Skip to main content

WazirX પર KYC વેરિફિકેશન કેવી રીતે પૂર્ણ કરવું? (How to complete KYC verification on WazirX?)

By એપ્રિલ 27, 2022મે 19th, 20223 minute read

પ્રિય મિત્ર,

અમે તમારી ક્રિપ્ટો સફરનો એક ભાગ બનવા માટે ઉત્સાહિત છીએ. જો તમને કોઈ સહાયની જરૂર હોય તો વઝીરએક્સ (WazirX) ખાતે અમે તમારા માટે અહીં જ છીએ એવી અમે તમને ખાતરી આપીએ છીએ. અમારી માર્ગદર્શિકાઓ વાંચ્યા પછી, જો તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે ક્યારેય પણ અહીંઅમારો સંપર્ક કરી શકો છો. 

WazirX માર્ગદર્શિકાઓ

KYC પ્રક્રિયા પૂર્ણ કરવી

તમે WazirX પર તમારું એકાઉન્ટ બનાવ્યા પછી KYC એ બીજું પગલું છે. અહીં અમે WazirX ખાતે તમારી વિગતોની ખરાઈ કરીએ છીએ અને ખાતરી કરીએ છીએ કે તમને અમારી સાથેનો સરળ, સુરક્ષિત અને સંતોષકારક અનુભવ છે કે નહીં. ચાલો જોઈએ કે પ્રક્રિયાને કેવી રીતે પૂર્ણ કરવી:

પગલું 1: પ્રક્રિયા શરૂ કરો: WazirX પર KYC વેરિફિકેશનનો વિકલ્પ ક્યાંથી શોધવો?

Get WazirX News First

* indicates required

મોબાઇલ:

  1. ઉપર ડાબે બટનમાંથી ઉપયોગકર્તા સેટિંગ્સમાં જાઓ.

2. “KYCની ખરાઈ કરો” વિભાગ પર ક્લિક કરો.

વેબ: 

એ જ રીતે સેટિંગ્સમાં તમારા KYCની ખરાઈ કરવા પર ક્લિક કરો.

પગલું 2: KYC પ્રક્રિયાની શરૂઆત

મોબાઇલ:

  1. સ્ટેપ્સ વાંચો અને સમજો કે કયા ડોક્યુમેન્ટેશન (PAN, આધાર/પાસપોર્ટ/ડ્રાઈવિંગ લાયસન્સ)ની જરૂર પડશે.
  2. હમણાં KYC પૂર્ણ કરો પર ક્લિક કરો.

વેબ: 

  1. નીચે બતાવેલ તમારી વ્યક્તિગત જાણકારી દાખલ કરો.
Graphical user interface, applicationDescription automatically generated

પગલું 3: સેલ્ફી વેરિફિકેશન

મોબાઇલ:

  1. સારી સેલ્ફીના પરિમાણોની ખાતરી કર્યા પછી આગળ પર ક્લિક કરો.

કૃપા કરીને સેલ્ફી લેતી વખતે નોંધ લો:

  • કોઈ પ્રકારના ચશ્મા પહેરવાના નથી.
  • કોઈ પ્રકારની ટોપી પહેરવાની નથી.
  • ચહેરો સ્પષ્ટ દેખાતો હોવો જોઈએ.
  • ખાતરી કરો કે તમારા ચહેરા પર સારી લાઇટિંગ છે.
  • કૅમેરા તરફ સીધું જુઓ.
  1. સેલ્ફી લો. 
  2. ખાતરી કરો કે સેલ્ફીની આસપાસ “ગ્રીન સર્કલ” છે.
  3. આગળ પર ક્લિક કરો.

વેબ:

  1. તમારા ઉપકરણના વેબકેમ મારફતે સેલ્ફી લો
Graphical user interface, applicationDescription automatically generated

પગલું 4: PAN વેરિફિકેશન

મોબાઇલ: 

  1. PAN મેચ કેપ્ચર કરતા બધા પરિમાણોની ખાતરી કરો.
  2. આગળ પર ક્લિક કરો.
  3. PAN કાર્ડનો આગળનો ભાગ બૉક્સની અંદર કેપ્ચર કરો.
  4. PAN કાર્ડનો પાછળનો ભાગ બૉક્સની અંદર કેપ્ચર કરો.

વેબ:

  1. PANને સફેદ શીટ પર મૂકીને  કેપ્ચર કરો.
Graphical user interface, applicationDescription automatically generated

પગલું 5: સરનામાનું વેરિફિકેશન

મોબાઇલ: 

  1. સરનામાના પુરાવા માટે તમારા પસંદ કરેલા દસ્તાવેજને પસંદ કરો.
  2. ખાતરી કરો કે કેપ્ચર કરવાના પરિમાણો પૂરા થાય છે.
  3. દસ્તાવેજના આગળના ભાગને કેપ્ચર કરો, અને ખાતરી કરો કે તે બૉક્સની અંદર છે.
  4. દસ્તાવેજના પાછળના ભાગને કેપ્ચર કરો, અને ખાતરી કરો કે તે બૉક્સની અંદર છે.

વેબ:

  1. સરનામાના વેરિફિકેશન માટે દસ્તાવેજનો પ્રકાર પસંદ કરો.
  2. (આધાર નંબર/પાસપોર્ટ નંબર/ડ્રાઈવિંગ લાઈસન્સ નંબર) માટે પૂછવામાં આવેલી વિગતો દાખલ કરો.
  3. નંબર ફરીથી દાખલ કરો.
  4. દસ્તાવેજના આગળના ભાગને કેપ્ચર કરો.
  5. દસ્તાવેજના પાછળના ભાગને કેપ્ચર કરો.
Graphical user interface, applicationDescription automatically generated

પગલું 6: KYC સબમિટ કરો:

Graphical user interface, text, applicationDescription automatically generated

પગલું 7: KYC વેરિફિકેશન.

એકવાર તમે દસ્તાવેજો સબમિટ કરી લો, પછી તેની સમીક્ષા કરવામાં આવશે, અને એકવાર પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમને અમારા તરફથી એક ઇમેઇલ પ્રાપ્ત થશે. 

અમારી ટીમ થીડો મિનિટમાં KYC વેરિફિકેશન પૂર્ણ કરે છે. જો કે, તેમાં કેટલાક કિસ્સાઓમાં 3 વ્યવસાયિક દિવસો સુધીનો સમય લાગી શકે છે. એકવાર વેરિફિકેશન પૂર્ણ થઈ જાય પછી, તમે WazirX પર તમારી ક્રિપ્ટો સફર શરૂ કરી શકો છો. 

હેપ્પી ટ્રેડિંગ!

અસ્વીકરણ: ક્રિપ્ટોકરન્સી એ કાનૂની ટેન્ડર નથી અને હાલમાં તે અનિયંત્રિત છે. કૃપા કરીને ખાતરી કરો કે તમે ક્રિપ્ટોકરન્સીનું વેપાર કરતી વખતે પૂરતું જોખમ મૂલ્યાંકન કરો છો કારણ કે તે ઘણી વખત ઊંચી કિંમતની અસ્થિરતાને આધીન હોય છે. આ વિભાગમાં આપેલી માહિતી કોઈપણ રોકાણ સલાહ અથવા WazirX ની સત્તાવાર સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી નથી. WazirX આ બ્લોગ પોસ્ટને કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર પૂર્વ સૂચના આપ્યા વિના સુધારવા અથવા બદલવાનો તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અધિકાર અનામત રાખે છે.

Leave a Reply