ભારતમાં કાર્ડન કેવી રીતે ખરીદવા (How to Buy Cardano in India?)

By નવેમ્બર 15, 2021નવેમ્બર 17th, 20216 minute read

કાર્ડન (Cardano)

કાર્ડન એ ત્રીજી પેઢીમાં એક વિકેન્દ્રિત પ્રૂફ-ઓફ-સ્ટેક પ્રકારનું બ્લોકચેન પ્લેટફોર્મ છે. ઇથેરિયમ જેવા જ હોવા છતાં, કાર્ડન તેના અપડેટ્સ માટે પ્રાથમિક એકમો તરીકે સમકક્ષ લોકો દ્વારા સમીક્ષા કરાયેલા વૈજ્ઞાનિક સંશોધન પર આધાર રાખે છે. OHK, કાર્ડન ફાઉન્ડેશન, અને EMURGO- કાર્ડન ના વિકાસ માટે સામૂહિક રીતે જવાબદાર છે. IOHK અને કાર્ડન ફાઉન્ડેશન બિન-લાભકારી ફાઉન્ડેશન છે; EMURGO એ નફો કરતું એકમ છે. 

કાર્ડન બનાવવા માટે જવાબદાર IOHK, વિશ્વભરમાં પથરાયેલા વિદ્વાનોની ટીમ સાથે વિશ્લેષણ રજૂ કરવા અને તેઓ સ્કેલેબલ છે તેની ખાતરી કરવા માટે અમલીકરણ પહેલાં પ્લેટફોર્મ અપડેટ્સનું મૂલ્યાંકન કરવાનું કાર્ય કરે છે. કાર્ડન “ADA” નામની ક્રિપ્ટોકરન્સી પર ચાલે છે. તેણે ઓળખ સંચાલન અને સ્ટોક ટ્રેસેબિલિટી માટેના ઉત્પાદનો જારી કર્યા છે.

વધુમાં, કાર્ડન તેના બ્લોકચેન પર થતા ટ્રાન્ઝેક્શનને બ્લોક બનાવવા અને પ્રમાણિત કરવા માટે તેના પ્રૂફ-ઓફ-સ્ટેક અલ્ગોરિધમ તરીકે ઓરોબોરો (Ouroboro) નો ઉપયોગ કરે છે.

કાર્ડનનો ઇતિહાસ 

ઇથેરિયમના સહ-સ્થાપક, ચાર્લ્સ હોસ્કિનસન દ્વારા 2015 માં કાર્ડનનો વિકાસ શરૂ થયો. તેણે 2017 માં માર્કેટમાં પગરણ માંડ્યા. ADA અને ETH બંનેનો ઉપયોગ સમાન હેતુઓ માટે થાય છે, જેમ કે સ્માર્ટ કોન્ટ્રાક્ટ, અને તેનો હેતુ જોડાયેલ અને વિકેન્દ્રિત સિસ્ટમ બનાવવાનો છે. 

Get WazirX News First

* indicates required

કાર્ડન એ તેની ત્રીજી પેઢીથી ઇથેરિયમનું આધુનિક સંસ્કરણ છે જ્યારે ઇથેરિયમની બીજી પેઢી. વધુમાં, તેના ઉદ્દેશ્યમાં વૈશ્વિક સ્તરે બેંકિંગ સેવાઓ પ્રદાન કરવાનો સમાવેશ થાય છે.

Get WazirX News First

* indicates required

કાર્ડનના મુખ્ય ઉપયોગો ઓળખ વ્યવસ્થાપન અને ટ્રેસેબિલિટી છે. ઓળખ વ્યવસ્થાપન વિવિધ સ્ત્રોતોમાંથી ડેટા એકત્રીકરણને સંલગ્ન પદ્ધતિઓને સુવ્યવસ્થિત કરવામાં મદદ કરે છે. ટ્રેસેબિલિટીનો ઉપયોગ પ્રોડક્ટના ઉત્પાદનને અનુસરવા અને તેની તપાસ કરવા માટે થાય છે એટલે કે શરૂઆતથી લઈને તૈયાર માલ સુધી અને નકલી માલના બજારને દૂર કરવા.

કાર્ડનની ડિજિટલ કરન્સી “એડા” એ એડા લવલેસના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે 19મી સદીના કાઉન્ટેસ અને પ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે ઓળખાતા અંગ્રેજી ગણિતશાસ્ત્રી હતા.

કાર્યો, લક્ષણો, ટીમ

કાર્ડનના સ્થાપક પાસે એક મહાન વિકાસ ટીમ છે જે સફળ પ્રોજેક્ટ્સ સાથે કામ કરે છે, જેમ કે બિટશેર્સ અને ઇથેરિયમ. 

તે બહુવિધ સ્તરો (જેમ કે સેટલમેન્ટ અને કોમ્પ્યુટેશનલ લેયર) નો ઉપયોગ કરનાર પ્રથમ બ્લોકચેન છે. એડા ક્રિપ્ટોકરન્સી સસ્તા અને ઝડપી ટ્રાન્ઝેક્શન્સ ઓફર કરે છે. કાર્ડનની સંમતિ પદ્ધતિ પર્યાવરણ માટે વધુ મદદરૂપ અને ન્યાયી છે.

કાર્ડનની આવશ્યકતાઓ

કાર્ડનનું અલ્ગોરિધમ ઓરોબોરોસ બ્લોક્સના ખાણકામ માટે પ્રૂફ-ઓફ-સ્ટેક (PoS) પ્રોટોકોલનો ઉપયોગ કરે છે. આ પ્રોટોકોલ બ્લોક ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઊર્જા ખર્ચ ઘટાડવા માટે રચાયેલ છે. આમ કરવા માટે, તે બિટકોઈન દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રૂફ-ઓફ-વર્ક (PoW) અલ્ગોરિધમના કાર્ય માટે કેન્દ્રીય હેશ પાવર અથવા વિશાળ કમ્પ્યુટિંગ સંસાધનોની જરૂરિયાતને દૂર કરે છે. 

કાર્ડનની PoS સિસ્ટમમાં, સ્ટેકિંગ એ નોડની બ્લોક્સ જનરેટ કરવાની ક્ષમતાને વ્યાખ્યાયિત કરે છે. નોડનો સ્ટેક (હિસ્સો) લાંબા ગાળા માટે તેના દ્વારા રાખવામાં આવેલ એડાની રકમ જેટલો છે.

તરલ લોકતંત્ર

તે પ્રત્યક્ષ લોકશાહી અને પ્રતિનિધિ લોકશાહી વચ્ચે સંક્રમણ કરે છે:

કાર્ડન ના લક્ષણો:

 • લોકો સીધા જ તેમની નીતિઓ પર નિર્ણય લે છે.
 • લોકો તેમની મતદાનની જવાબદારીઓ પ્રતિનિધિ અથવા ડેલિગેટને સ્થાનાંતરિત કરે છે જેઓ તેમના માટે તેમની નીતિઓ પર મત આપી શકે છે.
 • પ્રતિનિધિઓ પોતે તેમની મતદાનની ફરજો અન્ય ડેલિગેટને સોંપી શકે છે જે તેમના વતી મત આપી શકે છે. આ મિલકત કે જેમાં ડેલિગેટ તેમના ડેલિગેટને નિયુક્ત કરી શકે છે તેને સંક્રમણ કહેવાય છે.
 • જો કોઈ વ્યક્તિ કે જેણે તેમના મતદાનનું પ્રતિનિધિત્વ કર્યું હોય, તો તેમના ડેલિગેટોએ પસંદ કરેલ મત પસંદ ન હોય, તો તેઓ તેમનો મત પાછો લઈ શકે છે અને નીતિ પર મત આપી શકે છે.

કાર્ડન ના ફાયદા:

 • દરેક વ્યક્તિનો અભિપ્રાય અંતિમ નીતિ ઘડવામાં ભૂમિકા ભજવે છે.
 • ડેલિગેટ બનવા માટે, તમારે વ્યક્તિનો વિશ્વાસ જીતવો જરૂરી છે. તમારે ખર્ચાળ ચૂંટણી પ્રચાર માટે લાખો ડોલર ખર્ચવાની જરૂર નથી. 
 • ડાયરેક્ટ અને ડેલિગેટેડ લોકશાહી વચ્ચે દોલન કરવાનો વિકલ્પ એ સુનિશ્ચિત કરે છે કે લઘુમતી જૂથો યોગ્ય રીતે રજૂ થાય છે.
 • તેમાં એક સ્કેલેબલ મોડલ છે. જેની પાસે તેમની નીતિઓ પર મત આપવાનો સમય નથી તે કોઈપણ તેમની મતદાનની જવાબદારીઓ સોંપી શકે છે.

કાર્ડન કેવી રીતે કાર્ય કરે છે?

કાર્ડન નેટવર્ક પ્રૂફ-ઓફ-સ્ટેક નામની સર્વસંમત પદ્ધતિનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન એટલે કે ટ્રાન્ઝેક્શન્સની પુષ્ટિ કરે છે:

 • જે લોકો ટ્રાન્ઝેક્શન્સને માન્ય કરવામાં મદદ કરે છે તેમને વેલિડેટર એટલે કે માન્યકર્તા કહેવામાં આવે છે.
 • વેલિડેટરોને તેમના કેટલાક એડા કોઈન ફ્રીઝ કરવા જરૂરી છે, જેને “સ્ટેક” કહેવાય છે.
 • એકવાર વેલિડેટર ટ્રાન્ઝેક્શનને વેરિફાય કરે, પછી તેઓ પુરસ્કાર તરીકે વધારાની એડા ક્રિપ્ટોકરન્સી મેળવે છે.
 • સ્ટેક જેટલો ઊંચો હશે, એટલી જ વેલિડેટરને પુરસ્કાર જીતવાની તક વધારે હશે!
 • તેઓ જેટલા કોઇન્સ મેળવે છે તે તેમના “સ્ટેક” ની રકમ પર આધારિત છે.

આ સિસ્ટમ કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ છે, તેને ઓછી વીજળીની જરૂર હોય છે, જેનો અર્થ એમ કે ઓછી ટ્રાન્ઝેક્શન ફી.

કાર્ડન ટીમ કહે છે કે અન્ય કોઈપણ પ્રૂફ-ઓફ-સ્ટેક પ્રોટોકોલ્સમાંથી કોઈ પણ વેલિડેટરની રેન્ડમ પસંદગી પ્રદાન કરતું નથી. તેમનું પ્રમાણભૂત પ્રૂફ-ઓફ-સ્ટેક મોડલ સુનિશ્ચિત કરે છે કે દરેકને પુરસ્કાર મેળવવાની વાજબી તક મળે.આને “પ્રમાણિક બહુમતી” કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે બ્લોકચેનમાં નોંધપાત્ર સ્ટેક (હિસ્સો) ધરાવતા લોકો (ઉદાહરણ તરીકે, ઘણા બધા ADA કોઇન્સ ધરાવતા) પાસે નેટવર્ક સુરક્ષિત, સતત અને વિશ્વસનીય રહે તેની ખાતરી કરવા માટેનું કારણ છે.

કાર્ડન નું ભવિષ્ય અને રોડમેપ

કાર્ડન એક બ્લોકચેન બનાવી રહ્યું છે જે વ્યવહારમાં સામેલ લોકો માટે અપ્રસ્તુત ડેટાનું વિતરણ કરીને અનન્ય રીતે કાર્યો કરે છે. 

ધારો કે તમે તમારા મિત્રને 100 ADA કોઇન્સ મોકલો છો, તો પછી તમે બંને ટ્રાન્ઝેક્શનમાં સામેલ માત્ર બે જ લોકો છો. જ્યારે વેલિડેટર્સ ફંડની હિલચાલની ચકાસણી કરે છે, ત્યારે તેઓએ ટ્રાન્ઝેક્શન સાથે સંબંધિત ડેટા જાળવી રાખવાની જરૂર છે.

ટીમ “શાર્ડિંગ” નામનો પ્રોટોકોલ ઇન્સ્ટોલ કરવાનું લક્ષ્ય પણ ધરાવે છે. જેમ જેમ વધુને વધુ લોકો નેટવર્કનો ઉપયોગ કરે છે તેમ તેમ પ્રતિ સેકન્ડના ટ્રાન્ઝેક્શન્સનું પ્રમાણ વધે છે.

કાર્ડનએ 2017 ના અંતમાં એક પરીક્ષણ હાથ ધર્યું હતું જેણે બ્લોકચેનને પ્રતિ સેકન્ડ 257 ટ્રાન્ઝેક્શન્સની પ્રક્રિયા કરવાની મંજૂરી આપી હતી, જે બિટકોઇન અને ઇથેરિયમ કરતાં નોંધપાત્ર રીતે વધુ હતા. ઇથેરિયમની જેમ જ, કાર્ડન એ એક અભિનવ કરાર પ્લેટફોર્મ છે. જો કે, કાર્ડન સ્તરીય આર્કિટેક્ચર દ્વારા સ્કેલેબીલીટી (માપનીયતા) અને સુરક્ષા પ્રદાન કરે છે. વૈજ્ઞાનિક સિદ્ધાંત અને સંશોધન-આધારિત વ્યૂહરચનાથી વિકસિત થનારું તે પ્રથમ બ્લોકચેન પ્લેટફોર્મ છે. આટલું જ નહીં. તે હાસ્કેલ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં બનાવવામાં આવેલ પ્રથમ પ્લેટફોર્મમાંનું પણ એક છે. તેનો ઉપયોગ ડિજિટલ ફંડ્સ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે પણ થઈ શકે છે.

ADA ટ્રેડીંગની સરળ સમજૂતી

ADA એ વઝીરએક્સ(WazirX) રેપિડ લિસ્ટિંગ પહેલનો એક ભાગ છે. અહીં આપેલ છે કે તમે વઝીરએક્સ(WazirX) પર ADA સાથે શું કરી શકો છો.

 • ડિપોઝિટ (જમા) — તમે બીજા વૉલેટમાંથી તમારા વઝીરએક્સ(WazirX) વૉલેટમાં ADA જમા કરાવી શકતા નથી.
 • ટ્રેડીંગ — તમે અમારા USDT અથવા BTC માર્કેટમાં સરળતાથી ADA ની ખરીદી, વેચાણ, વેપાર કરી શકો છો.
 • ઉપાડ — તમે તમારા વઝીરએક્સ(WazirX) વૉલેટમાંથી ADA ઉપાડી શકતા નથી. તેના બદલે તમે અમારા USDT અથવા BTC માર્કેટમાં વેચી શકો છો.

કાર્ડન કેવી રીતે ખરીદવા?

અસંખ્ય એક્સચેન્જો ભારતમાં કાર્ડન ઓફર કરે છે. ADA કોઇન્સમાં ખરીદવું અથવા ટ્રેડ કરવો એ BTC, ETH, વગેરે જેવી ક્રિપ્ટોકરન્સીના વેપાર જેવું જ છે. તમારે તમને ગમતો ટ્રેડર પસંદ કરવો પડશે, KYC પછી ખાતું બનાવવું પડશે, તમારા વૉલેટમાં ફંડ જમા કરાવવું પડશે અને પછી ટ્રેડ શરૂ કરી શકશો!

ભારતમાં વઝીરએક્સ(WazirX) પાસેથી કાર્ડન ખરીદતી વખતે તમારે અનુસરવા માટેના અહીં કેટલાક સરળ પગલાં છે:

1. વઝીરએક્સ(WazirX) ખાતું બનાવો

 • વઝીરએક્સ(WazirX) વેબસાઇટની મુલાકાત લો અને સાઇન અપ કરો.
 • તમારું મેઇલ આઇડી અને પાસવર્ડ ઉમેરો.
 • વઝીરએક્સ(WazirX) ના નિયમો અને શરતો વાંચો અને જો તમે સંમત હો તો ચેકબોક્સ પર ટીક કરો.
Signup to WazirX
 • થઈ ગયા પછી, સાઇન અપ પર ક્લિક કરો.

તમારા ઇનબૉક્સમાં મોકલેલ આપમેળે મોકલેલ વેરિફિકેશન ઇમેઇલ ખોલો અને ઇમેઇલની ચકાસણી કરો.

Sign up and Verify email - WazirX
 • KYC વેરીફાય કરવા માટે, તમારો દેશ પસંદ કરો.
verify KYC by select your country
 • વેરિફિકેશન એટલે કે ચકાસણી થઈ ગયા પછી, તમારું ખાતું બની જશે અને શરૂ થઈ જશે!

2. પૈસા ઉમેરવા.

તમે પૈસા (આ કિસ્સામાં ભારતીય રૂપિયા) બે રીતે જમા કરી શકો છો:

3. ADA ખરીદવા

તમે પસંદ કરેલ ટ્રેડર વેબસાઇટ પર એક્સચેન્જ દર તપાસો. ઉદાહરણ તરીકે, આ લેખ લખતી વખતે, કિંમતો છે:

Check the exchange rate - WazirX
 • તમારી સ્ક્રીનની નીચે જમણી બાજુએ, તમે ખરીદ/વેચાણનો વિકલ્પ જોશો
 • ખરીદો પર ક્લિક કરો, INR માં તમારી માંગેલી કિંમત અને તમે ખરીદવા માંગો છો તે ADA ની રકમ લખો

 • છેલ્લું સ્ટેપ છે “ADA ખરીદો” (Buy ADA) પર ક્લિક કરો.

શાબ્બાશ! આ થઈ ગયું! છેવટે, આ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, ADA કોઇન્સ તમારા વૉલેટમાં ઉમેરવામાં આવશે!

વઝીરએક્સ(WazirX) ખાતે અમે એવા લોકોને આમંત્રિત કરીએ છીએ જેઓ ADA માટે તરલતા પ્રદાન કરી શકે છે. અમે તમને એક અનન્ય ડિપોઝિટ સરનામું પ્રદાન કરીશું, જેનાથી તમે તમારા ટોકન્સનું વઝીરએક્સ(WazirX) પર માર્કેટિંગ કરી શકશો. તરત જ આ ફોર્મ  ભરી દો! વઝીરએક્સ(WazirX) પર અમારા USDT અને BTC માર્કેટમાં કાર્ડન (ADA) ખરીદવા, વેચવા, ટ્રેડ કરવાની તક ચૂકશો નહીં!

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply