Skip to main content

2021ની હાઇલાઇટ્સ અને નિરીક્ષણો: ક્રિપ્ટોનું વર્ષ (Highlights and Observations From 2021: The Year Of Crypto)

By ડિસેમ્બર 22, 2021માર્ચ 17th, 20223 minute read

નમસ્તે સૌને!

2021 એક અસાધારણ વર્ષ હતું! તે એ વર્ષ હતું જેમાં વિશ્વભરમાં શેરો કેવી રીતે ખરીદવા તે અંગેની શોધ કરતાં Google પર બિટકોઇન કેવી રીતે ખરીદવા તે અંગે વધુ શોધ કરવામાં આવી હતી અને NFTએ હેડલાઇન્સ બનાવવાનું શરૂ કર્યું હતું. તે એ વર્ષ પણ હતું જ્યારે ઘણા દેશો ક્રિપ્ટો નિયમો અથવા CBDC તરફ કામ કરી રહ્યા હતા.

આ નોંધ પર, હું એ શેર કરવા બદલ ખૂબ રોમાંચિત છું કે વઝીરએક્સ(WazirX)માં 2021માં 43 અબજ ડોલરથી વધુનો રેકોર્ડ ટ્રેડિંગ વોલ્યુમ જોવા મળ્યો હતો – જે ભારતમાં સૌથી વધુ છે – જે 2020થી 1735% વૃદ્ધિ ધરાવે છે. અમે ઉપયોગકર્તા દ્વારા કરાયેલા સાઇનઅપ્સમાં નોંધપાત્ર ઉછાળો પણ જોયો અને 10 મિલિયન ઉપયોગકર્તાના આંકડાને પાર કર્યો.

અમારા ઉપયોગકર્તાઓની અદ્ભુત રુચિને માપવા માટે, અમે ઉપયોગકર્તા સર્વેક્ષણ હાથ ધર્યું હતું તેમજ અમારા પ્લેટફોર્મ પર ડેટા પેટર્નનું વિશ્લેષણ કર્યું હતું. આંતરદૃષ્ટિ રસપ્રદ રહી છે અને અમે તેમને અમારા “હાઇલાઇટ્સ એન્ડ ઓબ્ઝર્વેશન્સ ફ્રોમ 2021: ધ યર ઓફ ક્રિપ્ટો (2021ની હાઇલાઇટ્સ અને નિરીક્ષણો: ક્રિપ્ટોનું વર્ષ)” નામના રિપોર્ટમાં શેર કરી છે:

  • 51% સર્વેક્ષણ ઉત્તરદાતાઓએ પહેલા મિત્રો અને પરિવારની ક્રિપ્ટો બેસિસ ભલામણો દાખલ કરવાની કબૂલાત કરી
  • બિટકોઇન (BTC), ટેધર (USDT), શિબા ઇનુ (SHIB), ડોગકોઇન (DOGE), વઝીરએક્સ(WazirX) ટોકન (WRX), અને મેટિક (MATIC)એ એક્સચેન્જ પર સૌથી વધુ વેપાર ધરાવતી ક્રિપ્ટો હતી
  • 44% ઉત્તરદાતાઓએ શેર કર્યું છે કે ક્રિપ્ટો તેમના એકંદર રોકાણ પોર્ટફોલિયોના 10% સુધીનો સમાવેશ કરે છે
  • મહિલાઓએ બિટકોઇનમાં વધુ વેપાર કર્યો હતો, જ્યારે પુરુષોએ શિબા ઇનુમાં વધુ વેપાર કર્યો હતો
  • 54% ઉત્તરદાતાઓએ શેર કર્યું હતું કે તેઓ ક્રિપ્ટો સ્પેસમાં કારકિર્દી ઘડવામાં રસ લેશે
  • ઉદ્યોગસાહસિકતા, નાણાં અને વ્યવસાય વિકાસ કારકિર્દીની ટોચની પસંદગીઓ છે
  • 82% વઝીરએક્સ(WazirX) ઉપયોગકર્તાઓએ તેમના ક્રિપ્ટો રોકાણો પર નફો મેળવ્યો છે (30 નવેમ્બર, 2021 સુધીમાં)

રસપ્રદ વાત એ છે કે ક્રિપ્ટોમાં ટ્રેડિંગ અને રોકાણમાં ડેમોગ્રાફિક શિફ્ટ જોવા મળી છે તેમજ વઝીરએક્સ(WazirX)ના 66 ટકા ઉપયોગકર્તાઓ 35 વર્ષથી ઓછી વયના છે. પુરુષો દ્વારા કરાયેલા સાઇન-અપ્સમાં વધારામાં નોંધાયેલા 829 ટકાની વૃદ્ધિની તુલનામાં નવી મહિલા ઉપયોગકર્તાઓની સંખ્યામાં 1009 ટકાનો વધારો થયો હતો. ઉંમર અને લિંગ ઉપરાંત, ક્રિપ્ટોમાં મહાનગરો અને ટાયર-1 શહેરોથી આગળ ભાગીદારીમાં પણ વલણ જોવા મળ્યું હતો. ગુવાહાટી, કરનાલ, બરેલી જેવા નાના શહેરોમાંથી સહભાગીઓની સંખ્યામાં પણ 700 ટકાનો વધારો થયો હતો, જેનાથી ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાંથી વધતા જતા રસનો સંકેત મળ્યો હતો.

વેપારની તકોથી આગળ વધીને, વઝીરએક્સ(WazirX) NFT માર્કેટપ્લેસે અત્યાર સુધીમાં 962થી વધુ સર્જકોને 12,600 NFTને ટંકશાળ પાડવા અને તેમાંથી 5267થી વધુની કિંમત 262,896 વઝીરએક્સ(WazirX) (~₹2.4 કરોડ INR)થી વધુ વેચવા માટે સક્ષમ બનાવી છે. કેટલાક ટોચના ટ્રેડિંગ NFTમાં Mvmnt કલેક્શન્સ, ક્રિપ્ટો કરાડી કલેક્શન્સ, ક્રિપ્ટો મોંક્સ અને મેટાવાસી કલેક્શન – અભિશેપ્સ, યશ શાયતે – સાયબર મિથિક્સ, મિલાનઝાર્ટ – સાયબર સ્કલ ફોર્સ કલેક્શનનો સમાવેશ થાય છે.

ક્રિપ્ટો એડોપ્શનની દ્રષ્ટિએ ભારત વિકસી રહ્યું છે. રિટેલ અને સંસ્થાકીય રોકાણકારોની વધતી સંખ્યા ઇથેરિયમ, સોલાના, કાર્ડાનો અને લેયર 2 સોલ્યુશન્સ જેવા લોકપ્રિય અલ્ટકોઇન્સની એપ્લિકેશનોમાં નવીનતા દેખાઈ રહી છે. વધુમાં, મેટાવર્સ એપ્લિકેશન્સ મુખ્ય પ્રવાહમાં પોતાનું સ્થાન બનાવતા, વઝીરએક્સ(WazirX) DeFi, NFTs, GameFi માં એપ્લિકેશન્સના પ્રવાહની અપેક્ષા રાખે છે જ્યાં ઉપયોગકર્તાઓ તેમના ડેટાની માલિકી મેળવી શકે છે અને વર્ચ્યુઅલ અર્થતંત્રમાં કમાણી કરી શકે છે. નાસ્કોમના રિપોર્ટ દ્વારા પણ વિકાસક્ષમતાનો પડઘો પાડવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે ભારતમાં ક્રિપ્ટો માર્કેટમાં 2X ઝડપથી વૃદ્ધિ થવાની સંભાવના છે અને 2030 સુધીમાં 800,000+ નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા છે.

વધુ માહિતી સાથેનો સંપૂર્ણ રિપોર્ટ અહીં જુઓ.

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply