Skip to main content

મહિનાની સમીક્ષા – ફેબ્રુઆરી 2022 (Month in Review – February 2022)

By માર્ચ 1, 2022માર્ચ 29th, 20222 minute read

નમસ્તે મિત્રો! ફેબ્રુઆરીમાં WazirXમાં જે બન્યું તેનો માસિક અહેવાલ અહીં આપેલ છે.

ગયા મહિને શું બન્યું હતું?

[પૂર્ણ થયેલ છે] 19 નવી માર્કેટ જોડાણ: અમે ગયા મહિને અમારા USDT માર્કેટમાં 13 ટોકન અને અમારા INR માર્કેટમાં 6 ટોકન્સ ઉમેર્યા! હવે તમે LAZIO, PORTO, SANTOS, BICO, QNT, DUSK, ACH, SPELL, TFUEL, KNC, SLP, FIDA, IDEX, T, DAR, NMR અને JASMYની વઝિરેક્સ(WazirX) પર ખરીદી, વેચાણ શકો છો, વેપાર કરી શકો છો. અહીં તમારી મનપસંદ જોડીઓનું ટ્રેડિંગ શરૂ કરો!

Get WazirX News First

* indicates required

[પૂર્ણ થયેલ છે] ફેન ટોકન સપ્તાહ: WazirXએ 09 ફેબ્રુઆરી અને 12 ફેબ્રુઆરી 2022ની વચ્ચે ફેન ટોકન વીક ગિવઅવે માટે એસએસ લાઝીઓ(SS Lazio), એફસી પોર્ટો(FC Porto) અને સાન્તોસ FC(Santos FC) સાથે સહયોગ કર્યો. આ ડાઈ-હાર્ડ ફૂટબોલ અને ક્રિપ્ટોના ચાહકોને સમર્પિત હતું – ‘ફેન ટોકન વીક’ એ દેશભરમાં ચાહકવર્ગને કબજે કર્યો હતો અને સહભાગીઓને $960 ની કિંમતના બિનાન્સ ફેન ટોકન્સ જીતવાની તક આપી હતી. વધુ વિગતો અહીં.

[પૂર્ણ થયેલ છે] 25 લાખની કિંમતની ગ્રાન્ડ BICO ગિવઅવે: WazirX અને બાયકોનોમી (BICO)એ 11 ફેબ્રુઆરી અને 16 ફેબ્રુઆરી 2022ની વચ્ચે ઘણી પ્રવૃત્તિઓ અને આશ્ચર્યજનક ભેટો માટે ભાગીદારી કરી હતી. ₹25 લાખ (~$33,700)ની કિંમતની ગિવઅવેઝ લેવા માટે તૈયાર હતી. વધુ વિગતો અહીં.

[પૂર્ણ થયેલ છે] WazirX સાથે BUIDL લોન્ચ થયું: WazirXનો લાભ લઈને ઉદ્યોગસાહસિકોની આગામી પેઢી તેમના પોતાના એક્સચેન્જ ઊભા કરી શકે તે માટે અમે ‘BUIDL વિથ WazirX’ નામનો એક નવો પ્રોગ્રામ શરૂ કર્યો. ટૂલ્સ, સપોર્ટ, ગાઇડન્સ, અગ્રણી એન્જલ/વીસી રોકાણકારોની ઍક્સેસ અને બીજું ઘણું બધું હવે આંગળીના વેઢે ઉપલબ્ધ થશે. અહીં જુઓ.

અમેશેનુંનિર્માણકરીરહ્યાછીએ?

[ચાલુ] AMM પ્રોટોકોલ: આપણું DEX જેના પર આધારિત છે તેવા કેટલાક પ્રોટોકોલમાં અણધાર્યા વિલંબ થયા છે. આ આપણને લાઇવ થવાથી રોકે છે. આ ક્ષણે, આમાં કેટલો સમય લાગશે તે અંગેનો અંદાજિત સમય અમારી પાસે નથી. નિશ્ચિન્ત રહો કે અમે પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પ્રોટોકોલ ટીમ સાથે ખૂબ જ સખત મહેનત કરી રહ્યા છીએ.

[ચાલુ] નવા ટોકન્સ: અમે આગામી સપ્તાહોમાં WazirX પર વધુ ટોકનને લિસ્ટ કરીશું. કોઈ સૂચનો છે? કૃપા કરીને @WazirXIndia અમને ટ્વીટ કરો.

હાઇલાઇટ્સ

  • ટેલિગ્રામ પર અમે ‘WazirX હીરો ઓફ ધ મન્થ’ શરૂ કર્યું. વધુ વિગતો અહીં મેળવો.
  • તમે તમારી ખરીદીની પસંદગીઓને કસ્ટમાઇઝ કરવામાં મદદરૂપ થવા માટે અમે અમારી ઍપ અપડેટ કરી છે
    • તમે તમારી ક્વિકબાય સ્ક્રીનને કસ્ટમાઇઝ કરી શકો છો અને તમારી પસંદગી મુજબ કોઇન /ટોકન્સને સોર્ટ કરી શકો છો. તમે તમારી પસંદગીને મોટા ભાગના ટ્રેડેડ, ટોપ ગેઇનર્સ, સૌથી ઓછી કિંમત અને વધુ જેવા પરિબળોના આધારે સેટ કરી શકો છો.
    • તમે એપ્લિકેશન પર કસ્ટમાઇઝ્ડ પ્રાઇસ ચેતવણીઓ પણ મેળવી શકો છો. તમારે માત્ર એટલું જ કરવાનું છે – તમારા પસંદગીના કોઇન્સ/ટોકન્સ પસંદ કરો અને ચેતવણીઓને અનુરૂપ કરો. તે કોઈ પણ વસ્તુ માટે હોઈ શકે છે – ઉદાહરણ તરીકે, ભાવમાં ફેરફાર, નાનો, મધ્યમ અથવા મોટો.
  • અમારી અપડેટેડ ઍપ (Android અને IOS) મારફતે હવે તમે FAQs વાંચી શકો છો, ક્રિપ્ટોમાં કેવી રીતે વેપાર કરવો તે અંગેની માર્ગદર્શિકાઓ, INR ડિપોઝિટ્સ, P2P ટ્રેડિંગ અને એપ્લિકેશનની અંદર જ ઘણું બધું (“સપોર્ટ અને અમારો સંપર્ક કરો” સેક્શન). ઉપરાંત, ઉપયોગકર્તાઓ ઍપથી સીધા જ ચેટ સપોર્ટની શરૂઆત કરી શકે છે.

તે અમારા માટે એક ઉત્પાદક મહિનો રહ્યો છે, અને અમે ઘણી આશા અને સકારાત્મકતા સાથે માર્ચ 2022 ની રાહ જોઈ રહ્યા છીએ. હંમેશની જેમ અમને સહયોગ આપતા રહો.

જય હિન્દ!🇮🇳

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply