Skip to main content

ભારતમાં અલ્ગોરેન્ડ (ALGO) કેવી રીતે ખરીદવી (How to Buy Algorand (ALGO) in India)

By ફેબ્રુવારી 15, 2022માર્ચ 11th, 20226 minute read

જો તમે નિયમિતપણે ક્રિપ્ટો સમાચારો જોતાં હોવ, તો તમને ખબર જ હશે કે ALGO (અલ્ગોરેન્ડ) એ આજકાલની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સીમાંની એક છે. જ્યારે ALGO પાછળનો પ્રોજેક્ટ બિટકોઇન અને ઇથેરિયમ જેટલો જાણીતો નથી, પરંતુ તે હજુ પણ એવા કેટલાક ક્રિપ્ટોમાંથી એક છે કે જેના વિશે રોકાણકારો ઉત્સાહિત છે. વાસ્તવમાં, પરંપરાગત ફાઇનાન્સ અને વિકેન્દ્રિત ફાઇનાન્સને એકીકૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ક્રિપ્ટો પોતાની વેબસાઇટ પર પોતાને “ફાઇનાન્સનું ભવિષ્ય” કહે છે.

એલ્ગોરેન્ડ ખરેખર શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે? શું ALGO ખરેખર રોકાણ કરવા યોગ્ય છે? તેના વિશે આ બધો પ્રચાર શું છે? ભારતમાં ALGO કેવી રીતે ખરીદવા? અમને ખાતરી છે કે તમારા મનમાં આ કેટલાક પ્રશ્નો હશે.

ચાલો જાણીએ.

અલ્ગોરેન્ડ શું છે?

બ્લોકચેન ક્રિપ્ટોકરન્સી કે જે શક્ય તેટલી સ્કેલેબલ બનવાનો હેતુ ધરાવે છે, અલ્ગોરેન્ડ એ બ્લોકચેનની ત્રણ બાબતોની દુવિધા – ઝડપ, માપનીયતા અને સુરક્ષાને ઉકેલીને ક્રિપ્ટોકરન્સીના સંભવિત ઉપયોગના કેસોને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરતા તાજેતરના પ્રોજેક્ટ્સમાંનો એક છે. ALGO એ એલ્ગોરેન્ડ બ્લોકચેનની મૂળ ક્રિપ્ટોકરન્સી છે. કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને MIT પ્રોફેસર સિલ્વિયો મિકાલી દ્વારા 2017 માં સ્થપાયેલ અને સત્તાવાર રીતે 2019 માં લોન્ચ કરાયેલ અલ્ગોરેન્ડ બ્લોકચેનનું સાર્વજનિક સંસ્કરણ, મુખ્યત્વે અન્ય વિકાસકર્તાઓને નવા પ્રકારની ક્રિપ્ટોકરન્સીથી ભરેલી એપ્લિકેશનો બનાવવાની મંજૂરી આપવા માટે છે.

Get WazirX News First

* indicates required

આ બ્લોકચેન ક્રિપ્ટોકરન્સીના સૌથી અનોખા પાસાઓમાંનું એક એ છે કે તે ‘પ્યોર-પ્રૂફ-ઓફ-સ્ટેક’ (PPO) સર્વસંમતિ મિકેનિઝમનો ઉપયોગ કરે છે, જે ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે તેમના કોમ્પ્યુટેશનલ સંસાધનોનું યોગદાન આપવા બદલ નાની સંખ્યામાં માઇનરોને પુરસ્કાર આપે છે. કાર્ડાનો અને સોલાના હાલમાં સમાન પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યાં છે, જ્યારે ઇથેરિયમ તેની તરફ આગળ વધી રહ્યું છે.

નેટવર્ક પર ઉપલબ્ધ ALGO ટોકન્સની કુલ સંખ્યા પર મર્યાદા સાથે, અલ્ગોરેન્ડ પણ ડિફ્લેશનરી એટલે કે મંદીકારક છે. નીચે વિતરણ સમયપત્રક આપેલ છે જે પ્રોટોકોલ લોન્ચ થયા પછી પાંચ વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે.

  • ALGO ટોકન્સનો કુલ પુરવઠો 10 બિલિયન છે, જેમાં પ્રથમ પાંચ વર્ષમાં 3 બિલિયનનું વિતરણ કરવામાં આવશે.
  • 1.75 બિલિયન સમયાંતરે માઇનરોને પ્રોત્સાહન તરીકે ચૂકવવામાં આવશે, જ્યારે 2.5 બિલિયનનો ઉપયોગ રિલે નોડ્સ માટેના ફંડ માટે કરવામાં આવશે.
  • એલ્ગોરેન્ડ ફાઉન્ડેશન અને એલ્ગોરેન્ડ ઇન્ક, જે નેટવર્કનું સંચાલન અને જાળવણી કરે છે, દરેકને 2.5 બિલિયન (અબજ) ડોલર ફાળવવામાં આવ્યા છે.
  • બાકીના 0.25 બિલિયન અંતિમ-વપરાશકર્તા અનુદાનમાં જશે.

શું એલ્ગોરેન્ડમાં રોકાણ કરવું યોગ્ય છે?

ALGO, જેમાં વર્ષની શરૂઆતમાં $0.5ની આસપાસ ટ્રેડ થતો હતો, તે હવે $8,808,172,335 ની માર્કેટ કેપ સાથે ટોચની 25 ક્રિપ્ટોમાં છે. ઑગસ્ટ અને સપ્ટેમ્બર 2021 વચ્ચે ક્રિપ્ટોકરન્સી અલ્ગોરેન્ડનું માર્કેટ કેપ લગભગ ત્રણ ગણું વધી ગયું હતું. હાલમાં, ALGO $1.39 પર ટ્રેડ કરે છે. આ લખવાના સમયે ભારતમાં ALGO ની કિંમત ₹117.00 છે.

ALGOમાં ધીમે ધીમે પ્રાધાન્ય અને મૂલ્ય વધતાંની સાથે, વધુને વધુ રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવા માટે ક્રિપ્ટોકરન્સી તરફ વળ્યા છે. અહીં કેટલાક સારા કારણો છે જે ALGO ને એક યોગ્ય રોકાણ બનાવે છે.

  1. આંતરકાર્યક્ષમતા

એલ્ગોરેન્ડ વિકાસકર્તાઓને વિવિધ બ્લોકચેન નેટવર્ક્સમાં કામ કરવાની ક્ષમતા પ્રદાન કરીને પ્રોટોકોલના લેયર-1 નેટવર્ક પર બહુવિધ બ્લોકચેન પર સારી રીતે કામ કરતી ડિજિટલ એસેટ અથવા સ્માર્ટ કોન્ટ્રાક્ટ બનાવવાની મંજૂરી આપે છે. બ્લોકચેન નેટવર્ક જ્યાં આગળ વધે છે તેનું ભાવિ બાહ્ય સહયોગ હોવાથી, આવા આંતરકાર્યક્ષમતાનું સ્તર ચોક્કસપણે એલ્ગોરેન્ડને નોંધપાત્ર સ્પર્ધાત્મક લાભ આપે છે.

  1. સ્માર્ટ કોન્ટ્રાક્ટ

સ્માર્ટ કોન્ટ્રાક્ટ એ કોમ્પ્યુટર પ્રોગ્રામ અથવા ટ્રાન્ઝેક્શન પ્રોટોકોલ છે જે બ્લોકચેન પર રાખવામાં આવે છે અને જ્યારે કરાર અથવા કરારની શરતો અનુસાર સંબંધિત ઘટનાઓ અને ક્રિયાઓ સંતુષ્ટ થાય ત્યારે આપોઆપ એક્ઝિક્યુટ થાય છે. કેન્દ્રીયકૃત તૃતીય પક્ષ વિના વ્યવહારોની સુવિધા મળે તે સુનિશ્ચિત કરવા માટે, અલ્ગોરેન્ડ નેટવર્ક બે પ્રકારના સ્માર્ટ કોન્ટ્રાક્ટનો ઉપયોગ કરે છે: સ્ટેટલેસ સ્માર્ટ કોન્ટ્રાક્ટ અને સ્ટેટફુલ સ્માર્ટ કોન્ટ્રાક્ટ. જ્યારે ચોક્કસ સંમત જરૂરિયાતો સંતોષાય છે, ત્યારે સ્ટેટલેસ સ્માર્ટ કોન્ટ્રાક્ટ બહુવિધ વ્યવહારોને પરવાનગી આપવા સક્ષમ બનાવે છે. બીજી તરફ, સ્ટેટફુલ સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ ડેટાને અનિશ્ચિત સમય માટે જાળવી રાખવાની મંજૂરી આપે છે અને સ્ટેબલકોઈન્સ, NFTs, DeFi વગેરે જેવા વધુ ઉપયોગિતા કેસોની સુવિધા આપે છે. ખરેખર, અલ્ગોરેન્ડ દ્વારા ઓફર કરવામાં આવતી સ્માર્ટ કોન્ટ્રાક્ટ કાર્યક્ષમતા અને તેના આધારે વિવિધ ઉપયોગના કિસ્સાઓ ક્રિપ્ટો રોકાણકારો માટે અતિ આકર્ષક છે.

  1. અપાર વૃદ્ધિની સંભાવના

એલ્ગોરેન્ડે છેલ્લા કેટલાક મહિનાઓમાં સકારાત્મક ભાવની ગતિ નોંધી છે, જેણે રોકાણકારોને ક્રિપ્ટોના ભાવિ પર બુલિશ એટલે કે ખરીદીપ્રિય બનાવ્યા છે. પાછલા વર્ષમાં આ ગતિના મુખ્ય ચાલકો પૈકીનું એક અગ્રણી એક્સચેન્જો પર અલ્ગોનું લિસ્ટિંગ અને એક્સચેન્જ-ટ્રેડેડ ઉત્પાદનોની રજૂઆત છે. આ નિઃશંકપણે રોકાણકારોને વધુ તરલતા આપશે અને અલ્ગોરેન્ડમાં મૂડીના પ્રવાહમાં વધારો કરશે. ઉર્જા તીવ્રતા અને વપરાશકર્તા અનુભવના સંદર્ભમાં, અલ્ગોરેન્ડ પણ સૌથી કાર્યક્ષમ નેટવર્કમાંનું એક છે. આ બધા ALGO ને ધ્યાન રાખવા જેવી સૌથી લોકપ્રિય ક્રિપ્ટોમાંથી એક બનાવે છે.

ભારતમાં ALGO કેવી રીતે ખરીદવા?

પોલિગોન, ઇથેરિયમ, બિટકોઇન, અથવા અન્ય ક્રિપ્ટોકરન્સી ખરીદવા માંગતા ભારતીય રોકાણકારો માટે, હવે મુખ્ય પ્રવાહની ક્રિપ્ટોકરન્સીથી દૂર જવાનો અને અલ્ગોરેન્ડ જેવી ક્રિપ્ટો સાથે તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાનો સમય છે. નિશ્ચિતપણે, જો તમે શિખાઉ રોકાણકાર છો, તો તમારી પ્રથમ વૃત્તિ ભારતમાં બિટકોઇનની કિંમત જોવાની હશે અથવા “ભારતમાં BTC કેવી રીતે ખરીદવી,” “ભારતમાં યુએસડીટી કેવી રીતે ખરીદવી” વગેરેને ગૂગલમાં સર્ચ કરવાની હશે. પરંતુ આ દિવસોમાં ક્રિપ્ટો માર્કેટની વિવિધતા અને અન્ય અલ્ટકોઇન દ્વારા ઓફર કરવામાં આવતી સંભવિતતા સાથે, BTC અને ETH જેવી અગ્રણી ક્રિપ્ટો પર સ્થાયી ન થવું હંમેશા સારો વિચાર છે.

જો તમે ભારતમાં ALGO ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો ભારતના શ્રેષ્ઠ અને સૌથી વિશ્વસનીય ક્રિપ્ટો એક્સચેન્જ વઝીરએક્સ(WazirX) કરતાં વધુ સારું કોઈ એક્સચેન્જ નથી. વઝીરએક્સ(WazirX) પર, તમે ALGO સહિત 100 થી વધુ ક્રિપ્ટોકરન્સી ખરીદી અને વેચી શકો છો.

#1 વઝીરએક્સ(WazirX) પર સાઇન અપ કરો 

વિનામુલ્યે એકાઉન્ટ બનાવવાનું શરૂ કરવા માટે અહીં ક્લિક કરો .

Sign Up on WazirX

#2 એકાઉન્ટ બનાવવાનું શરૂ કરવા માટે વિગતો ભરો

તમારું વર્તમાન વપરાશકર્તા મેઇલ આઈડી ભરીને પ્રારંભ કરો, જેથી તમે કોઈપણ ચકાસણી પગલાં ચૂકી ન જાઓ.

આલ્ફા-ન્યુમેરિક અક્ષરો સાથે સુરક્ષિત પાસવર્ડ જનરેટ કરો.

Fill Details to Start Creating Account

#3 ઇમેઇલ ચકાસણી અને એકાઉન્ટ સુરક્ષા સેટઅપ

ઉમેરેલ ઇમેઇલ એડ્રેસ ચકાસ્યા પછી એકાઉન્ટ બનાવવાની સાથે આગળ વધો (ઇમેઇલ એડ્રેસ પર મોકલેલ વેરિફિકેશન લિંક પર ક્લિક કરીને).

તમારે તમારા એકાઉન્ટની સુરક્ષા કન્ફિગર કરવી આવશ્યક છે. વઝીરએક્સ(WazirX) એકાઉન્ટ સુરક્ષા માટે બે પસંદગીઓ પ્રદાન કરે છે.

તમારી પાસે કોઈપણ વિકલ્પ પસંદ કરવાનો વિકલ્પ છે. જો કે, ઓથેન્ટિકેટર એપ મોબાઈલ એસએમએસ કરતા વધુ સુરક્ષિત છે, જે પ્રાપ્ત થવામાં વિલંબ અને સિમ કાર્ડ હેકિંગના જોખમને આધીન છે.

WazirX Email Verification

#4 એક દેશ પસંદ કરો

ભારત (દેશ) પસંદ કરો અને તમારી રોકાણ જરૂરિયાતોને આધારે ક્યાં તો “હમણાં છોડો” અથવા “KYC પૂર્ણ કરો” પર ક્લિક કરો.

જો તમે KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તો તમે તમારા વઝીરએક્સ(WazirX) એકાઉન્ટ દ્વારા જ જમા અને વેપાર કરી શકો છો. જો કે, ઉપાડ કરવા અને P2P વેપાર કરવા માટે, તમારે પહેલા KYC પૂર્ણ કરવું આવશ્યક છે.

KYC પૂર્ણ કરવા માટે, તમારે થોડી વિગતો સબમિટ કરવી આવશ્યક છે:

  1. KYC પેપરવર્ક પર દેખાય છે તે અનુસાર પૂર્ણ નામ
  2. જન્મ તારીખ
  3. KYC પેપરવર્ક પર દેખાય છે તે અનુસાર પૂર્ણ સરનામું
  4. પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારા KYC દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ અને સેલ્ફી.

નોંધ: 24 થી 48 કલાકની અંદર, એકાઉન્ટ સામાન્ય રીતે માન્ય થઈ જાય છે.

WazirX Choose a Country

#5 તમારા વઝીરએક્સ(WazirX) એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરો

વઝીરએક્સ(WazirX) વૉલેટ IMPS, UPI, RTGS અને NEFT નો ઉપયોગ કરીને રૂપિયામાં ડિપોઝિટ સ્વીકારે છે. તમે તમારા વઝીરએક્સ(WazirX) એકાઉન્ટમાં ઓછામાં ઓછા રૂ. 100 જમા કરાવી શકો છો, અને તેની કોઈ મહત્તમ મર્યાદા નથી.

તમારા ખાતામાં INR (રૂપિયા) જમા કરવા માટે લોગ ઇન કરો અને “ફંડ્સ” પસંદ કરો. “રૂપિયા INR” પસંદ કરો અને પછી “ડિપોઝિટ” પર ક્લિક કરો. આ માટે, તમારે તમારા બેંક એકાઉન્ટને તમારા વઝીરએક્સ(WazirX) એકાઉન્ટ સાથે લિંક કરવું આવશ્યક છે.

#6 અંતિમ પગલું – ALGO ખરીદો

ALGO ખરીદવા માટે તમારા વઝીરએક્સ(WazirX) એકાઉન્ટમાં લોગ ઇન કરો અને “એક્સચેન્જ” વિકલ્પમાંથી INR પસંદ કરો. એક્સચેન્જ એ ભારતીય રૂપિયા સાથે મેળ ખાતી તમામ ક્રિપ્ટોકરન્સી માટેનું સ્પોટ માર્કેટ છે. સ્ક્રીનની જમણી બાજુએ, તમે બધા ભાવના ચાર્ટ, ઓર્ડર બુક ડેટા અને ઓર્ડર ઇનપુટ ફોર્મ જોશો.

Steps to Buy at WazirX

બાય ઓર્ડર ફોર્મ ભરો અને “ALGO ખરીદો” પર ક્લિક કરો. ઓર્ડર પૂર્ણ થવામાં થોડો સમય લાગશે. ઓર્ડરનો વિનિમય થતાં જ તમને ALGO કોઇન્સ પ્રાપ્ત થશે.

વઝીરએક્સ(WazirX) ને શ્રેષ્ઠ બનાવતી બાબત એ છે કે તે અન્ય એક્સચેન્જોની સરખામણીમાં ઝડપી KYC પ્રક્રિયાઓ, ઉત્કૃષ્ટ સુરક્ષા, વીજળી જેવી સ્પીડમાં ટ્રાન્ઝેક્શન અને પાંચ પ્લેટફોર્મ પર સુલભતા પ્રદાન કરે છે. ખૂબ જ પ્રતિબદ્ધ વેપારીઓ અને બ્લોકચેન ઉત્સાહીઓની ટીમ દ્વારા બનાવવામાં આવેલ, વઝીરએક્સ(WazirX) એક સરળ, કાર્યક્ષમ અને સુલભ ઈન્ટરફેસ પણ ધરાવે છે જે કોઈપણ માટે પ્લેટફોર્મ પર ક્રિપ્ટો ટ્રેડિંગ સાથે ઝડપથી પ્રારંભ કરવાનું શક્ય બનાવે છે. 

વઝીરએક્સ(WazirX) પર ટ્રેડિંગ માટે સાઇન અપ કરવા માટે અહીં ક્લિક કરો. તમે ટેલિગ્રામ, ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબ પર વઝીરએક્સ(WazirX) ને ફોલો કરીને નવીનતમ અપડેટ્સ અને ઑફરિંગ સાથે પણ જોડાયેલા રહી શકો છો.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply