
Table of Contents
નમસ્તે મિત્રો! મે મહિનામાં WazirX ખાતે શું થયું તેનો માસિક અહેવાલ આ રહ્યો.
ગયા મહિને શું થયું?
[થઈ ગયું] 11 નવી માર્કેટ જોડી : અમે ગયા મહિને અમારા USDT માર્કેટમાં 11 ટોકન્સ ઉમેર્યા ! હવે તમે WazirX પર LINA, REI, BSW, BOND, MDT, LOKA, LPT, YGG, FARM, CITY અને GAL ખરીદી, વેચી અને ટ્રેડ કરી શકો છો. તમારી મનપસંદ જોડીનું ટ્રેડિંગ અહીં શરૂ કરો!
[થઈ ગયું] WazirX વેબ પર ડાર્ક મોડ: તમને જણાવતા આનંદ થાય છે કે લાંબા સમયથી WazirX વેબ માટે જે ડાર્ક મોડની રાહ જોવાઈ રહી હતી તે હવે લાઈવ છે. તેને કેવી રીતે એક્ટિવ કરવું તે જાણવા માટે આ બ્લોગ વાંચો.
અમે શું નિર્મિત કરી રહ્યા છીએ?
[પ્રગતિ પર છે] AMM પ્રોટોકોલ: કેટલાક પ્રોટોકોલમાં અણધાર્યા વિલંબ થયા છે જેના પર આપણું DEX નિર્ભર છે. આ અમને લાઇવ થવાથી અટકાવી રહ્યું છે. આ ક્ષણે, આમાં કેટલો સમય લાગશે તે અંગે અમારી પાસે અંદાજિત સમયસીમા નથી. ખાતરી રાખો કે અમે પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પ્રોટોકોલ ટીમ સાથે ખૂબ જ સખત મહેનત કરી રહ્યા છીએ.
[પ્રગતિ પર છે] નવા ટોકન્સ : અમે આવનારા અઠવાડિયામાં WazirX પર વધુ ટોકન્સને લિસ્ટ કરીશું. આપની પાસે કોઈ સૂચનો છે? કૃપા કરીને અમને ટ્વિટ કરો @WazirXIndia.
કેટલીક હાઇલાઇટ્સ
- વપરાશકર્તા સુરક્ષા અને પારદર્શિતા બનાવવાના મિશનને આગળ વધારતા, અમે અમારા પારદર્શિતા અહેવાલની બીજી આવૃત્તિ શરૂ કરી છે. અમારા પારદર્શિતા અહેવાલનું સંપૂર્ણ સંસ્કરણ અહીંથી ડાઉનલોડ કરો:
તે અમારા માટે સાધનસંપન્ન મહિનો રહ્યો છે અને અમે ઘણી આશા અને સકારાત્મકતા સાથે જૂન 2022ની રાહ જોઈ રહ્યા છીએ. હંમેશાની જેમ અમને સપોર્ટ કરતા રહો.
જય હિન્દ! 🇮🇳
