Skip to main content

ક્રિપ્ટો પર TDSની સરળ સમજૂતી

By જૂન 24, 2022ઓગસ્ટ 10th, 20224 minute read
TDS on Crypto Simplified

2022ના ફાઇનાન્સ બિલે આવકવેરા અધિનિયમ, 1961માં 194S નામની એક નવી કલમ રજૂ કરી, જેમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ (VDA)ના ટ્રાન્સફર માટે ચૂકવવામાં આવેલી કોઈપણ અવેજ પર 1% TDS વસૂલ કરવાનો ઉલ્લેખ છે. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે તમે કોઈપણ ક્રિપ્ટો ખરીદો છો (ક્રિપ્ટોને VDA ગણવામાં આવે છે), ત્યારે તમારે (અથવા આ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપતા એક્સચેન્જે ) ટ્રાન્ઝેક્શન વેલ્યુમાંથી 1% TDS તરીકે કાપવો પડશે અને રોકવો પડશે. આ રોકાયેલ ટેક્સ આગળ સરકારને ચૂકવવો પડશે.

આપણે વધુ વિગતવાર સમજીએ તે પહેલાં, અહીં તમારા માટે એક સારા સમાચાર છે: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ સ્પષ્ટતા કરી છે કે જ્યારે કોઈ વ્યક્તિ એક્સચેન્જ દ્વારા ક્રિપ્ટો ખરીદે છે (P2P ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં પણ), ત્યારે એક્સચેન્જ દ્વારા કલમ 194S હેઠળ ટેક્સની કપાત થઈ શકે છે. 

તેને સરળ રીતે કહીએ તો; તકનીકી રીતે, તમારે ખરીદનાર અથવા વિક્રેતા તરીકે કંઈ કરવાનું રહેશે નહીં. WazirX યોગ્ય કાર્યવાહી કરશે. જો કે, પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમારા સમર્થનની અપેક્ષા રાખવામાં આવી શકે છે. આ મિકેનિઝમને સમર્થન આપવા માટે અમે WazirX ખાતે અમારી સિસ્ટમને અપગ્રેડ કરી રહ્યા છીએ અને તે અંગે અમે તમને જણાવતા રહીશું.

આ જોગવાઈઓને વધુ સારી રીતે સમજવામાં તમારી સહાય કરવા માટે, અહીં ઉદાહરણો સાથેના કેટલાક ખુલાસાઓ છે:

  • TDS જોગવાઈઓ 1 જુલાઈ 2022 થી લાગુ થશે. આ જોગવાઈઓ 1 જુલાઈ 2022 પહેલાં અમલમાં મૂકાયેલા કોઈપણ ટ્રેડને અસર કરશે નહીં. આ જોગવાઈઓ અનુસાર, તે દરેક ટ્રેડ જેમાં ક્રિપ્ટો એસેટને INR અથવા અન્ય ક્રિપ્ટો એસેટમાં એક્સચેન્જ કરવામાં આવે છે તેમાં TDS કાપવામાં આવશે.

કૃપા કરીને નોંધ કરો: જો તમે 1લી જુલાઈ 2022 પહેલા ઓર્ડર આપ્યા હોય, પરંતુ ટ્રેડ 1લી જુલાઈ 2022ના રોજ અથવા તે પછી થાય છે, તો TDS જોગવાઈઓ લાગુ થશે.

  • INR દ્વારા ક્રિપ્ટો ખરીદવા પર ખરીદનાર પાસેથી કોઈ TDS કાપવામાં આવશે નહીં, પણ ક્રિપ્ટો એસેટ વેચનાર TDS ચૂકવવા માટે જવાબદાર રહેશે. જો કે, જ્યારે અન્ય ક્રિપ્ટો એસેટ થકી ચૂકવણી કરીને ક્રિપ્ટો એસેટ ખરીદવામાં આવે છે, એટલે કે, એક ક્રિપ્ટો એસેટનું બીજી ક્રિપ્ટો માટે ટ્રેડિંગ કરવામાં આવે છે, ત્યારે TDS બંને પક્ષો દ્વારા ચૂકવવાપાત્ર રહેશે. 
  • જ્યાં પણ લાગુ પડતું હોય ત્યાં, મેળવવાપાત્ર INR અથવા ક્રિપ્ટો રકમમાંથી 1% TDS કાપવામાં આવશે. જો કે, આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 206AB મુજબ, જો વપરાશકર્તાએ છેલ્લા 2 વર્ષમાં તેમનું આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું નથી અને TDSની રકમ આ બે અગાઉના દરેક વર્ષમાં ₹50,000 કે તેથી વધુ છે, તો (ક્રિપ્ટો-સંબંધિત વ્યવહારો માટે) 5% TDS કાપવામાં આવશે. સરળતા માટે, આ બ્લોગના બાકીના ભાગમાં આપણે TDSના દર તરીકે 1%નો ઉપયોગ કરીશું.
  • એકત્રિત કરેલ TDS INRના સ્વરૂપમાં આવકવેરા વિભાગને ચૂકવવા પડશે. આ માટે, ક્રિપ્ટોના રૂપમાં એકત્ર કરાયેલ કોઈપણ TDSને INRમાં રૂપાંતરિત કરવું પડશે. રૂપાંતરણની સરળતા માટે અને ક્રિપ્ટોથી ક્રિપ્ટો વ્યવહારોમાં કિંમતમાં ઘટાડો કરવા માટે, ક્વોટ (અથવા પ્રાથમિક) ક્રિપ્ટો એસેટમાં બંને પક્ષો માટે TDS કાપવામાં આવશે. WazirX માર્કેટમાં 4 ક્વોટ એસેટ છે- INR, USDT, BTC અને WRX. ઉદાહરણ તરીકે, નીચેના માર્કેટમાં: MATIC-BTC, ETH-BTC, અને ADA-BTC, BTC એ ક્વોટ ક્રિપ્ટો એસેટ છે અને તેથી આ માર્કેટમાં ખરીદનાર અને વેચનાર બંનેનો TDS BTCમાં કાપવામાં આવશે.
  • ઉદાહરણો:
  • INR બજારો: 1 BTC નું ટ્રેડ 100 INRમાં થાય છે. BTC વિક્રેતા 99 INR (1% TDS કપાત પછી) મેળવે છે. BTC ખરીદનાર 1 BTC મેળવે છે (કોઈ TDS કપાત નહીં થાય).
  • ક્રિપ્ટો-ક્રિપ્ટો બજારો: 1 BTCનું વેચાણ 10 ETHમાં થાય છે. BTC વિક્રેતા 1.01 BTC (1% TDS ઉમેર્યા પછી) ચૂકવીને 10 ETH મેળવે છે. BTC ખરીદનાર 0.99 BTC (1% TDS કપાત પછી) મેળવે છે.
  • P2P ટ્રેડ્સમાં. USDT સેલ ઓર્ડર આપવામાં આવે તે પહેલાં 1% TDS કાપવામાં આવશે. P2P USDT ખરીદનાર દ્વારા કોઈ TDS ચૂકવવાની જરૂર નથી.
  • ઉદાહરણો:
  • વિક્રેતા 100 USDT વેચવા માટે ઓર્ડર આપે છે. 1% TDS કપાત પછી 99 USDT માટે વેચાણ ઓર્ડર આપવામાં આવશે. ખરીદનાર 99 USDT માટે ચૂકવણી કરશે અને તેને અનુરૂપ INR ખરીદનાર દ્વારા વેચનારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
  • જો સમગ્ર 99 USDT સફળતાપૂર્વક વેચવામાં ન આવે, તો 1% TDS માત્ર વેચાયેલી રકમના પ્રમાણમાં જ કાપવામાં આવશે અને TDS માટે લૉક કરેલ બાકીના 1 USDT ઓર્ડર રદ થવા પર વેચનારને પાછા આપવામાં આવશે.
  • એક્સચેન્જ દ્વારા લાદવામાં આવેલ GST/ચાર્જને બાદ કર્યા પછી ચૂકવવાપાત્ર ‘નેટ’ અવેજ પર TDSની ગણતરી કરવામાં આવશે. 
  • ક્રિપ્ટોમાં એકત્ર કરવામાં આવેલ કોઈપણ TDS સમયાંતરે INRમાં રૂપાંતરિત કરવામાં આવશે અને પ્રાપ્ત થયેલ INR મૂલ્ય સંબંધિત સોદાઓ સામે અપડેટ કરવામાં આવશે.
  • આ બધુ વધુ પારદર્શક બનાવવા માટે, કાપવામાં આવેલ TDS ટ્રેડ એક્ઝિક્યુશન પછી તરત જ ઓર્ડર વિગતો પેજ પર સ્પષ્ટ કરવામાં આવશે. જ્યાં TDS કોઈપણ ક્રિપ્ટો એસેટના રૂપમાં કાપવામાં આવે છે એવા કિસ્સાઓમાં, કાપવામાં આવેલ TDSને અનુરૂપ INR મૂલ્ય 48 કલાક પછી ટ્રેડિંગ રિપોર્ટમાં મળી શકે છે.
  • બ્રોકર પ્લેટફોર્મ દ્વારા WazirX પર કરવામાં આવેલા સોદા પર TDS લાગુ થશે નહીં જો બ્રોકર પોતે TDS કપાત કરી રહ્યા હોય અને તેની પાસે WazirX સાથે તેનો યોગ્ય લેખિત કરાર હોય.

કૃપા કરીને નોંધ કરો: અમલીકરણની સુસંગતતા અને સરળતા માટે, ક્રિપ્ટો ટ્રેડ્સ પર કર કપાતનો ઉપરોક્ત વર્ણવેલ અભિગમ નાણાકીય વર્ષ દરમિયાન તેમના ટ્રેડિંગ વોલ્યુમને ધ્યાનમાં લીધા વિના તમામ વપરાશકર્તાઓને લાગુ પડશે.

સારાંશ

અમે આશા રાખીએ છીએ કે આ લેખ તમને TDS મિકેનિઝમ સમજવામાં મદદ કરશે. અમે તમારી સફરને અવિરત બનાવવા માટે વધુ વાંચન અને શીખવાનું સાહિત્ય શેર કરવાનું ચાલુ રાખીશું. જો તમારી પાસે કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને તેમને નીચેના ટિપ્પણીઓ વિભાગમાં વિના સંકોચે જણાવો.

હંમેશાની જેમ જ અમને સપોર્ટ કરતા રહો.

હેપ્પી ટ્રેડિંગ.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply