Skip to main content

ભારતમાં Tether (USDT) કોઇન કઈ રીતે ખરીદવા (How to Buy Tether (USDT) Coin in India)

By એપ્રિલ 21, 2022મે 28th, 20224 minute read
how to buy tether (usdt) coin in India

Tether (USDT) એક સ્થિરકોઇન છે, જેના ટોકનને ચલણમાં US ડોલરના સમાન જથ્થા દ્વારા ટેકો આપવામાં આવે છે, જે તેની કિંમત $1.00 સુધી આંકે છે. Tether ટોકન્સ, જે ક્રિપ્ટો એક્સચેન્જ BitFinex દ્વારા બનાવવામાં આવ્યા હતા અને USDT પ્રતીક હેઠળ વેપાર કરવામાં આવ્યા હતા, તે ટેથર નેટવર્કના મૂળ ટોકન છે.

અનિવાર્યપણે, સ્ટેબલકોઇન એ  ક્રિપ્ટોકરન્સી નો એક પ્રકાર છે જેનો હેતુ કોલેટરલાઇઝેશન અથવા અલ્ગોરિધમ સિસ્ટમ્સ દ્વારા કિંમતને સ્થિરતા પ્રદાન કરવાનો છે જે સંદર્ભ એસેટ અથવા તેના ડેરિવેટિવ્ઝની ખરીદી અને વેચાણ કરે છે. તેને US ડોલર જેવા ચલણ અથવા સોના જેવી ચીજવસ્તુની કિંમત સાથે જોડી શકાય છે. સ્ટેબલકોઇન્સ ઘણીવાર ડોલર, યુરો અથવા જાપાનીઝ યેન જેવા નિર્ધારિત બેંક ખાતામાં જાળવી રાખવામાં આવેલા પરંપરાગત ફિયાટ ચલણોને પ્રતિબિંબિત કરે છે. તેનો ઉપયોગ માત્ર સટ્ટાકીય રોકાણો માટે કરવાને બદલે વિનિમયના સાધન અને સંપત્તિના સંગ્રહના સ્વરૂપ તરીકે થઈ શકે છે.

ક્રિપ્ટો સાથે સંકળાયેલા ઊંચા જોખમને કારણે ઘણી સંસ્થાઓ ડિજિટલ ચલણ એક્સચેન્જ દ્વારા બિઝનેસ કરવાનું ટાળે છે. આ તે છે જ્યાં સ્ટેબલકોઇન્સ ચર્ચામાં આવે છે. ક્રિપ્ટોકરન્સીને ઊંચા જોખમવાળા રોકાણને બદલે મૂલ્યના ભંડાર તરીકે કામ કરવાની મંજૂરી આપીને, સ્ટેબલકોઇન્સ ક્રિપ્ટો સેક્ટરની તીવ્ર અસ્થિરતાની સમસ્યાઓઓને દૂર કરવાનો પ્રયાસ કરે છે.  તોફાની ક્રિપ્ટોકરન્સી બજારમાં, જ્યાં રોકડ અને  બિટકોઇન, જેવી ક્રિપ્ટોકરન્સી વચ્ચે આગળ અને પાછળ રૂપાંતરિત કરવું મુશ્કેલ હશે, ત્યાં સ્ટેબલકોઇન તરલતા પ્રદાન કરે છે.

Tether એ યુ.એસ. ડોલર સાથે સરખાવેલા વિવિધ સ્ટેબલકોઇનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકપ્રિય છે.  ક્રિપ્ટોકરન્સી ટ્રેડર્સ  ક્રિપ્ટોકરન્સી ખરીદતી વખતે અમેરિકન ડોલરના વિકલ્પ તરીકે ટેથરનો વારંવાર ઉપયોગ કરે છે. આ અસરકારક રીતે તેમને ઉચ્ચ ક્રિપ્ટો બજારની  અસ્થિરતાના સમયગાળા દરમિયાન વધુ સ્થિર એસેટમાં આશ્રય લેવાની તક આપે છે. Tetherની કિંમત સામાન્ય રીતે $1 ની બરાબર હોય છે કારણ કે તે ડોલરને આંકવામાં આવે તે રીતે બનાવવામાં આવી હતી. અન્ય ક્રિપ્ટોકરન્સીથી વિપરીત, જેના મૂલ્યમાં ફેરફાર થયા કરે છે, Tetherની કિંમત સામાન્ય રીતે સ્થિર હોય છે.

Get WazirX News First

* indicates required

જો કે, એ નોંધવું જરૂરી છે કે, તેમનો 1:1 ગુણોત્તર હોવા છતાં, સ્થિરકોઇનની કિંમતમાં નાની વધઘટ થઈ શકે છે. તેમ છતાં, મોટાભાગનો સમય, સ્થિરકોઇનના ભાવમાં તફાવત ફક્ત 1 થી 3 સેન્ટની આસપાસ જ હોય છે. આ મોટે ભાગે લિક્વિડિટી અને સપ્લાય અને ડિમાન્ડમાં વધઘટને કારણે થાય છે, જે ટ્રાન્ઝેક્શન વોલ્યુમ, બજારની અસ્થિરતા અને ટ્રેડિંગ વોલ્યુમથી પ્રભાવિત થાય છે.

એપ્રિલ 2022 ના મધ્ય સુધીમાં, USDT માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ત્રીજી સૌથી મોટી  ક્રિપ્ટોકરન્સી છે , જેની કિંમત 82.7 અબજ ડોલરથી વધુ છે. 

શું Tether યોગ્ય રોકાણ છે?

ભૂતકાળમાં અનેક વિવાદોથી ઘેરાયેલી હોવા છતાં, Tether પ્રમાણમાં સ્થિર ક્રિપ્ટોકરન્સી રહી છે. વર્ષોથી ઘણા પ્રતિસ્પર્ધીઓનો સામનો કર્યો હોવા છતાં, Tether સૌથી વધુ ઉપયોગમાં લેવાતો સ્ટેબલકોઇન રહ્યો છે. તે ઘણા ફાયદા આપે છે, જેમાંથી સૌથી અગ્રણી એ છે કે તે રોકાણકારોને અન્ય ક્રિપ્ટોકરન્સીની આત્યંતિક અસ્થિરતાને ટાળવામાં મદદ કરે છે, જેમ કે આપણે પહેલેથી જ જોયું છે. મૂલ્યને USDTમાં રૂપાંતરિત કરીને, ટ્રેડર્સ  ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં અચાનક ઘટાડાના સંપર્કમાં આવવાના તેમના જોખમને મર્યાદિત કરી શકે છે.

Tether જેવા સ્ટેબલકોઇને પણ Tether માટે કોઇ પણ ક્રિપ્ટોકરન્સીની આપ-લે કરવાનું સરળ અને ઝડપી બનાવ્યું છે, જ્યારે ક્રિપ્ટોકરન્સીને રોકડમાં ફેરવવામાં દિવસો લાગી જાય છે અને ટ્રાન્ઝેક્શન ખર્ચ થાય છે. આ માત્ર એક્સચેન્જ પ્લેટફોર્મને લિક્વિડિટી અને રોકાણકારો માટે નો-કોસ્ટ એક્ઝિટ સ્ટ્રેટેજી પૂરી પાડે છે, પરંતુ તેમના પોર્ટફોલિયોની ફ્લેક્સિબિલિટી અને સ્થિરતામાં પણ વધારો કરે છે. ક્રિપ્ટો ખરીદીને વધુ સરળ બનાવવા માટે Tether આદર્શ છે કારણ કે મોટાભાગના લોકો તેમની અસ્થિરતાને કારણે બિટકોઇન અથવા ઇથેરિયમ પર આધાર રાખવાનું ટાળવાની ઇચ્છા રાખે છે.

ટેથર ભૂતકાળમાં $1થી નીચે ગબડવા છતાં અને $1થી વધુની સપાટીએ હોવા છતાં તેનું મૂલ્ય જાળવી રાખવામાં સફળ રહ્યું છે કારણ કે તે મેચિંગ ફિયાટ કરન્સી ફંડ સાથે જોડાયેલું છે અને ટેથરના અનામત દ્વારા સંપૂર્ણપણે સમર્થિત છે. આ બધા પરિબળો ચોક્કસપણે Tetherને યોગ્ય રોકાણ બનાવે છે. 

Tether (USDT) કોઇન ભારતમાં કઈ રીતે ખરીદવા?

 Tether (USDT) કોઇન ભારતમાં કઈ રીતે ખરીદવા?જો તમે આ શોધી રહ્યા હોવ તો, ભારતમાં સૌથી વિશ્વસનીય અને અગ્રણી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ WazirX છે. USDTથી INR કન્વર્ઝન રેટ સાથે, WazirX તમને સરળ પગલાંમાં  ભારતમાં USDT ખરીદવાની  મંજૂરી આપે છે. 

WazirX મારફતે  ભારતમાં USDT ખરીદવામાટે, ઉપયોગકર્તાઓએ પહેલા WazirX પર પોતાને નોંધણી કરવાની જરૂર છે. એકવાર KYC પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જાય પછી, ઉપયોગકર્તાઓ ફંડ જમા કરવાનું શરૂ કરી શકે છે અને  INR થી USDT ખરીદી શકે છે

WazirX મારફતે ભારતમાં USDT ખરીદવા  માટેની અહીં વિગતવાર માર્ગદર્શિકા આપેલી છે.

પગલું 1: તમારું એકાઉન્ટ બનાવો

  • WazirX પર વેબસાઇટ દ્વારા અથવા  એપ્લિકેશન ડાઉનલોડ કરીને સાઇન અપ કરો. 
  • તમારું ઇમેઇલ એડ્રેસ દાખલ કરો અને પાસવર્ડ પસંદ કરો.
  • સેવાની શરતો જુઓ, ચેકબોક્સ પર ક્લિક કરો અને છેલ્લે સાઇન-અપ બટન પર ક્લિક કરો. 
Create your account

પગલું 2: તમારા ઇમેઇલને વેરિફાય કરાવો 

તે પછી તમને તમારા નોંધાયેલા ઇમેઇલ એડ્રેસ પર વેરિફિકેશન ઇમેઇલ મોકલવામાં આવશે. વેરિફિકેશન કરવા પર, તમને નીચે દર્શાવ્યા પ્રમાણેનો સંદેશો મળશે. 

Verify your email

પગલું 3:સુરક્ષા પરિમાણો ગોઠવો

ત્યારબાદ, તમને સુરક્ષા સેટિંગ્સ પેજ પર લઈ જવામાં આવશે. સુરક્ષા હેતુઓ માટે, Google Authenticator એપ્લિકેશન ડાઉનલોડ કરીને અને તેને તમારા એકાઉન્ટ સાથે કનેક્ટ કરીને 2-પરિબળ પ્રમાણીકરણ (2FA) સક્ષમ કરવાની ભલામણ કરવામાં આવે છે.

Set up security measures

પગલું 4: KYC વેરિફિકેશન

સૌ પ્રથમ, KYC વેરિફિકેશન પૂર્ણ કરવા માટે પ્રદાન કરવામાં આવેલી સૂચિમાંથી તમારા દેશને પસંદ કરો. ત્યારબાદ તમે તમારા KYC વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. 

KYC Verification

પગલું 5: તમારું ફંડ ડિપોઝિટ કરો

  • INR ડિપોઝિટ કરવા

INR ફંડ તમારા બેંક ખાતામાંથી UPI/IMPS/NEFT/RTGS દ્વારા તમારા WazirX એકાઉન્ટમાં જમા કરાવી શકાય છે. ફક્ત તમારી વિગતો દાખલ કરો, જેમાં બેંકનું નામ, એકાઉન્ટ નંબર, IFSC કોડ, વગેરે શામેલ છે, અને તમે તૈયાર છો.

  • ક્રિપ્ટોકરન્સી જમા કરાવવી

ક્રિપ્ટોકરન્સી તમારા વૉલેટ અથવા અન્ય વૉલેટ્સમાંથી તમારા WazirX એકાઉન્ટમાં સ્થાનાંતરિત કરી શકાય છે. પહેલા તમારા WazirX વૉલેટમાંથી તમારું થાપણ સરનામું મેળવો. તે પછી, તમારી ક્રિપ્ટોકરન્સીને સ્થાનાંતરિત કરવા માટે આ સરનામાંને તમારા અન્ય વૉલેટના ‘સેન્ડ એડ્રેસ’ ભાગમાં શેર કરો.

પગલું 6: INR વડે USDT ખરીદો

તાજેતરની  USDT/INR કિંમતો જોવા માટે WazirX એપ્લિકેશન અથવા વેબસાઇટ પર લોગ ઇન કરો, અને પછી USDT/INR પ્રાઇસ ટિકર પર ક્લિક કરો. 

Buy USDT with INR

નીચે સ્ક્રોલ કરો, અને તમને BUY/SELL બટન દેખાશે. ત્યારબાદ, તમે જે INR રકમથી USDT ખરીદવા માંગો છો તે દાખલ કરો. તમારા WazirX એકાઉન્ટમાં જમા થયેલું તમારું INR બેલેન્સ આ રકમ કરતા વધારે અથવા સમાન હોવું આવશ્યક છે. 

Graphical user interface, text, applicationDescription automatically generated

BUY USDT પર ક્લિક કરો. એક વખત તમારો ઑર્ડર પૂરો થઈ જાય પછી તમે ખરીદેલ USDT તમારા WazirX વૉલેટમાં ઉમેરાઈ જશે. 

તેથી આ રીતે તમે ભારતમાં INRથી કેટલાક સરળ પગલાઓમાં USDT ખરીદી શકો છો. 
WazirX વિશે જાણવા માટે અહીંક્લિક કરો.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply