Skip to main content

WazirX યુઝર્સ માટે રજૂ કરે છે ખાસ ફોન સપોર્ટ (WazirX Introduces Dedicated Phone Support For Users)

By નવેમ્બર 2, 2021નવેમ્બર 29th, 20212 minute read

નમસ્તે દોસ્તો! અમે સમજીએ છીએ કે સમયસર કસ્ટમર સપોર્ટ મળવો અત્યંત મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે તમારા પૈસા સામેલ હોય. આથી જ, મને તમને જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે કે અમે તમારા માટે તમારા માટે એક ખાસ ટેલિફોનિક સપોર્ટની શરૂઆત કરી છે! હા, તમે તમારા પ્રશ્નોના ઝડપથી જવાબ મેળવવા માટે સીધા અમારી સપોર્ટ ટીમને સંપર્ક કરી શકો છો.

વઝીરએક્સ(WazirX) એ યુઝર્સ માટે ખાસ ફોન સપોર્ટ શરુ કરનાર પ્રથમ ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જ છે.

વઝીરએક્સ(WazirX) ફોન સપોર્ટનો સંપર્ક કેવી રીતે કરવો?

તે એકદમ સરળ છે. તમે અમને 0124-6124101 / 0124-4189201 પર અથવા અમારા ટોલ ફ્રી નંબર 1800-309-4449 પર કૉલ કરી શકો છો.

તમારા માટે અમારી સમર્પિત ફોન સપોર્ટ ટીમ દરરોજ ભારતીય સમય અનુસાર સવારે 9થી સાંજે 6 સુધી હાજર છે (હા, શનિવારે અને રવિવારે પણ)! તમે અમારી સપોર્ટ ટીમને કોઈપણ પ્રશ્નો, પ્રોડક્ટના મુદ્દા અથવા તમારી હાલની સપોર્ટ ટિકિટના સમાધાનને વેગ આપવા માટે પણ કૉલ કરી શકો છો.

અમારી ફોન સપોર્ટ ટીમ સોમવારથી રવિવાર સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી હાજર છે.

થોભો, હજી ઘણું બધું છે!

છેલ્લા કેટલાક મહિનાઓમાં અમે અમારા સાઇનઅપ્સ અને વોલ્યુમ્સમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોઈ છે. આને કારણે ફેબ્રુઆરી 2021થી અમને મળતી સપોર્ટ વિનંતીઓની સરેરાશ સંખ્યામાં 400%નો વધારો થયો છે. કોવિડની મહામારીને કારણે અમારી 40%થી વધુ સપોર્ટ ટીમ સીધા અથવા પરોક્ષ રીતે કોવિડ-19થી પ્રભાવિત થઈ હતી.

અમે વધુ ટ્રાફિકને સંભાળવાનું શીખી રહ્યા છીએ અને તે માટે અમારી ટીમ અને સિસ્ટમ્સનું સ્કેલિંગ કરી રહ્યા છીએ. ટેક્નોલોજીની વાત કરીએ તો અમે અમારા ટ્રેડિંગ એન્જિનને અપગ્રેડ કરવા માટે પ્રોજેક્ટ રફ્તાર (Project Raftaar) પર કામ કરી રહ્યા છીએ. ટીમની વાત કરીએ તો હું તમારી સાથે કેટલાક આકર્ષક આંકડા જણાવવા માંગુ છું:

  • અમે અમારી સપોર્ટ ટીમમાં 400%નો વધારો કર્યો છે અને તેઓએ સતત કામ કરવાનું ચાલુ રાખ્યું છે.
  • મે મહિનામાં ટીમ દ્વારા યુઝરને પહેલો જવાબ આપવામાં લગભગ 6 દિવસનો સમય લાગતો હતો. આજે, તે માટે અમને 14 કલાક લાગે છે!
  • આજે અમારી સપોર્ટ ટીમ સામાન્ય રીતે 4 દિવસની અંદર સપોર્ટ રિક્વેસ્ટનું નિરાકરણ લાવે છે. મે મહિનામાં અમારો નિરાકરણનો સમય 16 દિવસનો હતો.

હંમેશાં અમને સપોર્ટ કરવા બદલ આભાર, દોસ્તો! હું વચન આપું છું કે અમે દરરોજ સુધાર લાવતા રહીશું. ?

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply