ક્રિપ્ટોકરન્સીના જન્મની ઊંડી સમજ (A dive into the birth of a Cryptocurrency)

By નવેમ્બર 23, 2021જાન્યુઆરી 21st, 20224 minute read

નોંધ: આ બ્લોગ એક એક્સટર્નલ બ્લોગર દ્વારા લખાયેલો છે. આ પોસ્ટમાં વ્યક્ત કરાયેલા મંતવ્યો અને દ્રષ્ટિકોણ ફક્ત લેખકના છે.

આ દિવસોમાં, ઘણા લોકો ક્રિપ્ટોકરન્સીમાં રસ ધરાવવા લાગ્યા છે. ક્રિપ્ટોકરન્સીમાં લોકોની રુચિ સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે, પછી ભલે તે લોકપ્રિય ટોકન્સને આધાર આપતી ટેક્નોલોજી પ્રત્યેની જિજ્ઞાસાને કારણે હોય કે પછી ફક્ત તેમાંથી લાભ મેળવવાની ઈચ્છાને લીધે હોય. 

જ્યારે આપણામાંથી ઘણા લોકો આપણે પરંપરાગત શેરબજારમાં કરીએ છીએ તે રીતે નફા માટે ક્રિપ્ટોકરન્સીની ખરીદી અને વેચાણ કરતાં હોય છે, પરંતુ આ થોડું જુદું છે. જ્યારે તમે સ્ટોક્સ ખરીદો છો, ત્યારે તમે કંપનીની માલિકીનો હિસ્સો ખરીદો છો, જ્યારે ક્રિપ્ટોકરન્સીમાં, તમે વિનિમયનું માધ્યમ ધરાવો છો અને જ્યાં સુધી તમે ICO માં ભાગ લેતા નથી ત્યાં સુધી ‘કંપની’માં ખરીદી કરતા નથી. વધુમાં, તેની અંતર્ગત ટેક્નોલોજી બ્લોકચેનની વિકેન્દ્રિત પ્રકૃતિને કારણે ક્રિપ્ટો એ સ્ટોક્સની જેમ નિયંત્રિત નથી. સાથે જ આણે તેની આસપાસ લોકોની રુચિમાં ફાળો આપ્યો છે. 

જો કે, બિટકોઈન અને ઈથર જેવા લોકપ્રિય ટોકન્સની આંતરિક કામગીરી વિશેની ઉત્સુકતા આ રુચિની સાથે આગળ વધતી જાય છે. આપણામાંના ઘણા, ખાસ કરીને, ક્રિપ્ટોકરન્સીની ઉત્પત્તિ વિશે ઉત્સુક છે. ક્રિપ્ટોકરન્સી ફક્ત ડિજિટલ ક્ષેત્રમાં જ અસ્તિત્વમાં છે અને તે કેન્દ્રીય બેંક દ્વારા જારી કરવામાં આવતી નથી. તે જોતાં, બિન-તકનીકી લોકો માટે બિટકોઈન ક્યાંથી ઉદ્ભવે છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે સમજવું મુશ્કેલ હોઈ શકે છે.

Get WazirX News First

* indicates required

જ્યારે બિટકોઈન જટિલ છે, ત્યારે તેની આંતરિક કામગીરી કોઈને લાગતી હોય તેટલી ગૂંચવણભરી નથી.

ક્રિપ્ટોકરન્સી કેવી રીતે બને છે?

જો તમે કોઈપણ ક્રિપ્ટો અથવા બ્લોકચેન-સંબંધિત સાહિત્ય વાંચ્યું હોય, તો તમે લગભગ ચોક્કસપણે “માઇનિંગ (ખાણકામ)” શબ્દ વાંચ્યો હશે. માઇનિંગ એ ક્રિપ્ટો ઉદ્યોગમાં વારંવાર વપરાતો શબ્દ છે કારણ કે તે એવી પદ્ધતિ છે જેના દ્વારા ક્રિપ્ટોકરન્સીનું વિતરણ કરવામાં આવે છે. 

એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, તમામ ક્રિપ્ટોકરન્સી બ્લોકચેન પર બને છે અને તમામ ક્રિપ્ટોકરન્સીના વ્યવહારો બ્લોકચેન પર થાય છે. બ્લોકચેન પર ટ્રાન્ઝેક્શન (વ્યવહાર) પૂર્ણ કરી શકાય તે પહેલાં, તેની પ્રથમ વિનંતી અથવા શરૂઆત કરવી આવશ્યક છે. વેલિડેશન એટલે કે માન્યતા એ પુષ્ટિની પ્રક્રિયા છે, અને બ્લોકચેન નેટવર્ક (જેમ કે બિટકોઈન નેટવર્ક) અસરકારક રીતે કાર્ય કરે તે માટે તેને નિયમિત ધોરણે હાથ ધરવામાં આવવી જોઈએ. 

આ માન્યતા પ્રક્રિયાઓ કોમ્પ્યુટરના નેટવર્ક દ્વારા કરવામાં આવે છે, અને જેઓ તેમના કોમ્પ્યુટરને વ્યવહારોને માન્ય કરવા માટે દાન કરે છે તેઓને નેટવર્કના મૂળ ટોકનના રિવાર્ડ આપવામાં આવે છે. આ પ્રકારની પ્રવૃત્તિને માઇનિંગ એટલે કે ખાણકામ કહે છે. 

જો કે, માઇનિંગની પદ્ધતિ અલગ-અલગ હોય છે, અને આમ કરવા માટે ઉપયોગ થઈ શકે તેવી બે બ્લોકચેન પ્રણાલીઓ છે: પ્રૂફ-ઓફ-વર્ક અને પ્રૂફ-ઓફ-સ્ટેક. બંને વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે માન્યતા પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થાય છે. પ્રૂફ-ઓફ-વર્ક સિસ્ટમમાં માન્ય કરનારાઓ (વેલિડેટર) એ જટિલ ગાણિતિક કોયડાને ઉકેલવા માટે તેમના કમ્પ્યુટરનો ઉપયોગ કરવો આવશ્યક છે. 

જ્યારે ટ્રાન્ઝેક્શનનું જૂથ (એક બ્લોક)ને માન્ય કરવામાં આવે ત્યારે ખાણકામની પ્રક્રિયામાં સામેલ હોય તેમને ટોકન્સના પૂર્વવ્યાખ્યાયિત જથ્થા રિવાર્ડ રૂપે આપવામાં આવે છે અને આ રીતે બજારમાં વધુ સિક્કા/ટોકન્સ રજૂ કરવામાં આવે છે. બિટકોઇન નેટવર્ક એ પ્રૂફ-ઓફ-વર્ક સિસ્ટમનું ઉદાહરણ છે જે ઘણી બધી ઊર્જા વાપરે છે.પ્રૂફ-ઓફ-સ્ટેક નેટવર્કમાં વેલિડેટરો માત્ર એવા લોકો નથી કે જેઓ જટિલ ગાણિતિક કોયડાને ઉકેલવાનું નક્કી કરે છે. વેલિડેટરને તેના બદલે તેઓ પહેલેથી કેટલા ટોકન્સ ધરાવે છે તેના આધારે પસંદ કરવામાં આવે છે, એટલે કે તેમની પાસે નેટવર્કમાં કેટલો મોટો હિસ્સો છે તેના આધારે. ઉપરાંત, પ્રૂફ-ઓફ-વર્ક પદ્ધતિથી વિપરીત, પ્રૂફ-ઓફ-સ્ટેક સિસ્ટમ ઘણી ઓછી ઊર્જા વાપરે છે; ઉદાહરણોમાં Polkadot (પોલ્કાડોટ), EOSIO અને Cardano (કાર્ડાનો) નો સમાવેશ થાય છે, જેમાં ઇથેરિયમ ટૂંક સમયમાં આ સિસ્ટમમાં સ્થળાંતર કરવાની યોજના ધરાવે છે, જેથી તેના વર્તમાન ઉર્જા વપરાશના 95% સુધી ઘટશે.

ક્રિપ્ટોની કિંમત કેવી રીતે નક્કી થાય છે?

હાલના દિવસોમાં હજારો ક્રિપ્ટોકરન્સી ચલણમાં છે, પરંતુ કેટલીકની કિંમત હજારો ડોલર છે જ્યારે અન્યની કિંમત ડોલરની પેની (પૈસા) જેટલી છે. આનું કારણ શું છે? અને શા માટે કેટલીક ક્રિપ્ટોકરન્સી અન્ય કરતા વધુ મૂલ્યવાન છે? 

માઇનરો (ખાણકામ કરનારા) માઇનિંગ દ્વારા બનાવવામાં આવેલ તમામ બિટકોઈન (અથવા તે માટેનો કોઈ સિક્કો) રાખતા નથી. તેના બદલે ઘણાને ખરીદી માટે પ્લેટફોર્મ અને અન્ય સાઇટ્સનું વિનિમય કરવા માટે વેચવામાં આવે છે, આ રીતે તેઓ સમગ્ર બજારમાં ફેલાય છે. સામાન્ય જનતાને ટોકન કયા ભાવે વેચવામાં આવશે તે વિવિધ માપદંડો દ્વારા નક્કી કરવામાં આવે છે.

પછી ખાણકામનો ખર્ચ એ એક મુદ્દો છે. ખાણકામના સાધનો અને વીજળીના ખર્ચને આવરી લેવા માટે પૂરતા પ્રમાણમાં પ્રૂફ-ઓફ-વર્ક ટોકન્સનું વેચાણ કરવું આવશ્યક છે. જો કે, ક્રિપ્ટોકરન્સીની કિંમત નક્કી કરવામાં માંગ અને પુરવઠો એ સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે. 

છેવટે, કેટલાક લોકો માટે, ક્રિપ્ટોકરન્સી એ પૈસા છે, અને પૈસાનું મૂલ્ય મેળવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ડોજકોઈનની વાત કરીએ, જે તેના મોટા ભાગના સમય માટે ઓછી કિંમતની ક્રિપ્ટોકરન્સી તરીકે જ ગણવામાં આવે છે. જો કે, એલોન મસ્ક ટોકન વિશે ટ્વિટ કરવાનું શરૂ કર્યા પછી, તેનું મૂલ્ય આકાશને આંબી ગયું.

સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ક્રિપ્ટોકરન્સી, બિટકોઈનની કિંમતમાં વિવિધ પરિબળોને કારણે વધઘટ થાય છે. પ્રતિબંધિત પુરવઠાને કારણે, દર વખતે જ્યારે અડધો ઘટાડો (દરેક બ્લોક માટે વિતરિત ટોકન્સની સંખ્યામાં ઘટાડો) થાય છે ત્યારે કિંમત વધે છે. દર વખતે જ્યારે કોઈ નવો વિકાસ થાય છે જે બિટકોઈનની માંગમાં વધારો કરે છે, ત્યારે પુરવઠા અને માંગના લાંબા સમયથી સ્થાપિત કાયદા અનુસાર ભાવ વધે છે.

નિષ્કર્ષ

આપણામાંના ઘણા લોકો ક્રિપ્ટોકરન્સીથી અજાણ હોવા છતાં, તેમની આંતરિક કામગીરી અને મૂળભૂત સિદ્ધાંતોને સરળતાથી વર્ણવી શકાય છે, જે અમને આ નવીન ખ્યાલની વધુ સારી સમજ પ્રદાન કરે છે.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply