Skip to main content

Web3 શું છે – શિખાઉ લોકો માટે (What is Web3 – For Beginners)

By એપ્રિલ 14, 2022એપ્રિલ 30th, 20225 minute read

નોંધ: આ બ્લોગ બહારના બ્લોગર દ્વારા લખાયેલો છે. આ પોસ્ટમાં વ્યક્ત કરાયેલા મતો અને મંતવ્યો ફક્ત લેખકના છે.

ઈન્ટરનેટનો ઉદય એ ઈતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ ટેકનોલોજીકલ પ્રગતિઓમાંની એક છે. તે આપણી સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ પરથી સ્પષ્ટ થાય છે, જેમ કે આપણાં ઉબેર ડ્રાઇવરની ચોક્કસ સ્થિતિ શોધવામાં સક્ષમ બનવું અને ઓનલાઈન બુકિંગ કરવું અથવા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું હોય એવું કોઈ મીમ મિત્રને મોકલવું. છેલ્લા 16 વર્ષથી લોકો આને વેબ 2.0 તરીકે ઓળખે છે. આજે, એવા લાખો ઓનલાઈન ગ્રૂપ છે જેમાં સોશિયલ મીડિયા એપ્લિકેશન દ્વારા વૈશ્વિક મુદ્દા પર ખુલ્લેઆમ ચર્ચા કરવામાં આવે છે, જેની ઈન્ટરનેટના અગ્રણીઓને આશા પણ હતી.

વધુ નિર્ણાયક રીતે, વેબ 2.0 એ ડેવલપર્સ માટે તે ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી પણ ચઢિયાતા વેબ બનાવવાનો દરવાજો ખોલ્યો છે, જે વેબ 3.0 તરીકે ઓળખાતા સંસ્કરણના આગમનની જાહેરાત કરે છે.

ઇન્ટરનેટના ઘણા અવતાર છે

જ્યારે ઇન્ટરનેટ અથવા “વર્લ્ડ વાઇડ વેબ (www)” ની વાત આવે છે, ત્યારે તેની શરૂઆતથી ઘણા વિકાસ થયા છે. જો કે, ટેક્નોલોજીના શરૂઆતના દિવસોની સરખામણીમાં આજની ટેક્નોલોજી ઘણી અલગ છે. સામાન્ય રીતે, ઈન્ટરનેટ વિકાસના ત્રણ મુખ્ય તબક્કાનો ઉલ્લેખ કરવામાં આવે છે: વેબ 1.0, વેબ 2.0 અને છેલ્લે, વેબ 3.0.

વેબ 1.0

વેબ 1.0 એ ઇન્ટરનેટનું પ્રથમ અને મૂળભૂત સંસ્કરણ હતું. તે સ્ટેટિક હોવાના કારણે, ઇન્ટરનેટ વપરાશકર્તાઓ વેબ પેજનો ઉપયોગ કન્ટેન્ટ શોધવા અને વાંચવા જેવા કાર્યો કરવા માટે કરતા હતા. બસ તેમાં આટલું જ હતું. તે ઇન્ટરનેટ પર “ફક્ત વાંચી શકાય તેવું” હતું.

ડેટાબેઝનો ઉપયોગ કરવાને બદલે, સામગ્રી સપ્લાય કરવા માટે સ્ટેટિક ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હતો. વેબસાઇટ્સ પર કોઈ ક્રિયાપ્રતિક્રિયાઓ ન હતી. આના કારણે, આપણે વેબ 2.0 ફ્રેમવર્ક પર ઝડપથી જઈ શક્યા.

Get WazirX News First

* indicates required

Top of Form

મેળવો WazirX News સૌપ્રથમ

વેબ 2.0

ડોટ-કોમની બોલબાલા અને ફેસબુક અને ગૂગલ જેવા ડિજિટલ ટાઇટન્સના ઉદયના કારણે તેણે વેબ 2.0 માં પ્રવેશ કર્યો. વેબ 1.0 ની સરખામણીમાં, વેબ 2.0 એ લોકોને ઑનલાઇન મળેલા કન્ટેન્ટ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની વધુ રીતો ઓફર કરી.

લોકો વેબસાઇટ થકી કોમેન્ટ લખવા, ફોટોગ્રાફ્સ અથવા વિડિયો અપલોડ કરવા અથવા ટેક્સ્ટ સંદેશા મોકલવામાં સક્ષમ થયા. આજે આપણે જે ઇન્ટરનેટ જોઈએ છીએ અને પ્રતિક્રિયાઓ કરીએ છીએ તે વેબ 2.0 છે.

વેબ 2.0 ની અન્ય ખાસ વિશેષતા એ હતી કે નોન-ડેવલપર્સ વેબસાઇટ્સ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવામાં અને કન્ટેન્ટ ઉમેરવા માટે સક્ષમ હતા. આથી, લોકો તેમની સર્જનાત્મક પ્રવૃતિઓમાંથી પણ પૈસા કમાવવાનું શરૂ કરી શકે છે. તેના અસંખ્ય ફાયદાઓ હોવા છતાં, વેબ 2.0 ડેટા સુરક્ષાના અભાવે અવરોધાયું હતું. પરિણામે, ડેટા સુરક્ષાની સમસ્યા ચર્ચાનો મુખ્ય વિષય હતો.

શરૂઆતમાં, ગ્રાહકો ઇન્ટરનેટ સેવાઓના મફત ઉપયોગના બદલામાં તેમની વ્યક્તિગત માહિતી ખુશી ખુશી આપતા હતા. જો કે, જ્યારે મોટી કંપનીઓએ ગ્રાહકની માહિતીના વિશાળ ડેટાબેઝનું સંકલન કરવાનું શરૂ કર્યું અને પછી તેમના પોતાના લાભ માટે તે માહિતી વેચવાનું શરૂ કર્યું ત્યારે સમસ્યાઓ આવી. આ બધું મને ફેસબુકના મોટા ડેટા સ્કેન્ડલની યાદ અપાવે છે.

આ વિશાળ ડેટાબેઝ પર ડેટા લીક અને અન્ય હુમલાઓ કોઈપણ સમયે થઈ શકે છે. આવી સમસ્યાઓએ વેબ 3.0 ના આગમન માટે માર્ગ મોકળો કર્યો.

વેબ 3.0

વેબ 2.0 સાથે ઉભી થયેલી સમસ્યાઓને ઉકેલવા માટે ભવિષ્યની વેબસાઇટ્સ ડિઝાઇન કરવામાં આવશે. બ્લોકચેન ટેકનોલોજી અને ક્રિપ્ટોકરન્સી ઇન્ટરનેટની આગામી પેઢીના વિકેન્દ્રીકરણને આગળ ધપાવે છે. વેબ 3.0 નો હેતુ વપરાશકર્તાઓને તેમના પોતાના ડેટાની માલિકી અને નિયંત્રણ કરવાનો છે. તેનો ઉદ્દેશ્ય મોટા ટેક વ્યવસાયોને મધ્યસ્થી તરીકે દૂર કરવાનો છે જેથી વ્યક્તિઓ એકબીજાને સેવાઓ પ્રદાન કરી શકે અને તેઓ જે ઇન્ટરનેટ સંસાધનોનો ઉપયોગ કરે છે તેનું સંચાલન કરી શકે.

Web3 ના મૂળભૂત ઘટકો શું છે?

આજનું ઇન્ટરનેટ અનિવાર્યપણે એ જ છે જે 2010માં આપણી પાસે હતું, જેમાં કેટલીક નવી સુવિધાઓ દાખલ કરવામાં આવી છે. જો કે, વેબ3 એ આપણે જે રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ અને તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરીએ છીએ તેમાં મોટા ફેરફારનો સંકેત આપે છે.

આપણે એવો નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે વેબ3 એ ઈન્ટરનેટનો નવો યુગ છે જે વિકેન્દ્રિત છે, જેનો અર્થ એ કે ઉપભોક્તા તૃતીય-પક્ષ ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ દ્વારા તેમની ગોપનીયતામાં દખલ કર્યા વિના અથવા તેમના ઇરનેટના ઉપયોગને નિયંત્રિત કર્યા વિના તેઓને જોઈતી કોઈપણ ઇન્ટરનેટ સેવા મેળવી શકે છે.

ચાલો હવે વેબ3 ના મૂળભૂત ઘટકોની સમીક્ષા કરીએ –

બ્લોકચેન નેટવર્ક્સ

વેબ3 બ્લોકચેન ટેક્નોલોજીની ટોચ પર બનેલ છે, જે આપણે પહેલા જ આવરી લીધું છે. બ્લોકચેન નેટવર્ક પર ડેટાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે જેથી લોકો તેમના ડેટાની માલિકી ધરાવે છે અને તેના પર નિયંત્રણ ગુમાવવાના ડર વિના તેની આપલે કરી શકે છે. તેમાં કોઈ તૃતીય પક્ષ સામેલ ન હોવાને કારણે ડેટા ભંગની કોઈ શક્યતા નથી, જે વપરાશકર્તાઓને ઘણી સેવાઓમાં સુરક્ષિત રીતે લૉગ ઇન કરવાની મંજૂરી આપે છે.

વધુમાં, બ્લોકચેન ક્રિપ્ટોકરન્સી માટે મહત્ત્વપૂર્ણ છે, જે અન્ય વેબ3 ઘટક છે. NFTs, ટોકન્સ કે જે વેબ3 વ્યવહારોને બળ આપે છે, તે પણ બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિ)

જોકે વેબ 2.0 એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો હિસ્સો ધરાવે છે, તેમ છતાં તે મોટાભાગે મોટા IT જાયન્ટ્સ દ્વારા સંચાલિત છે. વેબ 3.0 પર વિકેન્દ્રીકરણને મદદ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવામાં આવશે.

ઓગમેન્ટેડ રિયાલિટી/વર્ચ્યુઅલ રિયાલિટી (AR/VR)

મેટાવર્સ, જે વેબ3 ના ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ છે, તે AR/VR પર નિર્મિત કરવામાં બાંધવામાં આવશે, જે વેબ3 નો મહત્ત્વપૂર્ણ ઘટક છે.

શું છે જે Web3 ને તેના પુરોગામીથી અલગ પાડે છે?

વેબ3 નેટીવ બિલ્ટ-ઇન પેમેન્ટ્સની સુવિધા આપે છે અને તે સ્વ-સંચાલિત, સ્ટેટફુલ અને મજબૂત છે. તે નીચેની લાક્ષણિકતાઓ ધરાવે છે:

વિકેન્દ્રિત

બ્લોકચેનનો ઉપયોગ કરીને, કોઈપણ એક સિસ્ટમ પાસે વેબ3માંના તમામ ડેટાની ઍક્સેસ નથી. તે વિવિધ પ્લેટફોર્મ પર વિખરાયેલું છે. આ નિષ્ફળતાના અસંખ્ય મુદ્દા સમજાવે છે અને વિકેન્દ્રિત ઍક્સેસને સમર્થન આપે છે.

પરવાનગી વિનાનું

વેબ3 સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાઓને અધિકૃતતાની જરૂર નથી. અમુક સેવાઓ વપરાશકર્તાઓને તેમના પોતાના વિશે કોઈપણ વ્યક્તિગત માહિતી પ્રદાન કરવાની જરૂર વગર ઉપલબ્ધ રહેશે. ગોપનીયતા સાથે બાંધછોડ કરવાની અથવા અન્ય કોઈ માહિતી આપવાની જરૂર નથી.

સુરક્ષિત

વિકેન્દ્રીકરણ હેકર્સ માટે ચોક્કસ ડેટાબેઝને લક્ષ્ય બનાવવું મુશ્કેલ બનાવે છે, જેને કારણે વેબ 3.0 વેબ 2.0 કરતાં વધુ સુરક્ષિત છે.

Web3 સાથે મેટાવર્સ: તેમાં શું ડીલ છે?

મેટાવર્સમાં 3D વર્ચ્યુઅલ વાતાવરણ વપરાશકર્તાઓને એકબીજા સાથે જોડાવવા, રમતો રમવા અથવા સક્રિય શિક્ષણમાં જોડાવા દે છે. મેટાવર્સ વેબ3માં નોંધપાત્ર ભૂમિકા ભજવશે તેવું અનુમાન છે, પછી ભલે તે હજુ પણ બાલ્યાવસ્થામાં હોય. મેટાવર્સની જરૂર વગરની Web3 એપ્સ હજી પણ અસ્તિત્વમાં રહેશે. જો કે, એવી કલ્પના કરવામાં આવી છે કે આ એપ્લિકેશનો આપણી દિનચર્યાઓ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તેમાં મેટાવર્સ નોંધપાત્ર ભૂમિકા ભજવશે.

વેબ3: ભવિષ્યમાં શું અપેક્ષા રાખવી?

વેબ3 વેબ 2.0 ની મોટાભાગની સમસ્યાઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે, તેમ છતાં તે યાદ રાખવું જોઈએ કે આ આદર્શ દ્રષ્ટિકોણો હજુ સુધી સાકાર થયા નથી. આપણી કલ્પના પ્રમાણે બધું બરાબર ચાલે તેવી અપેક્ષા રાખવી અવાસ્તવિક છે.

નોંધનીય છે કે મોટાભાગની મોટી IT કંપનીઓ પહેલેથી જ વેબ3 એપ્સ પર કામ કરી રહી છે. પરિણામે, અમુક પ્રકારના કેન્દ્રીકરણમાં પરિણમ્યા વિના તેમની શામેલગીરીની આગાહી કરવી અશક્ય છે. ઘણા IT સાહસિકો અને બિઝનેસ એક્ઝિક્યુટિવ્સે આ મુદ્દો ઉઠાવ્યો છે કે વેબ3 એ આપણે ધારીએ છીએ તેટલું વિકેન્દ્રિત નહીં હોય.

પરિસ્થિતિ શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી; વેબ3 અમલીકરણમાં થોડો સમય લાગશે. ભાવિ શું છે તે જાણવા માટે આપણે તેના પર નજર રાખવી રહી.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply