Skip to main content

ભારતમાં ડોજકોઇન કેવી રીતે ખરીદવો? (How to Buy Dogecoin in India)

By નવેમ્બર 29, 20214 minute read

ક્રિપ્ટો અંગેનો ક્રેઝ વધતો જ જઈ રહ્યો છે, જેનો પુરાવો છે કે દરરોજ ક્રિપ્ટો માર્કેટમાં ઝંપલાવતા લોકોની વધતી જતી સંખ્યા. અત્યંત અસ્થિર હોવા છતાં ભારેખમ વળતર આપવાની સંભાવના સાથે ક્રિપ્ટોકરન્સી આધુનિક સમયના રોકાણકારો માટે અનુકૂળ મિલકત બની ગઈ છે. અનુભવી રોકાણકારો અને સંસ્થાઓથી માંડીને નવા લોકો સુધી બધા જ ક્રિપ્ટોની ટ્રેનમાં સફર કરવા માંગે છે.

લાંબા સમયથી બિટકોઇન સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી રહી છે, જ્યારે અલ્ટકોઇન્સ (વૈકલ્પિક કોઇન અથવા બિટકોઇન સિવાયના તમામ ક્રિપ્ટો) ચોક્કસપણે લોકોને આકર્ષિત કરી રહ્યા છે. છેલ્લા થોડા મહિનાઓમાં ઇથેરિયમ (Ethereum), કાર્ડાનો (Cardano) અને એક્સઆરપી(XRP) જેવા કેટલાક અલ્ટકોઇન્સમાં દેખીતી વૃદ્ધિ નોંધાઈ છે અને જો તેમની વર્ષ અનુસાર વૃદ્ધિ જોઈએ તો તેમને બિટકોઇનને પણ પાછળ છોડી દીધો છે. ડોજકોઇન (DOGE) એક એવું અલ્ટકોઇન છે જે અત્યારે ક્રિપ્ટો માર્કેટમાં પ્રખ્યાત છે.

શરૂઆતમાં જે માત્ર મજાક માટેનો કોઇન હતો તે હવે ટોચની 10 ક્રિપ્ટોકરન્સીમાં સ્થાન ધરાવે છે. વર્ષની શરૂઆતમાં 1 ટકાથી પણ ઓછા દરે ટ્રેડ કરતો ડોજકોઇન હાલમાં $0.238ના ભાવે ટ્રેડ કરે છે અને તેનું માર્કેટ કેપિટલાઇઝેશન $31.3 અબજ છે. ડોજકોઇનના ચાહકો કોઇન માટે તેમના સમર્થનમાં અવાજ ઉઠાવે છે અને તેઓ માને છે કે ડોજઇનના ભાવ ખૂબ જ જલદી $1ની નજીક હશે અને તેથી જ તેઓ “ડોજ ટુ ધ મૂન” (કિંમતો માટે ક્રિપ્ટોની ભાષા)ના ખ્યાલને પ્રોત્સાહન આપે છે.

ડોજકોઇન (Dogecoin): સંક્ષિત્પ ઈતિહાસ અને લોકપ્રિયતામાં વધારો

2013માં સોફ્ટવેર એન્જિનિયર બિલી મારકસ અને જેક્સન પાલ્મર દ્વારા ડોજકોઇનની શરૂઆતમાં મીમ કોઇન તરીકે કલ્પના કરવામાં આવી હતી, ડોજકોઇન બિટકોઇનને વ્યંગાત્મક શ્રદ્ધાંજલિ છે જે મનોરંજન સિવાય બીજું કોઈ વાસ્તવિક કાર્ય કરવા માટે નહોતો. કોઇનનું નામ ઇન્ટરનેટ મીમ પરથી લેવામાં આવ્યું હતું જેમાં શિબા ઇનુ નામનો કૂતરો નબળી જોડણી ધરાવતો હતો, તેથી “ડોગ” ને બદલે “ડોજ” શબ્દ લેવામાં આવ્યો હતો. જોકે ડોજકોઇન હવે એક જોક રહ્યો નથી. માર્ક ક્યુબન, સ્નૂપ ડોગ, ઇલોન મસ્ક વગેરે જેવી અગ્રણી હસ્તીઓ અને પ્રભાવકોના સમર્થનને કારણે તેમાં હવે તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે.

માર્ચ 2021માં ગેમસ્ટોપ સાગા (GameStop saga)ના પ્રત્યાઘાતો આંશિક રીતે ડોજકોઇનના ઝડપી વિકાસમાં સહભાગી છે. આ ઘટનાને પગલે ગેમસ્ટોપના વિકાસને સમર્થન આપનારા વ્યક્તિગત રિટેલ વેપારીઓ ડોજ જેવી જોક ક્રિપ્ટોકરન્સી તરફ વળ્યા છે. આ ઉપરાંત, ડોજકોઇનની તરફેણમાં ઇલોન મસ્કના નિયમિત છતાં ગુપ્ત ટ્વીટ્સે પણ ક્રિપ્ટોની વિશ્વસનીયતામાં ફાળો આપ્યો છે. 

ત્યાર પછી, મે 2021માં જ્યારે મસ્ક સેટરડે નાઇટ લાઇવમાં આવ્યા ત્યારે તે ડોજકોઇન માટે મોટી પળ હતી.

Get WazirX News First

* indicates required

આ કાર્યક્રમ અગાઉ ક્રિપ્ટોકરન્સીના વેપારીઓ અને નિરીક્ષકોએ એલોન મસ્ક આ કાર્યક્રમમાં ડોજકોઇનનો ઉલ્લેખ કરશે કે કેમ તે અંગે ખુલ્લેઆમ અટકળો લગાવી હતી. આ અટકળો અને ત્યાર પછીની કોઇનની આસપાસની ચર્ચાએ અબજોપતિ માર્ક ક્યુબન સહિત અનેક નોંધપાત્ર વ્યક્તિઓના રસમાં વધારો કર્યો. જોકે, મસ્ક ડોજને સમર્થન આપશે તેવી અપેક્ષાઓથી વિપરીત, જ્યારે ટેસ્લાના સીઇઓએ મજાકમાં કોઇનને “ધમાલ” તરીકે ઉલ્લેખ કર્યો હતો, ત્યાર પછી ક્રિપ્ટોમાં 30 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. જ્યારે સેટરડે નાઇટ લાઇવમાં ઇલોન મસ્કના હોસ્ટિંગ પ્રયાસોથી ડોજકોઇનને સીધો ફાયદો થયો ન હતો, તેમની હાજરી અને તેની અગાઉની અટકળોના અઠવાડિયાએ નિઃશંકપણે ક્રિપ્ટોકરન્સી ખાસ કરીને ડોજકોઇન તરફ અનેક વ્યક્તિઓનું ધ્યાન ખેંચ્યું હતું.

તેના સ્થાપકોના જણાવ્યા અનુસાર ડોજકોઇનનો ઉપયોગ અત્યાર સુધી ઓનલાઇન ખરીદી, ચેરિટી અને 2014ની જમૈકન ઓલિમ્પિક બોબ્સ્લેડ ટીમ(Jamaican Olympic bobsled team)ને ફાઇનાન્સ કરવા અને વિશ્વના વિવિધ પ્રદેશોમાં સ્વચ્છ પાણી પહોંચાડવા માટે પણ કરવામાં આવ્યો છે. ક્રિપ્ટોકરન્સી તરીકે ડોજ આવશ્યકરીતે એક ટોકન છે જે ફિયાટ કરન્સીના બદલામાં મેળવી શકાય છે અને ઇન્ટરનેટ મારફતે પાર્ટીઓ વચ્ચે તેનો સલામત રીતે વિનિમય કરી શકાય છે.

શું ડોજકોઇન મૂલ્યવાન રોકાણ છે?

ડોજકોઇનને કેમ આટલો બધો હાઇપ કરવામાં આવ્યો છે? ડોજકોઇનનો પ્રૂફ-ઓફ-વર્ક પ્રોટોકોલ બિટકોઇનના પ્રોટોકોલથી અનેકગણો અલગ છે. DOGEના અલ્ગોરિધમમાં SCRYPTનો ઉપયોગ થાય છે, જેના પરિણામે ક્રિપ્ટોકરન્સીએ BTC કરતાં ઝડપથી પ્રોસેસિંગ સ્પીડ હાંસલ કરી છે. વધુમાં, ક્રિપ્ટોકરન્સીમાં 1 મિનિટનો બ્લોક સમય અને કુલ પુરવઠો અનિયંત્રિત છે, જેનો અર્થ એ છે કે ડોજકોઇનને અમર્યાદિત પ્રમાણમાં માઇન કરી શકાય છે. પરિણામે, ડોજકોઇન અનિવાર્યપણે ફુગાવાનો કોઇન છે, જે તેને લાંબાગાળે વ્યવહારું રોકાણ બનાવે છે. બિટકોઇન જેવા ક્રિપ્ટોથી વિપરીત, જેમાં માંગનું સ્તર વધે છે અને પુરવઠાનું સ્તર ઘટે છે અને આ પરિબળ વ્યવહારિક ચલણ તરીકે તેના આખરી સ્વીકાર અને એકીકરણને સંભવિત રીતે મદદ કરી શકે છે.

ડોજકોઇનનો વ્યાપક પ્રમાણમાં સ્વીકાર થવાની સાથે ચોક્સપણે તે તેની હાલની સ્થિતિમાંથી વાસ્તવિક ડિજિટલ કરન્સીની સ્થિતિ તરફ આગળ વધશે. ડિજિટલ કરન્સી કે જે લાખો ગ્રાહકોને નિયમિતપણે સેવા આપે છે. આ ઉપરાંત, એ તો કેવી રીતે ભૂલી જવાય કે ડોજકોઇન ટોચના અબજોપતિ રોકાણકારોમાં લોકપ્રિય છે. આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને ડોજકોઇન નિઃશંકપણે યોગ્ય રોકાણ છે. જોકે, વપરાશકર્તાઓએ જાગૃત રહેવાની જરૂર છે કે અસ્થિરતા પણ અન્ય ક્રિપ્ટોકરન્સીની જેમ જ નોંધપાત્ર જોખમ પરિબળ છે. તેથી, સામાન્ય રીતે ભલામણ કરવામાં આવે છે કે તમે ક્રિપ્ટો ખરીદતા પહેલા કિંમતો થોડી ઓછી થવાની રાહ જુઓ.

ભારતમાં ડોજકોઇન કેવી રીતે ખરીદવા?

ભારતમાં ક્રિપ્ટોકરન્સીની આસપાસ નિયમન હજુ અસ્પષ્ટ હોવા છતાં ક્રિપ્ટો ટ્રેડિંગ અત્યારે સૌથી ઊંચા સ્તરે છે. ભારતીય વપરાશકર્તાઓ બિટકોઇન અને ઇથેરિયમ(Ethereum)થી લઈને કાર્ડાનો(Cardano), ડોજકોઇન અને અન્ય તમામ સુધી છે. આજે એવા ઘણા ક્રિપ્ટો એક્સચેન્જછે જેમાંથી તમે ક્રિપ્ટો ટ્રેડ કરી શકો છો અને જો તમે ભારતમાં ડોજકોઇન ખરીદવા માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ શોધી રહ્યા છો, તો જવાબ છે વઝીરએક્સ(WazirX). 

ડિજિટલ એસેટના ટ્રેડિંગ માટે ક્રિપ્ટો એક્સચેન્જ શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે ક્રિપ્ટો ટ્રેડિંગ માટે હજી સુધી કોઈ સ્ટાન્ડર્ડ સ્ટ્રક્ચર નથી. આ જ કારણ છે કે પ્રતિષ્ઠિત અને વિશ્વાસપાત્ર એક્સચેન્જની પસંદગી કરવી આવશ્યક છે. નોંધપાત્ર યુઝર ધરાવતું વઝીરએક્સ(WazirX) ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગ અથવા હોલ્ડિંગ માટે વિશાળ શ્રેણી ધરાવે છે, જેમાં તેની પોતાની યુટિલિટી ટોકન – WRX ટોકનનો પણ સમાવેશ થાય છે. પ્રીમિયમ સુરક્ષા, એકદમ ઝડપી વ્યવહારો, સરળ અને ઝડપી KYC પ્રક્રિયાઓ અને અનેક પ્લેટફોર્મ પર સુલભતા સાથે વઝીરએક્સ(WazirX) ભારતનું સૌથી વિશ્વસનીય ક્રિપ્ટો એક્સચેન્જ છે.

ભારતમાં વઝીરએક્સ(WazirX) થકી ડોજકોઇન ખરીદવા માટે પહેલા તો વઝીરએક્સ(WazirX) એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અથવા તેને વેબ પ્લેટફોર્મ દ્વારા એક્સેસ કરો. પછી, તમારે તમારું એકાઉન્ટ સેટ કરવાનું રહેશે. એકવાર તમે તમારી KYC પ્રક્રિયાઓ પૂર્ણ કરી લો, પછી તમારા રજિસ્ટ્રેશનની ચકાસણી કરવામાં આવશે. પછી, તમારે તમારી બેંક વિગતો ભરી તેમાં તમારું ફંડ જમા કરાવવાનું રહેશે. એકવાર આ થઈ જાય પછી, તમે ભારતમાં નવીનતમ ડોજકોઇન કિંમત જોવા અને તે મુજબ ખરીદી અથવા વેચાણ કરવા માટે વઝીરએક્સ(WazirX) એક્સચેન્જની મુલાકાત લઈ શકો છો.ભારતમાં ડોજકોઇન ખરીદવા માટે તમારે એટલું જ કરવાની જરૂર છે.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply