Skip to main content

ભારતમાં ઇથેરિયમ કેવી રીતે ખરીદવા? (How to buy Ethereum in India?)

By નવેમ્બર 15, 2021નવેમ્બર 17th, 20216 minute read

2015 માં તેની શરૂઆત થઈ ત્યારથી, અલ્ટકોઈનમાં મુખ્ય – ઇથેરિયમે ક્રિપ્ટો વિશ્વમાં ઘણું ધ્યાન ખેંચ્યું છે. જો તમે ક્રિપ્ટો સ્પેસમાં શિખાઉ છો, તો ઇથેરિયમ શું છે અને તે શા માટે આટલું લોકપ્રિય છે જેવા પ્રશ્નો અત્યંત સામાન્ય છે. શું છે જે તેને મૂલ્યવાન બનાવે છે, અને લાંબા ગાળાના રોકાણ તરીકે તેની ક્ષમતા શું છે? અને તમે તેને કેવી રીતે ખરીદશો?

જ્યારે ઇથેરિયમની વાત આવે છે ત્યારે કેટલીક ધ્યાને લેવા જેવી બાબતો અહીં આપેલી છે, અને જો તમે નિર્ણય લેવા માંગતા હોવ કે શું આ ક્રિપ્ટોકરન્સીમાં તમે રોકાણ કરવા માંગો છો કે કેમ. શિખાઉ માણસ માટે ઇથેરિયમ શું છે અને તમે ભારતમાં તેને કેવી રીતે મેળવી શકો છો તેમાં સહાયતા માટેની માર્ગદર્શિકા અહીં આપેલી છે. 

ઇથેરિયમ શું છે?

ઇથેરિયમ તેની ક્રિપ્ટોકરન્સી, ઈથર (ETH), અને તેની પ્રોગ્રામિંગ ભાષા, સોલિડિટી સાથેનું બ્લોકચેન પ્લેટફોર્મ છે. 

ઈથર (ETH) એ ઈંધણ છે જે નેટવર્કને ચાલતું રાખે છે. તેનો ઉપયોગ દરેક ઇથેરિયમ નેટવર્ક ટ્રાન્ઝેક્શન માટે કમ્પ્યુટિંગ સંસાધનો તેમજ ટ્રાન્ઝેક્શન ફી (જેને ગેસ ફી કહેવાય છે) ચૂકવવા માટે થાય છે. ઈથર એ બિટકોઈન જેવી જ પીઅર-ટુ-પીઅર ક્રિપ્ટોકરન્સી છે. ટ્રાન્ઝેક્શન્સ માટે ચુકવણી સિવાય, ઇથરનો ઉપયોગ ગેસ ખરીદવા માટે પણ થાય છે, જે ઇથેરિયમ નેટવર્ક પર કોઈપણ ટ્રાન્ઝેક્શનની ગણતરી માટે ચુકવણી કરવા જરૂરી છે. ઈથરનો પુરવઠો બિટકોઈનની જેમ સીમાબદ્ધ નથી, અને તેનું સપ્લાય શેડ્યૂલ, જે સામાન્ય રીતે નેટવર્કને સુરક્ષિત કરવા માટે જરૂરી લઘુત્તમ સ્તર તરીકે ગણવામાં આવે છે, તે ઇથેરિયમ ના સમુદાય દ્વારા સેટ કરવામાં આવે છે.

Get WazirX News First

* indicates required

Get WazirX News First

* indicates required

ઇથેરિયમ કેવી રીતે કાર્ય કરે છે?

દરેક અન્ય ક્રિપ્ટોકરન્સીની જેમ ઇથેરિયમ પણ બ્લોકચેન નેટવર્ક પર આધારિત છે. બ્લોકચેન એ વિકેન્દ્રિત, વિતરિત જાહેર ખાતાવહી છે જે તમામ ટ્રાન્ઝેક્શન્સની ચકાસણી કરે છે અને રેકોર્ડ કરે છે. 

નેટવર્કને સુરક્ષિત રાખવા અને ટ્રાન્ઝેક્શન્સને ચકાસવા માટે બ્લોકચેન ટ્રાન્ઝેક્શન્સમાં ક્રિપ્ટોગ્રાફીનો ઉપયોગ થાય છે. વપરાશકર્તાઓ “માઇનિંગ (ખાણકામ)” માટે અથવા જટિલ ગાણિતિક સમીકરણોની ગણતરી કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે જે નેટવર્ક પરના દરેક ટ્રાન્ઝેક્શનની ચકાસણી કરે છે અને સિસ્ટમના બ્લોકચેનમાં નવીનતમ બ્લોક્સ ઉમેરે છે. આ ચકાસણી પ્રક્રિયાને સર્વસંમત અલ્ગોરિધમ કહેવામાં આવે છે, ખાસ કરીને પ્રૂફ ઓફ વર્ક સર્વસંમત અલ્ગોરિધમ. 

સહભાગીઓને પ્રોત્સાહન તરીકે ક્રિપ્ટોકરન્સી ટોકન્સ આપવામાં આવે છે. આ ટોકન્સને ઇથેરિયમ સિસ્ટમમાં ઈથર (ETH) તરીકે ઓળખવામાં આવે છે. ઈથર એક વર્ચ્યુઅલ કરન્સી (ચલણ) છે જેનો ઉપયોગ નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ, રોકાણો તેમજ મૂલ્યના સંગ્રહણ માટે થઈ શકે છે. ઈથરને ઈથેરિયમ બ્લોકચેન નેટવર્ક પર રાખવામાં આવે છે અને એક્સચેન્જ કરવામાં આવે છે. ETH ની બહાર, આ નેટવર્ક અન્ય શ્રેણીબદ્ધ સેવાઓ પૂરી પાડે છે.

ડેટાને સંગ્રહિત કરી શકાય છે, અને વિકેન્દ્રિત એપ્લિકેશનો ઇથેરિયમ નેટવર્ક પર ચલાવી શકાય છે. લોકો ગૂગલ અથવા એમેઝોનની માલિકીના અને નિયંત્રિત સર્વરને બદલે ઇથેરિયમ બ્લોકચેન પર સોફ્ટવેર હોસ્ટ કરી શકે છે, જ્યાં માત્ર એક બિઝનેસ જ ડેટાને નિયંત્રિત કરે છે. કારણ કે કોઈ પણ વસ્તુનું નિયમન કરતી કોઈ એક સત્તા નથી, વપરાશકર્તાઓ પાસે તેમના ડેટા પર સંપૂર્ણ નિયંત્રણ અને એપ્લિકેશન પર સંપૂર્ણ ઍક્સેસ છે. 

ક્રિપ્ટો વિશ્વમાં સ્માર્ટ કોન્ટ્રેક્ટ તરીકે જાણીતા સ્વયં-ચાલતા કોન્ટ્રાક્ટ્સ, કદાચ ઈથર અને ઈથેરિયમ માટે સૌથી વધુ આકર્ષક ઉપયોગના કિસ્સાઓમાંના એક છે. પરંપરાગત કરારોથી વિપરીત, વકીલોની આવશ્યકતા હોતી નથી: કરાર ઇથેરિયમ બ્લોકચેન પર કોડેડ કરવામાં આવે છે, અને તે કરારની શરતો પૂરી થઈ જાય તે પછી તે સેલ્ફ-એક્ઝિક્યુટ (સ્વયં-ચાલન) કરે છે અને યોગ્ય પાર્ટીને ઈથર વિતરિત કરે છે. 

ઇથેરિયમ સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ NFT ના બિલ્ડીંગ બ્લોક્સ એટલે કે પાયાના પથ્થરો છે અને સેંકડો નાણાકીય ઉત્પાદનો અને સપ્લાય ચેઇન પ્રક્રિયાઓને સ્વચાલિત કરી શકે છે. સ્માર્ટ કોન્ટ્રાક્ટનો ઉપયોગ કરીને વિકેન્દ્રિત એક્સચેન્જ (DEX) અને ઓટોમેટેડ માર્કેટ મેકર્સ (AMM)બનાવી શકાય છે.

ઇથેરિયમ કેવી રીતે એક સારું રોકાણ છે?

ઇથેરિયમ ના વિકાસશીલ પ્રદર્શને પરંપરાગત અને સંસ્થાકીય રોકાણકારો બંને તરફ ધ્યાન દોર્યું છે. પરંપરાગત રોકાણની તુલનામાં, ઇથેરિયમ નીચે મુજબના લાભો પ્રદાન કરે છે:

  • અસ્થિરતા: જ્યારે આને એક સમયે નકારાત્મક તરીકે જોવામાં આવતું હતું, ત્યારે ચતુર રોકાણકારોએ બજાર ચક્રની પેટર્નને ઓળખી છે અને બજારના પરપોટાના દ્રષ્ટાંતિક લાભોમાંથી નફો મેળવી શકે છે.
  • તરલતા: ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ, એક્સચેન્જો અને ઓનલાઈન બ્રોકરેજની વૈશ્વિક સ્થાપનાને કારણે, ઇથેરિયમ એ કદાચ સૌથી વધુ તરલ રોકાણ અસ્કયામતોમાંથી એક છે. પ્રમાણમાં ઓછા શુલ્ક સાથે, તમે ફિયાટ અથવા અન્ય ક્રિપ્ટો સંપત્તિઓ માટે ઇથેરિયમ ટ્રેડ કરી શકો છો.
  • ફુગાવાનું જોખમ ઓછું: ઇથેરિયમનું વિકેન્દ્રીકરણ અને ઇથેરિયમની 18 મિલિયન ETH ની મહત્તમ વાર્ષિક મર્યાદા તેને ફિયાટ કરતા ઓછ ફુગાવાશીલ બનાવે છે. 
  • વિકેન્દ્રિત નાણાં: ઇથેરિયમ દ્વારા લાવવામાં આવેલી સૌથી મોટી સિદ્ધિ તરીકે ઓળખાતા, DeFi એ નાણાકીય વિશ્વમાં સૌથી અનન્ય ક્રાંતિ લાવી છે. પ્રમાણમાં નવો કોન્સેપ્ટ હોવા છતાં, છેલ્લાં કેટલાંક વર્ષોમાં DeFi સ્પેસમાં જબરદસ્ત વિકાસ થયો છે, અને dApps ને સપોર્ટ કરવા માટે ઇથેરિયમ ની ક્ષમતાને કારણે અત્યંત નવીન ઇકોસિસ્ટમ્સ અગ્રેસર થઈ હતી. 

આ સિવાય, ઇથેરિયમના કેટલાક વાસ્તવિક-વિશ્વના (વર્તમાન અને સંભવિત ભવિષ્યના) ઉપયોગના કિસ્સાઓ છે:

મતદાન સિસ્ટમ

મતદાન પ્રણાલીમાં ઇથેરિયમનો ઉપયોગ કરવામાં આવે છે. મતની અનિયમિતતાઓને દૂર કરીને પારદર્શક અને ન્યાયી લોકશાહી પ્રક્રિયા સુનિશ્ચિત કરીને મતદાનના પરિણામો જાહેર કરવામાં આવે છે.

બેંકિંગ સિસ્ટમ

ઇથેરિયમ તેના વિકેન્દ્રિત સ્વભાવને કારણે બેંકિંગ સિસ્ટમમાં ખૂબ જ સારી રીતે સ્વીકારવામાં આવશે, જે હેકર્સ માટે ગેરકાયદેસર એક્સેસ મેળવવાનું મુશ્કેલ બનાવે છે. તે ઇથેરિયમ-આધારિત નેટવર્ક પર ચુકવણી કરવાની પણ પરવાનગી આપે છે. આમ બેંકો ભવિષ્યમાં રેમિટન્સ મોકલવા અને ચુકવણી કરવા માટે ઇથેરિયમ પર વિચારણા કરશે.

શિપિંગ

શિપિંગમાં ઇથેરિયમનો ઉપયોગ કાર્ગો ટ્રેકિંગમાં મદદ કરે છે અને કોમોડિટીઝને ખોટી જગ્યાએ મૂકવા અથવા નકલી બનાવટથી અટકાવે છે. ઇથેરિયમ સપ્લાય ચેઇનમાં વપરાતી કોઈપણ વસ્તુ માટે ઉદ્ભવસ્થાન અને ટ્રેકિંગ માળખું પૂરું પાડે છે.

કરારો

ઇથેરિયમ સ્માર્ટ કોન્ટ્રાક્ટનો ઉપયોગ કરીને કોઈપણ સુધારા વિના કરારો રાખી શકાય છે અને અમલમાં મૂકી શકાય છે. ઇથેરિયમ નો ઉપયોગ સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ સ્થાપિત કરવા અને તેના પર આધારિત કરારો અને ટ્રાન્ઝેક્શન્સને ડિજીટલ રીતે સાચવવા માટે એક એવા ક્ષેત્રમાં થઈ શકે છે કે જેમાં વિખેરાયેલા સહભાગીઓ હોય, વિવાદો પ્રત્યે સંવેદનશીલ હોય અને ડિજિટલ કોન્ટ્રાક્ટની હાજરી જરૂરી હોય.

ઇથેરિયમની વિસ્તરી રહેલી લોકપ્રિયતા, વધતા મૂલ્યાંકન અને તેને સ્વીકારતા એક્સચેન્જોની વધતી જતી સંખ્યા સહિતના વિવિધ કારણોસર રોકાણકારો ઇથેરિયમ તરફ ધસી રહ્યા છે. ક્રિપ્ટો ઉદ્યોગમાં ઇથેરિયમ ઊંચો વિકાસ પામવાની મોટી સંભાવના ધરાવે છે, જેને કારણે તે રોકાણની શ્રેષ્ઠ પસંદગી બની રહી છે. 

જો તમે વધુ જાણવા માંગતા હો, તો અમે અગાઉ અહીં ઇથેરિયમ ની ઉપભોક્તા એપ્લિકેશનો પર બ્લોગ્સ પ્રકાશિત કર્યા છે. જો કે, તમે ભારતમાં ઇથેરિયમ માં રોકાણ કરો તે પહેલાં જોખમો વિશે નાણાકીય સલાહકાર સાથે ચર્ચા કરવાનું ધ્યાને લો. જો તમે ઇથેરિયમ ના ભવિષ્યમાં માનતા હોવ તો પણ, આ બજારમાં રહેલા ભારે જોખમ અને અસ્થિરતાને જોતાં, ખાતરી કરો કે આ તે પૈસા છે જે તમે ગુમાવી શકો છો.

ભારતમાં ઇથેરિયમ કેવી રીતે ખરીદવા?

જો તમે ભારતીય છો અને ભારતમાં ઇથેરિયમ ખરીદવા માંગો છો, તો તમારે INR પેરને હેન્ડલ કરે તેવા એક્સચેન્જનો ઉપયોગ કરવાની જરૂર પડશે. ઓછી કિંમતે અને ઉત્તમ સુરક્ષા સાથે ઇથેરિયમ અને INR જેવી ક્રિપ્ટોકરન્સીને ટ્રેડ કરવા અને કન્વર્ટ કરવાના સરળ, ભરોસાપાત્ર અને શાનદાર માર્ગ માટે વઝીરએક્સ(WazirX) તપાસો. તમે નીચેના પગલાંઓ દ્વારા વઝીરએક્સ(WazirX) દ્વારા ભારતમાં ઇથેરિયમ ખરીદી શકો છો:

  1. વેબ અથવા મોબાઈલ એપ દ્વારા વઝીરએક્સ(WazirX) પર સાઇન અપ કરો અથવા જો તમે પહેલાથી જ સાઇન અપ કર્યું હોય તો લોગ ઇન કરો.
Sign up on WazirX
  1. તમે ઉલ્લેખિત ઇમેઇલ એડ્રેસ પર એક ચકાસણી ઇમેઇલ મોકલવામાં આવશે.
Verification email - WazirX
  1. ચકાસણી મેઇલ દ્વારા આપવામાં આવેલી લિંક માત્ર થોડી મિનિટો માટે જ સક્રિય રહેશે, તેથી શક્ય તેટલી વહેલી તકે તેને ક્લિક કરવાની ખાતરી કરો.
Verify your Email - WazirX
  1. લિંક તમારા ઇમેઇલ એડ્રેસને સફળતાપૂર્વક ચકાસશે.
Email Has been verified successfully
  1. આગલું પગલું સુરક્ષા સેટ કરવા માટેનું છે, તેથી તમારી જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે બંધબેસતો વિકલ્પ પસંદ કરો.
Set up security - WazirX
  1. તમે સુરક્ષા સેટ કરી લો તે પછી, તમને KYC પ્રક્રિયા પૂર્ણ કરવાનો વિકલ્પ આપવામાં આવશે કે નહીં.
KYC Procedure - WazirX
  1. તે પછી, તમને ફંડ્સ અને ટ્રાન્સફર પેજ પર મોકલવામાં આવશે.
Funds and Transfers page - WazirX
  1. “ફંડ” પસંદ કરો અને પછી “INR જમા કરો.” તમારા ખાતામાં એક રકમ જમા કરાવો.
INR Deposit - WazirX
  1. સ્ક્રીનની ટોચ પર, “એક્સચેન્જ” પસંદ કરો.
Crypto Exchange
  1. ETH/INR માર્કેટ પર “ખરીદો” ટેબ પસંદ કરો.
ETH/INR market - WazirX
  1. તમે જે રકમ ખર્ચવા માંગો છો અથવા તમે ખરીદવા માંગો છો તે રકમ INR માં દાખલ કરો.
  2. ટ્રાન્ઝેક્શનની વિશિષ્ટતાઓ તપાસો અને “ETH ખરીદો” પસંદ કરો
Buy ETH - WazirX

નિષ્કર્ષ

આ સાથે, અમે આશા રાખીએ છીએ કે ભારતમાં ઇથેરિયમ ખરીદવા વિશે તમારે જે જાણવાની જરૂર છે તે બધું જ મળી ગયું હશે. જો તમે ક્રિપ્ટોકરન્સી વિશે વધુ જાણવા માંગતા હો, અને ક્રિપ્ટો ક્ષેત્રમાં નવીનતમ સમાચારો મેળવવા માંગતા હો, તો અમારા બ્લોગ વાંચવાનું સુનિશ્ચિત કરો. ધ્યાનમાં રાખો કે ઇથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સી અત્યંત અસ્થિર છે અને તેને અત્યંત જોખમી ગણવામાં આવે છે. આ લેખમાં રોકાણની સલાહ સમાવિષ્ટ નથી પરંતુ માત્ર ઇથેરિયમ શું ઓફર કરે છે અને તમે ભારતમાં ઇથેરિયમ કેવી રીતે ખરીદી શકો છો તે અંગેની માર્ગદર્શિકા છે. અમે તમને કોઈપણ નાણાકીય/રોકાણનો નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ સંશોધન કરવા ભારપૂર્વક ભલામણ કરીશું.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply