Table of Contents
એવી કોઈ રીત નથી કે તમે આ યુગ અને દિવસમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાની શક્યતાઓને ધ્યાનમાં ન લીધી હોય. તાજેતરની ક્રિપ્ટો બૂમ 2020 માં શરૂ થઈ હતી જ્યારે રોગચાળાએ વૈશ્વિક અર્થતંત્રોને ભરડામાં લીધું દીધું હતું, તેમ છતાં, વલણ હજુ પણ મજબૂત છે અને એક વર્ષ કરતાં વધુ સમય પછી વધી રહ્યું છે. જ્યારે સામાન્ય લોકો નકારાત્મક દબાણ અને તેમની આસપાસના સરકારી નિયમોને કારણે ક્રિપ્ટોકરન્સી વિશે મોટે ભાગે શંકાસ્પદ રહ્યા છે, તેઓ હવે આની નજીક આવી રહ્યાં છે. ક્રિપ્ટોકરન્સી હવે એવો ખ્યાલ નથી રહ્યો કે જેને માત્ર ટેકનોલોજીના જાણકાર દ્વારા જ સમજી શકાય અથવા ઉત્સાહીઓ દ્વારા પ્રેક્ટિસ કરી શકાય. ક્રિપ્ટો-મેનિયા દરેક જગ્યાએ છે, સોશિયલ મીડિયાથી લઈને તમારી નોકરીથી લઈને તમારા પરિવાર અને મિત્રો સુધી, અને એમ કહી શકાય કે લગભગ દરેક જગ્યાએ.
હકીકતમાં, ક્રિપ્ટોકરન્સીએ 2021 માં સૌથી વધુ લોકપ્રિય રોકાણ પસંદગી બનવા માટે તેની શરૂઆતથી ઘણી લાંબી મજલ કાપી છે. ક્રિપ્ટો બજારો, તેમના સ્વભાવથી જ, ટૂંકા ગાળામાં ન્યૂનતમ જોખમ અને અવિશ્વસનીય પુરસ્કારો પ્રદાન કરે છે. અને જો તમે હાલની કેન્દ્રીયકૃત નાણાકીય સેવાઓ અને ઉત્પાદનો પર એક નજર નાખો, તો ક્રિપ્ટોકરન્સી દ્વારા પ્રદાન કરાતા નાણાકીય સ્વતંત્રતા અને અન્ય લાભો અજોડ છે. આવા આકર્ષક ખ્યાલ સાથે, તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે વિશ્વભરમાં લાખો વ્યક્તિઓએ વિવિધ પ્રકારની ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે, જે સૌથી વધુ લોકપ્રિય બિટકોઈનથી શરૂ કરીને ઈથેરિયમ, ડોજકોઈન, કાર્ડાનો વગેરે જેવા અન્ય અલ્ટકોઈન્સમાં શરૂ થઈ ગયું છે.
જ્યારે બિટકોઈનની માર્કેટ કેપિટલાઈઝેશન અને ભાવ પ્રદર્શનની દ્રષ્ટિએ ક્રિપ્ટો માર્કેટમાં આગેકૂચ ચાલુ છે, ત્યારે અસંખ્ય અલ્ટ્કોઇન્સ પણ સારું પ્રદર્શન કર્યું છે. અને આ દિવસોમાં, રિપલ (XRP) એ ક્રિપ્ટો બજારોમાં સૌથી વધુ ચર્ચામાં છે.તમે ભારતમાં રિપલ કેવી રીતે ખરીદી શકો તે સહિત, રિપલ વિશે તમારે જાણવા જેવી દરેક બાબત અહીં આપેલ છે.
રિપલ (XRP) શું છે?
યુએસ સ્થિત ટેક કંપની રિપલ લેબ્સ દ્વારા બનાવેલ અને વિકસિત, XRP એ રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ, કરન્સી એક્સચેન્જ અને રેમિટન્સ નેટવર્ક છે. રિપલ અને XRP બંને શબ્દોનો મોટેભાગે વારાફરતી ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે વાસ્તવિકતામાં, રિપલ એ XRP અંતર્ગત કંપનીનું નામ અને નેટવર્ક છે. તેનાથી વિપરીત, XRP એ રિપલ લેબ્સના ઉત્પાદનો માટે મૂળ ક્રિપ્ટોકરન્સી છે.
રિપલ અનિવાર્યપણે વૈશ્વિક પેમેન્ટ નેટવર્ક તરીકે પોતાની જાહેરાત કરે છે જેમાં મોટી બેંકો અને નાણાકીય સંસ્થાઓ ગ્રાહકો તરીકે છે અને XRP નો ઉપયોગ વિવિધ કરન્સી (ચલણો) વચ્ચે ત્વરિત સેટલમેન્ટ થવા દેવા માટે રિપલના ઉત્પાદનોમાં થાય છેમાં જે 3-5 સેકન્ડથી વધુ સમય લાગતો નથી. વ્યવહારોને પ્રમાણિત કરવા માટે બ્લોકચેન માઇનિંગનો ઉપયોગ કરવાને બદલે, રિપલ નેટવર્ક એક અનન્ય વિતરિત કોન્સેન્સસ (સર્વસંમતિ) પદ્ધતિનો ઉપયોગ કરે છે જેમાં સહભાગી નોડ્સ ટ્રાન્ઝેક્શન (વ્યવહારો) ની માન્યતા ચકાસવા માટે મતદાન કરે છે. અને આ રિપલને કેન્દ્રીય સત્તાધીશોની જરૂરિયાત વિના લગભગ-ત્વરિત જેવા જ પુષ્ટિકરણો ચલાવવા માટે સક્ષમ કરે છે.
પરિણામે, XRP વિકેન્દ્રિત રહે છે અને ઝડપ અને વિશ્વસનીયતાના સંદર્ભમાં તેના ઘણા સ્પર્ધકોને પાછળ રાખી દે છે. વધુમાં, XRP વ્યવહારો કામના પુરાવાની જરૂરિયાત વિના ઝડપથી ઉકેલી શકાય છે, જે માઇનિંગ (ખાણકામ) પર ઊર્જા બચાવે છે. XRP સર્વસંમતિ સિસ્ટમ માત્ર ન્યૂનતમ ઉર્જાનો ઉપયોગ કરે છે, જે તેને બિટકોઈન કરતાં વધુ પર્યાવરણીય રીતે ટકાઉ બનાવે છે, જે મોટા પ્રમાણમાં ઊર્જાનો ઉપયોગ કરે છે. વિશ્વભરમાં 150 થી વધુ વેલિડેટર્સના વિકેન્દ્રિત નેટવર્ક દ્વારા સંચાલિત, XRP પણ ખૂબ જ સ્કેલેબલ છે અને તે વિઝા પેમેન્ટ નેટવર્ક જેવા જ થ્રુપુટને પહોંચી વળવા, દિવસના 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ દીઠ 1,500 વ્યવહારો હેન્ડલ કરી શકે છે.
આ સમયની આસપાસ, XRP એ માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા છઠ્ઠી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે અને તેનો $1.14 પર વેપાર થાય છે. ભારતમાં રિપલની કિંમત ₹88.9997 છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સીના આગમન સાથે, ઇચ્છિત રોકાણકારો પાસે પસંદગી માટે ક્રિપ્ટો એક્સચેન્જોની ભરમાર છે. જો તમે રિપલ ઑનલાઇન ખરીદવા માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મની શોધમાં છો, તો વઝીરએક્સ(WazirX) તમારી શ્રેષ્ઠ પસંદગી છે.
ભારતમાં રિપલ ખરીદવા માટે વઝીરએક્સ(WazirX) શ્રેષ્ઠ શા માટે છે?
ભારતના સૌથી મોટા અને સૌથી વિશ્વસનીય ક્રિપ્ટો એક્સચેન્જોમાંના એક, વઝીરએક્સ(WazirX) ઘણી મુખ્ય સુવિધાઓ ધરાવે છે જે તેને શ્રેષ્ઠ બનાવે છે. પ્લેટફોર્મની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓમાં બહેતર સુરક્ષા, ઝડપી KYC પ્રક્રિયાઓ અને ઝડપી વ્યવહારો, બહુવિધ પ્લેટફોર્મ્સ પર સુલભતા, સરળ અને સહેલાઈથી નેવિગેટ કરી શકાય તેવું ઇન્ટરફેસ, અને હકીકત એ છે કે પ્લેટફોર્મ પ્રખર બ્લોકચેન વિશ્વાસીઓની એક ટીમ દ્વારા બનાવવામાં આવ્યું છે જે ક્રિપ્ટોના ભવિષ્ય માટે હકારાત્મક છે. વઝીરએક્સ(WazirX) માત્ર ભારતમાં રિપલ ખરીદવા માટે જ શ્રેષ્ઠ નથી – તે બિટકોઈન, ઇથેરિયમ, પોલિગ્લોન (અગાઉ મેટિક નેટવર્ક) વગેરે જેવી અન્ય કેટલીક અગ્રણી ક્રિપ્ટોકરન્સી માટે પણ શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.
આ ઉપરાંત, પ્લેટફોર્મ પાસે તેનું પોતાનું યુટિલિટી ટોકન પણ છે જે WRX ટોકન તરીકે ઓળખાય છે. WRX ટોકનનો પ્રાથમિક હેતુ વઝીરએક્સ(WazirX) સમુદાયને પ્લેટફોર્મ બનાવવામાં મદદ કરવા અને તેમના યોગદાન માટે પુરસ્કાર આપવાનો છે.ચાલો હવે જોઈએ કે તમે ભારતમાં રિપલ કેવી રીતે ખરીદી શકો છો.
વઝીરએક્સ(WazirX)માં ઑનલાઇન રિપલ ખરીદો
વઝીરએક્સ(WazirX) દ્વારા રિપલ ઓનલાઈન ખરીદવા માટે, તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમે પહેલા પ્લેટફોર્મ પર નોંધણી કરાવી છે. જો તમે તેનાથી પરિચિત નથી, તો નીચેના પગલાં અનુસરો.
- એક ખાતું બનાવો
- ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરપરથી WazirX એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા WazirX વેબસાઇટની મુલાકાત લો.
- તમારું ઇમેઇલ એડ્રેસ અને પાસવર્ડ ભરીને પ્લેટફોર્મ પર સાઇન અપ કરો.
- પછી તમારું ઇમેઇલ એડ્રેસ વેરીફાય કરાવો.
- તમારું ખાતું સુરક્ષિત કરો
- તમે ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ કરીને અથવા મોબાઈલ SMS દ્વારા તમારું એકાઉન્ટ સુરક્ષિત કરી શકો છો. તમારી પાસે આ પ્રક્રિયાને છોડવાનો પણ વિકલ્પ છે, પરંતુ સામાન્ય રીતે તમારી પોતાની સલામતી માટે 2-પરિબળ પ્રમાણીકરણ સાથે તમારા એકાઉન્ટને સુરક્ષિત કરવાની ભલામણ કરવામાં આવે છે.
- KYC વેરિફાય કરો
- આગળનું પગલું છે KYC વેરિફિકેશન, જે ક્રિપ્ટો ટ્રેડિંગ માટે આવશ્યક પગલું છે. વઝીરએક્સ(WazirX) શ્રેણીમાં સર્વોત્તમ ઓળખ ચકાસણી સિસ્ટમ ઓફર કરે છે જે શક્ય તેટલી ઝડપી રીતે તમારા KYC પર પ્રક્રિયા કરે છે, આમ એક અખંડ ટ્રેડિંગ અનુભવ માટે તમારી ઑનબોર્ડિંગ પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
- ફંડ જમા કરવા
- આગળનું પગલું એ પ્લેટફોર્મમાં તમારા ફંડ (ભંડોળ) જમા કરવાનું છે. તમે INR દ્વારા અથવા ક્રિપ્ટોકરન્સી દ્વારા તમારું ફંડ જમા કરી શકો છો.
- INR ફંડ જમા કરવા માટે, એકાઉન્ટ નંબર, બેંકનું નામ, IFSC કોડ અને અન્ય સંબંધિત વિગતો સબમિટ કરો. તમે UPI, IMPS, NEFT અને RTGS જેવી વિવિધ ચુકવણી પદ્ધતિઓ દ્વારા તમારા બેંક ખાતામાંથી તમારા વઝીરએક્સ(WazirX) ખાતામાં સરળતાથી INR (રૂપિયા) માં ભંડોળ જમા કરી શકો છો.
- તમારા વૉલેટમાંથી (અથવા અન્ય એક્સચેન્જોમાંથી પણ) ક્રિપ્ટોકરન્સી ફંડ જમા કરાવવું એ પણ એકદમ સીધી પ્રક્રિયા છે અને તે કોઈ વધારાનો ચાર્જ વિના થાય છે. આ માટે, સૌથી પહેલા તમારા વઝીરએક્સ(WazirX) વોલેટ પર જાઓ અને તમારું ડિપોઝિટ એડ્રેસ એટલે કે જમા સરનામું મેળવો. પછી, તમારી ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરવા માટે, તમારા અન્ય વૉલેટના ‘સરનામું મોકલો’ વિભાગમાં બસ આ સરનામું શેર કરો.
- XRP ખરીદો
- એકવાર તમે તમારા વઝીરએક્સ(WazirX) વૉલેટમાં ભંડોળ જમા કરી લો, પછી તમે આગળ વધવા માટે તૈયાર છો. વઝીરએક્સ(WazirX) એક્સચેન્જની મુલાકાત લો અને ભારતમાં વર્તમાન રિપલ કિંમત જોવા માટે “XRP/INR” પસંદ કરો.
- “ખરીદો” અને “વેચો” દર્શાવતા બૉક્સ પર, તમે ખરીદવા માંગો છો તે XRP ની INR રકમ દાખલ કરો, “ખરીદો” બટન પર ક્લિક કરો અને ઑર્ડર એક્ઝિક્યુટ થઈ જાય તે પછી તમારા વૉલેટમાં XRP ટ્રાન્સફર થાય તેની રાહ જુઓ.
અને રિપલ ઑનલાઇન ખરીદવા માટે કોઈ મુશ્કેલી વિના આટલું જ જરૂરી છે. વઝીરએક્સ(WazirX) વિશે વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો.
અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.