Skip to main content

સૌથી ખરાબ ક્રિપ્ટો સલાહ જેનાથી બચવું જોઈએ (The Worst Crypto Advice to Avoid)

By એપ્રિલ 15, 2022એપ્રિલ 19th, 20224 minute read

ભલે તમે શિખાઉ હોવ કે પછી ક્રિપ્ટો વિશ્વના અનુભવી, તમે એક યા બીજા સમયે અમુક નુકસાન ભોગવ્યું જ હશે. આ શીખવાની પ્રક્રિયાનો એક ભાગ અને પાર્સલ છે, પરંતુ જો તમે નોંધપાત્ર નુકસાન સહન કર્યા વિના શીખી શકતા હોવ તો કેવું રહે? ક્રિપ્ટોકરન્સી અને અન્ય બ્લોકચેન અસ્કયામતોનું ટ્રેડીંગ કરતી વખતે શું ન કરવું તેના ઉદાહરણ તરીકે ક્રિપ્ટોમાં કેટલીક ખરાબ સલાહો પર એક નજર કરીએ.

ટોચની વસ્તુ ખરીદવી

ટોચની ખરીદી કરવી, અથવા સિક્કો ખરીદવો જ્યારે તે ATH (ઓલ-ટાઇમ હાઇ) પર હોય, ત્યારે તે એક જબરદસ્ત ભૂલ છે, જેનું પરિણામ ચોક્કસપણે નુકસાન જ હશે. જો તમે કિંમતોને ઊંચે ચઢતા જુઓ અને FOMO (બાકી રહી જવાનો ડર) અનુભવો, અથવા જો તમને અન્ય લોકો દ્વારા સિક્કો ખરીદવા માટે સમજાવવામાં આવ્યા હોય – જેની પાસે કદાચ પહેલેથી જ તે સિક્કો છે. જ્યારે કિંમત નીચી જાય છે, ત્યારે તમારું નુકસાન 30 થી 40% સુધી સરળતાથી પહોંચી શકે છે, જો વધુ ન હોય તો. ચોક્કસથી, તમે કદાચ જાણતા ન હોવ કે ટોચ શું છે, પરંતુ કોઈપણ સક્ષમ રોકાણ માટેની સલાહ પૈસા કમાવવાના પ્રયાસ કરતાં તમારા પૈસા ગુમાવાય નહીં તેને પ્રાથમિકતા આપશે.

આ ભૂલમાંથી બહાર આવવા માટે, તમે કેટલીક બાબતો કરી શકો છો:

  • WazirX જેવા એક્સચેન્જ પર કોઈનના ફાઇનાન્સિયલ ચાર્ટ ખોલો, 
  • વર્તમાન ઉછાળ ટકાઉ છે કે નહીં તેની ખાતરી કરો. જો કિંમતનો વળાંક પેરાબોલિક આકારનો હોય, તો વૃદ્ધિ કુદરતી હતી તેવી શક્યતા ઓછી છે અને સિક્કો ફરીથી ATH (ઓલ-ટાઈમ હાઇ) સુધી પહોંચે તેવી શક્યતા નથી. 
  • રેખીય ભાવ વૃદ્ધિના કિસ્સામાં, હજી પણ તમારી ખોટ ઘટાડવાની અને કદાચ નફો કરવાની આશા પણ હોઈ શકે છે. જ્યાં સુધી તમને વેચવા માટે સ્વીકાર્ય કિંમત ન મળે ત્યાં સુધી તમારે રાહ જોવાની અને ચાર્ટ તપાસવાની જરૂર છે.

આ બધું એકદમ સરળ થઈ ગયું છે, ખરેખર. ચાર્ટને સાચી રીતે સમજવા માટે, તમારે WazirX બ્લોગ પર જવું પડશે અને ક્રિપ્ટોમાં ટેકનિકલ વિશ્લેષણને લગતી તેની પોસ્ટ વાંચવી પડશે

via WazirX

Get WazirX News First

* indicates required

માઇક્રો-કેપ કોઈન ખરીદવા

કોઈ કોઈન ખરીદવાની નાદાન ભૂલ એ છે કે તે ખૂબ સસ્તો હોવાથી કે પછી કોઈ વ્યક્તિ અથવા જૂથ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હોવાથી તેને ખરીદવામાં આવે. આ કેટેગરીમાં આવતા મોટા ભાગના કોઈનનો ક્યાં તો કોઈ ઉપયોગનો કિસ્સો નથી અથવા ખૂબ જ મર્યાદિત ઉપયોગનો કિસ્સો છે, અથવા બેસ્ટ કેસ સિનારીઓ – હજુ તેમની સંભવિતતા સાબિત કરવાની બાકી છે. આ ભૂલ ટાળવા માટે કોઈનની ટોકન કિંમતને બદલે તેની માર્કેટ કેપ તપાસો. આ એટલા માટે છે કારણ કે એ માર્કેટ કેપ જ છે જે નક્કી કરે છે કે ક્રિપ્ટોની કિંમત કેટલી ઊછળી શકે છે.

જો તમને ખાતરી ન હોય કે ક્રિપ્ટોમાં વૃદ્ધિની દ્રષ્ટિએ કેટલી સંભાવના છે તે કેવી રીતે તપાસવું, તો અન્ય સમાન કોઈનની શ્રેણીમાં રહેલા કોઈન તપાસો અને તે ક્યાં છે તે જોવા માટે તેમના દૈનિક ટ્રેડેડ વોલ્યુમ, માર્કેટ કેપ અને ઑનલાઇન એંગેજમેન્ટની તુલના કરો.

કોઈના સમર્થનને કારણે કોઈન ખરીદવો

કોઈ પણ ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર કોઈ જાહેર હસ્તી દ્વારા કરવામાં આવે માત્ર તે જ કારણે તમારે તેમાં ક્યારેય રોકાણ ન કરવું જોઈએ. તે ખૂબ જ સંભવ છે કે તેઓ માર્કેટ સપ્લાયનો મોટો હિસ્સો ધરાવતા હોય. જો પૂરતા પ્રમાણમાં લોકો સિક્કા ખરીદે છે, તો જાહેર હસ્તી તેમના સિક્કા વેચવાનું અને વ્યવસ્થિત નફો કરવાનું નક્કી કરી શકે છે, જેનાથી સામાન્ય રોકાણકારો ખોટમાં જાય.

પ્રસિદ્ધ લોકો દ્વારા પ્રસંશા કરવામાં આવતા તમામ કોઈન લેવાનું ટાળો કારણ કે ઉચ્ચ ગુણવત્તાવાળા કોઈનને સારું પ્રદર્શન કરવા માટે જાહેરાતની જરૂર નથી હોતી. કોઈન ખરીદતા પહેલા તેનું વ્હાઇટપેપર વાંચવું એ એક સારો વિચાર છે અને તે તમને કોઈપણ કૌભાંડનો શિકાર થવાથી બચાવે છે.

સોશિયલ મીડિયાના કારણે સિક્કો ખરીદવો

Reddit, Twitter અને Instagram જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ એવા કોઈન માટેના શિલિંગ પેજથી ભરેલી હશે જે તમે કદાચ ક્યારેય સાંભળ્યું પણ ન હોય અથવા ભયંકર યુઝ કેસ ધરાવતા સિક્કાઓ હોઈ શકે. તેઓ મોટે ભાગે તે કોઈનને લાંબા સમય સુધી હોલ્ડ કરવાથી તેના ભાવ આસમાને જવાની વાતો કરતાં હોય છે. ધ્યાનમાં રાખો કે દરેક વ્યક્તિ જે ચોક્કસ સિક્કા માટે પ્રચાર કરે છે તેને ક્યાં તો વિકાસકર્તાઓ દ્વારા પૈસા આપવામાં આવતા હોય છે અથવા તેમણે પ્રોજેક્ટમાં ઘણો સમય અને નાણાં રોકેલ હોઈ શકે છે, પરિણામે તેઓ તેની તરફેણમાં ભારે પક્ષપાત કરતા હોય છે. 

સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિથી અંજાઈ જવાથી બચવા માટે, DYOR એટલે કે ડુ યોર ઓન રિસર્ચ (તમારું પોતાનું સંશોધન કરવું) મહત્વપૂર્ણ છે. તમારું પોતાનું સંશોધન કરવાથી એ ખાતરીપૂર્વક જાણી શકાય છે કે સિક્કામાં ભવિષ્યની સંભાવના છે કે નહીં કે પછી નવા નિશાળીયાને લલચાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

માર્કેટ ક્રેશ આવવાને કારણે વેચી દેવું

આ એક એવી ભૂલ છે જેનો અનુભવી ટ્રેડર્સ પણ ક્યારેક શિકાર બની શકે છે. ઇક્વિટી અને ક્રિપ્ટો ઇકોસિસ્ટમ બંનેમાં માર્કેટ ક્રેશનો ભય સતત રહે છે. જે લોકો વારંવાર ભૂલી જાય છે તે એ છે કે માર્કેટ ક્રેશ ક્યારેય કાયમી હોતું નથી. ઉછાળ પછી ક્રેશ આવે છે; વહેલા કે મોડા. આ કિસ્સામાં, શ્રેષ્ઠ ઉકેલ માત્ર હોલ્ડ કરવાનો છે. અથવા ઓછામાં ઓછું, તળિયે ન વેચવું.

જેમ આપણે બધા જાણીએ છીએ, માર્કેટ અનિશ્ચિત છે. ફેબ્રુઆરીમાં, યુક્રેન પર રશિયન આક્રમણને કારણે મોટા પાયે ક્રેશ થવાની આશંકા હતી. બીજા દિવસે, આ ડર નિરર્થક નીકળ્યો કારણ કે બજારો ખરેખર ઘટવાને બદલે ઉપર ગયા હતા 

વિગતવાર સમજૂતી 

પોતાના પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ ન કરવું અને તમામ ભંડોળને એક જ કોઈનમાં રોકવું એ એકદમ ખરાબ ભૂલ છે. બની શકે તે વર્ષના વચલા દિવસે એકાદ વાર કામ કરે, અને વારંવાર નહીં, પણ તે એક ખરાબ વિચાર છે. કોઈપણ એક કોઈનમાં મોટું રોકાણ એ પણ મોટું જોખમ છે, કારણ કે એક નાનો ઘટાડો પણ તમારા નફાની મોટી ટકાવારી તોડી શકે છે. આને રોકવાનો એકમાત્ર રસ્તો તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાનો છે. તમારા ક્રિપ્ટો પોર્ટફોલિયોનું વૈવિધ્યકરણ એ એક સ્માર્ટ સ્ટેપ છે અને જો એક ક્રિપ્ટો નીચે જાય તો તમારા નુકસાનને ઘટાડવામાં મદદ કરશે.

નિષ્કર્ષ

“ક્રિપ્ટોમાં રોકાણ કરતી વખતે શું ન કરવું જોઈએ” ની આ સૂચિ જોઈ લીધા પછી, આશા છે કે, તમે મોટા ભાગના ક્રિપ્ટો ટ્રેડર કરી શકે તેવી કેટલીક સામાન્ય ભૂલો વિશે થોડા વધુ વાકેફ બન્યા હશો. આ માહિતીનો ઉપયોગ કરીને, તમે આગળ કયા કોઈનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો?

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply