્સમાં પબ્લિક કી અને પ્રાઇવેટ કીનો ઉપયોગ આ જ રીતે થાય છે.
પબ્લિક કી એક ઇમેઇલ એડ્રેસ તરીકે કામ કરે છે જે કોઈપણ સાથે શેર કરી શકાય છે. તે એ સમયે બનાવવામાં આવે છે જ્યારે તમે તમારા વૉલેટને કોઈની પાસેથી રોકડ સ્વીકારવા તૈયાર કરો છો.
પ્રાઇવેટ કી એક સુરક્ષિત રાખેલું રહસ્ય છે. તે તમારા પાસવર્ડ જેવું જ છે, જે હેક ન થવું જોઈએ અને કોઈની સાથે શેર ન કરવું જોઈએ. તમે આ પ્રાઇવેટ કીનો ઉપયોગ કરીને તમારા પૈસા ખર્ચો છો. જો કોઈને તમારી પ્રાઇવેટ કીની ઍક્સેસ મળે છે, તો તમારું એકાઉન્ટ હેક થવાની સંભાવના રહે છે અને તમે તમારી તમામ બિટકોઈન ડિપોઝીટ ગુમાવશો.
ક્રિપ્ટો વૉલેટની વિશેષતાઓ
અહીં ક્રિપ્ટો વૉલેટની વિશેષતાઓની એક ઝાંખી આપેલી છે:
- ઉપયોગ કરવામાં સરળ: તમે દરરોજ ઉપયોગ કરો છો તે કોઈપણ અન્ય સોફ્ટવેર અથવા વૉલેટની જેમ જ તે કાર્ય કરે છે.
- અત્યંત સુરક્ષિત: તમારી પ્રાઇવેટ કી સુરક્ષિત રાખવા માટે જ છે.
- રીયલ-ટાઇમમાં ક્રોસ-બોર્ડર ટ્રાન્ઝેક્શન માટે પરવાનગી આપે છે: આ કોઈ મધ્યસ્થી વિના અવરોધ-મુક્ત છે.
- ઓછો ટ્રાન્ઝેક્શન ખર્ચ: નિયમિત બેંકની તુલનામાં ટ્રાન્ઝેક્શન ખર્ચ નોંધપાત્ર રીતે ઓછો છે.
- અનેક ક્રિપ્ટોકરન્સીના ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપે છે: આ ચલણના રૂપાંતરણને સરળ બનાવે છે.
ક્રિપ્ટો વૉલેટ્સના વિવિધ પ્રકારો
બે પ્રકારના ક્રિપ્ટો વૉલેટ્સ હોય છે જેમના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. તે છે:
- હોટ વૉલેટ
- કોલ્ડ વૉલેટ
હોટ વૉલેટ એવા વૉલેટ છે જે અમુક રીતે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોય છે. બીજી તરફ, કોલ્ડ વૉલેટ એ ભૌતિક વૉલેટ્સ છે જે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોતા નથી.
હોટ વૉલેટ કોલ્ડ વૉલેટ કરતાં વધુ ફ્લેક્સિબલ હોય છે પરંતુ ઓછા સલામત હોય છે. હોટ વૉલેટ ડિજિટલ હોવાથી તે તમને ગમે ત્યાંથી તમારી કેશને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. બીજી બાજુ, ડિજિટલ હોવાને કારણે તેઓ કોઈક રીતે સંવેદનશીલ છે.
કોલ્ડ વૉલેટ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ન હોવાથી, તે સામાન્ય રીતે વધુ સુરક્ષિત હોય છે. કોલ્ડ વૉલેટમાંથી પૈસા ગુમાવવા માટે, તેને ભૌતિક રીતે લેવું પડે છે. જો કે, સુરક્ષાનું આ સ્તર મુસાફરી કરતી વખતે રોકડ એક્સચેન્જ કરવાનું વધુ પડકારજનક બનાવે છે.
કોલ્ડ અને હોટ વૉલેટ્સનું મિશ્રણ નોંધપાત્ર બિટકોઇન હોલ્ડિંગ ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. કોલ્ડ વૉલેટ મોટાભાગની એસેટનું રક્ષણ કરી શકે છે, જ્યારે હોટ વૉલેટ વધુ ફ્લેક્સિબિલિટી પ્રદાન કરી શકે છે.
હાઇબ્રીડ સ્ટ્રેટેજી તમને આ બંને પરિબળોમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકે છે: સુરક્ષા અને સુગમતા. ઉદાહરણ તરીકે, તમે ચોક્કસ પ્રકારના હોટ અથવા કોલ્ડ વૉલેટને પસંદ કરીને તમારી સુરક્ષાને વધુ સારી રીતે કસ્ટમાઇઝ કરી શકો છો.
હોટ અને કોલ્ડ વૉલેટ કેટેગરીમાં વિવિધ પ્રકારના ક્રિપ્ટો વૉલેટ્સ હોય છે. જો કે, આપણી પાસે ત્રણ પ્રાથમિક પ્રકારો છે:
- સોફ્ટવેર વૉલેટ,
- હાર્ડવેર વૉલેટ અને
- પેપર વૉલેટ.
સોફ્ટવેર વૉલેટ
તે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોવાથી, મોટાભાગના સોફ્ટવેર વૉલેટને હોટ વૉલેટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. વેબ વૉલેટ્સ, ડેસ્કટોપ વૉલેટ્સ અને મોબાઈલ વૉલેટ્સ સોફ્ટવેર વૉલેટ્સના ત્રણ સૌથી પ્રચલિત સ્વરૂપો છે.
1. વેબ વૉલેટ્સ:
વેબ બ્રાઉઝરનો ઉપયોગ વેબ વૉલેટને ઍક્સેસ કરવા માટે થાય છે. તેથી તમારે તમારા કમ્પ્યુટર અથવા ફોન પર કોઈ વિશિષ્ટ સોફ્ટવેર ડાઉનલોડ કરવાની જરૂર નથી કારણ કે તમે તેને બ્રાઉઝર દ્વારા ઍક્સેસ કરી શકો છો.
બ્રાઉઝર ઍક્સેસનો અર્થ એ પણ છે કે જ્યાં સુધી તમારી પાસે તમારો પાસવર્ડ અને વેબ બ્રાઉઝર ધરાવતું ડિવાઇસ હોય ત્યાં સુધી તમે ગમે ત્યાંથી તમારા ક્રિપ્ટોને મેનેજ કરી શકો છો.
જો કે, વેબ વૉલેટ સાથે વેબસાઈટ મોટે ભાગે તમારા ક્રિપ્ટોની ચાવી ધરાવે છે. તેથી આના કારણે તમારી ક્રિપ્ટોકરન્સી પર તમારું નિયંત્રણ થોડું ઓછું હશે.
2. ડેસ્કટોપ વૉલેટ્સ:
ડેસ્કટૉપ વૉલેટ માટે તમારા કમ્પ્યુટર પર પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવું જરૂરી છે. પછી, તમે તમારી કી સ્ટોર કરવા માટે પ્રોગ્રામનો ઉપયોગ કરીને ડેટા ફાઇલ બનાવશો. છેલ્લે, કીની ઍક્સેસ મેળવવા માટે, તમારે પાસવર્ડ બનાવવાની જરૂર પડશે.
ડેસ્કટોપ વૉલેટનો ઉપયોગ કરવાનો એક ફાયદો એ છે કે તમારી પાસે તમારી કી પર નિયંત્રણ હશે. જો કે, તમારું કમ્પ્યુટર વાઈરસ અને માલવેરથી મુક્ત છે તેની ખાતરી કરવી શ્રેષ્ઠ રહેશે કારણ કે તમારી કી તમારી પાસે છે. તમારો પાસવર્ડ ભૂલી ન જાઓ તે પણ મહત્ત્વપૂર્ણ છે.
જો તમે ડેસ્કટૉપ વૉલેટ પસંદ કરો છો, તો ડેટા ફાઇલની કૉપિ બનાવો અને તેને બીજે ક્યાંક સાચવો. પછી, જો તમે તમારા કમ્પ્યુટરથી દૂર હોવ અથવા જો તે ક્રેશ થાય તો પણ તમે તમારા ફંડને ઍક્સેસ કરી શકશો.
3. મોબાઇલ વૉલેટ્સ:
મોબાઇલ વૉલેટ ડેસ્કટોપ વૉલેટની જેમ જ કાર્ય કરે છે. મુખ્ય તફાવત એ છે કે વૉલેટ એ સ્માર્ટફોન એપ્લિકેશન છે.
મોબાઇલ વૉલેટ જ્યારે તમે ફંડમાં ટ્રેડ કરવા માંગતા હો ત્યારે તમે ક્યાં જઈ શકો છો તે માટે વધારાની સ્વતંત્રતા આપે છે. તેઓ તમને QR કોડની સુવિધા પ્રદાન કરે છે જે તમારા માટે ક્રિપ્ટોકરન્સી ખરીદવા અને વેચવાનું સરળ બનાવે છે.
મોબાઇલ વૉલેટ વધુ સ્વતંત્રતા પ્રદાન કરે છે, પરંતુ તેને વધારાના સુરક્ષા પગલાંની પણ જરૂર છે. ઉદાહરણ તરીકે, તમારી ક્રિપ્ટોકરન્સીને સુરક્ષિત રાખવા માટે મોબાઈલ વૉલેટ વાયરસ-મુક્ત હોવા જોઈએ. વધુમાં, જો તમે તમારો ફોન ખોવાઈ ન જાય તે માટે વધુ તકેદારી રાખશો તો તે મદદરૂપ થશે.
હાર્ડવેર વૉલેટ
તમારી કી હાર્ડવેર વૉલેટનો ઉપયોગ કરીને સોફ્ટવેરને બદલે ભૌતિક ઉપકરણ પર સંગ્રહિત થાય છે. મોટાભાગના હાર્ડવેર વૉલેટ ફ્લેશ ડ્રાઇવની જેમ જ કાર્ય કરે છે. USB ડ્રાઇવ તેમને કમ્પ્યુટર અથવા અન્ય ઉપકરણ સાથે કનેક્ટ કરી શકે છે.
હાર્ડવેર વૉલેટનો સૌથી નોંધપાત્ર ફાયદો આ છે. તે ઇન્ટરનેટથી કનેક્ટેડ નથી, જે નોંધપાત્ર સુરક્ષા જોખમને દૂર કરે છે. જો તમે તમારું ઉપકરણ ગુમાવી દો છો તો તમે તમારા ક્રિપ્ટોને ઍક્સેસ કરવા માટે હાર્ડવેર વૉલેટનો ઉપયોગ કરીને એક સીડ ફ્રેઝ એટલે કે શબ્દસમૂહ સ્થાપિત કરો છો.
ટ્રાન્ઝેક્શન જનરેટ કરતી વખતે તમારી પ્રાઇવેટ કી ક્યારેય તમારા ઉપકરણથી બહાર જશે નહીં. ગેજેટ ટ્રાન્ઝેક્શન/ચુકવણીની માહિતી માટે પૂછે છે અને પછી ડેટા તપાસે છે. તેથી, તમારી પ્રાઇવેટ કી આ રીતે ઉપકરણમાંથી બહાર જશે નહીં.
સૉફ્ટવેર વૉલેટની સરખામણીમાં હાર્ડવેર વૉલેટ વધુ સુરક્ષિત છે. અને તેમાં કોઈ શંકા નથી કે તેઓ વધુ ખર્ચાળ છે. તેથી, નોંધપાત્ર પ્રમાણમાં ક્રિપ્ટોકરન્સી ધરાવતા અથવા લાંબા સમય સુધી તેમની એસેટ રાખવાની યોજના ધરાવતા લોકો માટે તેની ખૂબ જ ભલામણ કરવામાં આવે છે.
પેપર વૉલેટ
પેપર વૉલેટ એ એક પ્રકારનું કોલ્ડ વૉલેટ છે જે પેપરની શીટથી બનેલું હોય છે. તમારા બિટકોઇન મેળવવા માટે તમારે જરૂરી હોય તે તમામ માહિતી પેપરમાં છે.
કોલ્ડ વૉલેટ વધુ વિશ્વસનીય હોવા છતાં, પેપર વૉલેટની પ્રકૃતિ તેને સંવેદનશીલ બનાવે છે. જો તમે તમારું પેપર વૉલેટ ગુમાવો છો, તો તમે તમારા પૈસા પણ ગુમાવશો.
પેપર વૉલેટની બીજી ખામી છે તેની આંશિક માત્રામાં નાણાં ટ્રાન્સમિટ કરવામાં અસમર્થતા. તેના ઉકેલો અસ્તિત્વમાં છે, પરંતુ તે વધુ સમય માંગી શકે છે. આ ખામીઓને કારણે પેપર વૉલેટ સામાન્ય રીતે લોકપ્રિય નથી.
નિષ્કર્ષ
જ્યારે તમે બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે ક્રિપ્ટો વૉલેટ્સ નિર્ણાયક ભાગ ભજવે છે. આ એટલા માટે છે કારણ કે તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક આવશ્યક ભાગ છે જે બ્લોકચેન નેટવર્ક્સને ફંડ ટ્રાન્સફર કરવા અને પ્રાપ્ત કરવા સક્ષમ કરે છે. જો કે, દરેક વૉલેટ પ્રકાર તેના ફાયદા અને ખામીઓ ધરાવે છે, તેથી રોકડ ફેરવતા પહેલા તે કેવી રીતે કાર્ય કરે છે તે સમજવું મહત્ત્વપૂર્ણ છે.
અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.