Table of Contents
પ્રિય મિત્રો!
અમે તમારી ક્રિપ્ટો યાત્રાનો એક ભાગ બનવા બદલ ઉત્સાહિત છીએ. કૃપા કરીને નિશ્ચિંત રહો કે તમને કોઈ સહાયની જરૂર હોય તો WazirX ખાતે અમે તમારા માટે અહીં હાજર છીએ. ઉપરાંત, જો તમને અમારી માર્ગદર્શિકાઓ વાંચ્યા પછી પણ કોઈ ચિંતા હોય, તો તમે હંમેશા અહીં અમારો સંપર્ક કરી શકો છો.
WazirX માર્ગદર્શિકાઓ
- WazirX પર એકાઉન્ટ કેવી રીતે ખોલવું?
- WazirX પર KYC પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી?
- WazirX પર બેંક એકાઉન્ટ કેવી રીતે ઉમેરવું અને INR કેવી રીતે જમા કરવા?
- Mobikwik દ્વારા તમારા WazirX વૉલેટમાં INR કેવી રીતે જમા કરાવવા?
- WazirX QuickBuy સુવિધા સાથે ક્રિપ્ટો કેવી રીતે ખરીદવા?
- WazirX પર ક્રિપ્ટોની ખરીદી અને વેચાણ કેવી રીતે કરવું?
- WazirX પર ક્રિપ્ટો કેવી રીતે જમા કરવા અને ઉપાડવા?
- WazirX પર ટ્રેડિંગ ફીની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?
- સ્ટોપ-લિમિટ ઓર્ડર કેવી રીતે મૂકવો?
- WazirX પર ટ્રેડિંગ રિપોર્ટ કેવી રીતે ડાઉનલોડ કરવો?
- WazirX P2P નો ઉપયોગ કેવી રીતે કરવો?
- WazirX કન્વર્ટ ક્રિપ્ટો ડસ્ટ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો?
- WazirX રેફરલ સુવિધાના ફાયદા શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
- WazirXની સત્તાવાર ચેનલો કઈ છે અને WazirX સપોર્ટ સુધી કેવી રીતે પહોંચવું?
ક્રિપ્ટો ડસ્ટ શું છે?
ડસ્ટ એટલે ક્રિપ્ટોકરન્સી બેલેન્સ જેની કિંમત ખૂબ ઓછી હોય છે. ડસ્ટ બેલેન્સ સામાન્ય રીતે oછું જ હોય છે, એ બાકી રહેલ રકમ કે જે ન્યૂનતમ ઉપાડ અથવા ટ્રેડિંગ રકમ કરતાં ઓછી હોય છે અને અમુક કિસ્સામાં ટ્રેડિંગ ફી કરતાં પણ ઓછી હોય છે.
WazirX પર હાલમાં 250 થી વધુ ટોકન્સ સૂચિબદ્ધ છે. જો તમે અસંખ્ય ક્રિપ્ટો એસેટને ટ્રેડ કરો છો, તો તમારા વૉલેટમાં ડસ્ટ બેલેન્સ બાકી રહી શકે છે જેનો તમે ઉપાડ કે વેપાર કરી શકતા નથી. ઘણા બિનઉપયોગક્ષમ, નાના બેલેન્સને એક જ ઉપયોગી ટોકનમાં ફેરવીને, ડસ્ટ કન્વર્ઝન ફંક્શન અનેક બિનઉપયોગક્ષમ બેલેન્સ રહી જવાની સમસ્યાને હલ કરે છે. બાકી રહેલા કોઈપણ ક્રિપ્ટો બેલેન્સને અમારા યુટિલિટી ટોકન, WRXમાં કન્વર્ટ કરવા માટે તમે ડસ્ટ કન્વર્ઝન ફંક્શનનો ઉપયોગ કરી શકો છો! પછી, WRX સાથે, તમે ટ્રેડ કરી શકો છો, ટ્રેડિંગ ફી ચૂકવી શકો છો, એરડ્રોપ્સમાં ભાગ લઈ શકો છો અને અન્ય વિવિધ લાભો મેળવી શકો છો જે ફક્ત WRX ધારકો માટે જ ઉપલબ્ધ છે! WazirX વેબ, એન્ડ્રોઇડ અને iOS એપ્સ ડસ્ટ કન્વર્ઝનને સપોર્ટ કરે છે!
ક્રિપ્ટો ડસ્ટને WRXમાં કેવી રીતે કન્વર્ટ કરવું?
મોબાઈલ :
- એકાઉન્ટ સેટિંગ્સ પર જાઓ
- ‘કન્વર્ટ ક્રિપ્ટો ડસ્ટ’ પસંદ કરો
3. તે ડસ્ટ ફંડ્સ પસંદ કરો જે તમે WRXમાં કન્વર્ટ કરવા માંગો છો
4. કન્વર્ટ પર ક્લિક કરો
5. કન્ફર્મ પર ક્લિક કરીને કન્વર્ઝન રિક્વેસ્ટ કન્ફર્મ કરો
વેબ:
- હોમ પેજ પરથી ફંડ્સ પર જાઓ
- કન્વર્ટ ટુ WRX પર ક્લિક કરો
3. તે ડસ્ટ ફંડ્સ પસંદ કરો જે તમે WRXમાં કન્વર્ટ કરવા માંગો છો
4. કન્વર્ટ પર ક્લિક કરો
5. કન્ફર્મ પર ક્લિક કરીને કન્વર્ઝન રિક્વેસ્ટ કન્ફર્મ કરો
કૃપા કરીને નોંધ કરો: તમે દર 24 કલાકમાં એકવાર 10 USDT થી નીચેના મૂલ્યાંકન સાથે બેલેન્સને WRXમાં કન્વર્ટ કરી શકો છો. હાલમાં, ડિલિસ્ટેડ કોઈનને કન્વર્ટ કરવું શક્ય નથી.
જો તમને આ સુવિધા સંબંધિત કોઈ પ્રશ્નો હોય, તો અમને નીચે ટિપ્પણી કરીને જણાવો.
હેપ્પી ટ્રેડિંગ!
અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.